તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Students Parents Can Also Get Guidance Without Identifying Them 033526

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યાર્થી-વાલીઓ ઓળખ આપ્યા વિના પણ માર્ગદર્શન મેળવી શકશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માર્ચમાં શરૂ થતી બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન, ડીઇઓ કચેરી તથા પોલીસ વિભાગના સહયોગથી બોર્ડની પરીક્ષાર્થીઓ અને વાલીઓ માટેની હેલ્પલાઇન સાંત્વના આગામી 1લી માર્ચે એક ઔપચારિક સમારોહમાં ઉદઘાટન કરાશે.

આ હેલ્પલાઇન ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષાઓમાં હશે. નંબર ડાયલ કરનારે પોતાની ઓળખ આપવાની જરૂર નથી. હેલ્પલાઇનના કો ઓર્ડિનેટર ડો. સમીર શાહે જણાવ્યું કે, 1લી માર્ચે જ આ હેલ્પલાઇન શરૂ કરવા પ્રયાસો કરાઇ રહ્યાં છે. આ હેલ્પલાઇનના બે નંબરો 6359064557 અને 98245-14033 જાહેર કરવામાં આવ્યાં છે. ડો. સમીર શાહે જણાવ્યું કે, ‘ બોર્ડની પરીક્ષા આપતાં જે વિદ્યાર્થીઓ એકલતા અનુભવતા હોય, નિરાશ કે નિરસતા અનુભવતા હોય કે પરીક્ષા સંબંઘિત કે આરોગ્યની કોઇ સમસ્યાથી પિડાતા હોય તો તેઓ ઓળખ આપ્યા વિના માર્ગદર્શન મેળવી શકશે.

6 વિભાગોના તજજ્ઞોને આવરી લેવાયા છે
આ હેલ્પલાઇન માટે પોલીસ વિભાગ, પિડિયાટ્રિક્સ એસોસિયેશન, એમએસ યુનિવર્સિટીનો સાઇકોલોજી વિભાગ, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અને ચાઇલ્ડલાઇન એમ કુલ 6 વિભાગોના 25 જેટલા તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીની સમસ્યાનું મૂલ્યાંકન કરીને યોગ્ય તજજ્ઞ દ્વારા વિદ્યાર્થીને અનુકુળ હોય તે પૈકીની અંગ્રેજી અથવા ગુજરાતી ભાષામાં માર્ગદર્શન આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો