તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજવા રોડની શેરબજારની ઓફિસમાં યુવતીનો આપઘાત

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આજવા રોડ ઉપર શેરબજારની ઓફિસમાં નોકરી કરતી યુવતીએ ઓફિસનો દરવાજો બંધ કરી ફાંસો ખાઇ લીધો હતો.આજવા રોડ ઇ-7, ચાચા નહેરુનગરમાં રહેતી હેમાની લાભશંકર ત્રિવેદી(19) આજવા રોડ ઉપર જ આવેલા સિદ્ધેશ્વર હોલ નામની શેરબજારની ઓફિસમાં નોકરી કરતી હતી. શુક્રવારે પણ હેમાની સવારે ઓફિસમાં ગઇ હતી. પરંતુ ઓફિસ ટાઇમ પૂર્ણ થયા બાદ ઘરે ગઇ ન હતી. ત્યારબાદ તેણે પોતાની ઓફિસનો દરવાજો બંધ કરી દીધો હતો અને છેલ્લે પોતાના પરિવાર સાથે ફોન ઉપર વાત કર્યા પછી ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.

ફોન ઉપર વાત થયા બાદ મોડી સાંજ સુધી હેમાની ઘરે ન પહોંચતાં પરિવારજનો ઓફિસ દોડી આવ્યા હતા. ઓફિસ અંદરથી બંધ હોવાથી પરિવારજનોએ ઓફિસના સંચાલકોને બોલાવ્યા હતા. તેઓ આવ્યા બાદ ઓફિસનો દરવાજો તોડી અંદર તપાસ કરતાં હેમાનીને ફાંસો ખાધેલી હાલતમાં જોઇ હતી. પરિવારજનોએ હેમાનીને ફાંસો ખાધેલી હાલતમાં જોતા જ ચોંકી ઉઠ્યા હતા. દરમિયાન આ બનાવની જાણ થયા બાદ બાપોદ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને લાશનો કબજો લઇ પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી.

ફાંસો ખાઇ આપઘાત કરનાર હેમાની ત્રિવેદીએ કયાં કારણોસર ફાંસો ખાઇ લીધો તે રહસ્ય છે. હાલ બાપોદ પોલીસે આપઘાતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...