• Gujarati News
  • National
  • Vadodara News Students Of Standard 10 12 Do Not Have To Go To Gandhinagar To Get A Migration Certificate 073626

ધો.10-12 ના વિદ્યાર્થીને માઇગ્રેશન સર્ટિ લેવા ગાંધીનગર નહીં જવંુ પડે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

ધોરણ 10 અને 12 ના નપાસ વિદ્યાર્થીઓને રાજ્ય બહાર પ્રવેશ મેળવવા માટે માઇગ્રેશન સર્ટિફિકેટ માટે ગાંધીનગર સુધી ધક્કો ખાવાનો વારો નહિ આવે. શિક્ષણ વિભાગ દ્વારા જે તે જિલ્લાના શિક્ષણાધિકારી કચેરી ખાતેથી જ માઇગ્રેશન સર્ટિફિકેટ આપવામાં આવશે. શહેરમાંથી દર વર્ષે અંદાજિત 100 થી 150 વિદ્યાર્થીઓ માઇગ્રેશન સર્ટિફિકેટ માટે ગાંધીનગર સુધીના ધક્કા ખાતા હોય છે.

જે વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 નપાસ હોય તેવા વિદ્યાર્થીઓને આર્થિક ખર્ચ ઓછો થાય અને સમયસર માઇગ્રેશન પ્રમાણપત્ર મળી રહે તે હેતુથી બોર્ડની કારોબારી સમિતિ સમક્ષ સભ્યોએ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જે અંતર્ગત ધોરણ 10 અને 12 નપાસ વિદ્યાર્થીઓને કોઇ પણ પ્રકારની ફી લીધા સિવાય માઇગ્રેશન સર્ટિફિકેટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સૌથી મહત્ત્વના નિર્ણય તરીકે ગાંધીનગર બોર્ડ કચેરી સુધી વિદ્યાર્થીઓએ માઇગ્રેશન સર્ટિફિકેટ લેવા માટે જવું નહિ પડે. આવા વિદ્યાર્થીઓને માઇગ્રેશન સર્ટિફિકેટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે જ મળી રહેશે. અત્યાર સુધી વિદ્યાર્થીઓને ગાંધીનગર બોર્ડ કચેરી સુધી ધક્કા ખાવાનો વારો આવતો હતો. વડોદરા ખાતે દર વર્ષે અંદાજિત 150 વિદ્યાર્થીઓ માઇગ્રેશન સર્ટિફિકેટ માટે એપ્લાય કરતા હોય છે. રાજ્ય બહાર જવા તથા બોર્ડ બદલવા માટે માઇગ્રેશન સર્ટિફિકેટ જરૂરી હોય છે. આ સર્ટિફિકેટ માટે અગાઉ લેવાતો 100 થી 150નો ચાર્જ હવે નહીં લેવાય.

અન્ય સમાચારો પણ છે...