સમર સ્પોર્ટ્સ ફેસ્ટિવલ : ગુજરાત પબ્લિક સ્કૂલ બીજા ક્રમાંકે વિજેતા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | તાજેતરમાં સમર ઓલમ્પિયાર્ડ દ્વારા વિબગ્યોર હાઇસ્કૂલ ખાતે સમર સ્પોર્ટસ ફેસ્ટિવલ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલમાં બાસ્કેટ બોલ અને ફૂટબોલ રમતમાં અંડર-12 અને અંડર-14, અંડર-17 કેટેગરી રાખવામાં આવી હતી. જેમાં બંને રમતોમાં કુલ 60 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. જેમાં અંડર-16 ભાઇઓની ફાઇનલ મેચ વિબ્ગ્યોર મલાડ અને ગુજરાત પબ્લિક સ્કૂલ વચ્ચે રમાઇ હતી. જેમાં ગુજરાત પબ્લિક સ્કૂલ બીજા નંબરે વિજેતા બની હતી.

અન્ય સમાચારો પણ છે...