તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Students Will Be Taught To Cook At School To Understand The Importance Of Health Food 074027

સ્ટુડન્ટ્સને હેલ્ધી ફૂડનું મહત્વ સમજાવા સ્કૂલમાં કુકિંગ શીખવાડાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સીબીએસઈએ ધો.6થી 8 સુધીના વિદ્યાર્થીઓને ચિત્રકલા અને નૃત્ય સંગીતની સાથે હવે પાકશાસ્ત્ર પણ ફરજિયાત રૂપે ભણવું પડશે. હમણાં થોડાક દિવસે પહેલાં જ સીબીએસઈએ એક પરિપત્ર પાઠવીને કહ્યું કે તમામ સ્કુલોએ વિકમાં ઓછામાં ઓછા બે ક્લાસ કલાના લેવા પડશે. બોર્ડે સૂચન કર્યું કે 4 મુખ્ય ક્ષેત્રો-સંગીત, નૃત્ય, દ્રશ્ય માધ્યમ અને નાટક ઉપરાંત બાળકોને પાકશાસ્ત્ર સાથે પણ રૂબરૂ કરાવે. તેનાથી બાળકો હેલ્ધી આહારના મહત્વને સમજશે અને અલગ અલગ વિષયો વચ્ચે બહુ આયામી તાલમેલ સ્થાપિત કરી શકશે. આ વિષયના માધ્યમથી તેઓ ભારતમાં પેદા થતું અનાજ અને મસાલાઓ વિશે જાણી શકશે. બાળકોને ખબર પડશે કે ક્યા રાજ્યમાં ક્યા પ્રકારના ટ્રેડિશનલ વ્યંજન પકાવાય છે અને પીરસાય છે. આ ઉદ્દેશને પૂર્ણ કરવા માટે સ્કુલો કેટલાક કુકિંગ ક્લાસનું પણ આયોજન કરશે.

65 ટકા સ્ટુડન્સને શું ખાવું તેની જાણકારી નથી
એક સર્વે પ્રમાણે 65 ટકા સ્કુલ સ્ટુડન્ટસને શું ખાવું અને શું ન ખાવું તેની કોઈ અવેરનેસ હોતી નથી. બ્રેકફાસ્ટમાં પણ શહેરોની મધર્સ મેગી, ઓઈલી નાસ્તા જેવી વસ્તુઓ આપે છે જેને લઈને આ બાળકોને કુકિંગની કોઈ જ જાણકારી હોતી નથી. ક્યા ફૂડથી કેવો ફાયદો થાય અને તે કેવી રીતે બને તે સમજાવવા આ પગલું લેવાયું છે.

અન્ય સમાચારો પણ છે...