તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પારુલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ 400 પ્રોજેક્ટ રજૂ કર્યાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પારુલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ 400 પ્રોજેક્ટ રજૂ કર્યાં
વિદ્યાર્થીઓએ પાર્કિંગ-ડ્રેનેજની સમસ્યાનું સમાધાન આપ્યું
સિટી રિપોર્ટર . વડોદરા | પારુલ યુનિવર્સિટી ખાતે ગુજરાતના સૌથી ટેક એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું હતું. ટેક એક્સ્પોની આઠમી એડિસનમાં એન્જિનિયરિંગમાં ડિપ્લોમા અને ડિગ્રીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પોતાના પ્રોજેક્ટ રજુ કર્યા હતા. જેમાં 300 લાઈવ અને 100 ડિસ્પ્લે પ્રોજેક્ટ હતા. જેમાં વિદ્યાર્થીઓએ વેસ્ટ મટીરીયલ મેનેજમેન્ટ, યુનિક એપ્લિકેશન અને વિવિધ પ્રકારના ડ્રોન બનાવ્યા હતા.

રોજિંદા જીવનમાં મહિલાઓને મદદ કરતો પ્રોજેક્ટ જજને પણ ગમ્યો
મહેનત વગર 100 કિલો વજન ખસેડી શકાશે
મિકેનિકલના ચોથા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સિદ્ધાર્થ ભાટિયા, સુફિયાન ભાટપુરવાલા, મુસ્તકીમ કુરેશી અને શિવમ મોરે દ્વારા મલ્ટિ પર્પસ સામગ્રી હેન્ડલિંગ ટ્રોલીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં 80 થી 100 કિલોગ્રામ સામગ્રી એક જ વ્યક્તિ ઘરમાં ગમે ત્યાં આરામથી ટ્રાન્સફર કરી શકશે. આ પ્રકારની ટ્રોલી બનાવવાનો વિચાર ત્યારે આવ્યો કે જ્યારે એક સર્વેમાં જોવા મળ્યું કે મહિલાઓને ઘરકામ કરવાથી બેકપેન વધુ પ્રમાણમાં થાય છે. જે રેસિયો ઘટાડવા માટે આ પ્રકારની ટ્રોલીનું નિર્માણ કર્યું છે. ફક્ત બે હજાર રૂપિયાની કિંમતની આ ટ્રોલી અનેક લોકોને મદદ કરશે.

ટ્રાફિકને મલ્ટિ પ્લાનિંગ પાર્કિંગથી કંટ્રોલમાં લાવશે
ડિપ્લોમા સિવિલના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા પટેલ તુષાર, ગોહિલ દિગ્વિજયસિંહ અને રાઠોડ ધ્રુવ દ્વારા શહેરમાં વાહનોના આડેધડ ટ્રાફિકના કારણે થતા ટ્રાફિકને કંટ્રોલમાં કરવા માટે મલ્ટિ પ્લાનિંગ પાર્કિંગ પ્લાન બનાવવામાં આવ્યો છે. 1થી 3 કલાક પાર્કિંગ કરવા માંગતા કાર ઓનરોને 45 ડિગ્રી પાર્કિંગ સ્લોટ, 1 થી 8 કલાક માટે સોલાર પાર્કિંગ સ્લોટ, 1 થી 3 દિવસ માટે મલ્ટિ સ્ટોરેજ હોલ અને વૈભવી ગાડીઓ માટે પર્શનલ રોપ પાર્કિંગ આપવામાં આવશે. હાલમાં જેટલા વિસ્તારમાં 50 થી 55 ગાડીઓ પાર્ક થાય છે ત્યાં આ પ્રોજેક્ટના અમલીકરણથી 400થી વધુ ગાડીઓ પાર્ક થશે.

ડિપ્લોમા સિવિલના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા પટેલ તુષાર, ગોહિલ દિગ્વિજયસિંહ અને રાઠોડ ધ્રુવ દ્વારા શહેરમાં વાહનોના આડેધડ ટ્રાફિકના કારણે થતા ટ્રાફિકને કંટ્રોલમાં કરવા માટે મલ્ટિ પ્લાનિંગ પાર્કિંગ પ્લાન બનાવવામાં આવ્યો છે. 1થી 3 કલાક પાર્કિંગ કરવા માંગતા કાર ઓનરોને 45 ડિગ્રી પાર્કિંગ સ્લોટ, 1 થી 8 કલાક માટે સોલાર પાર્કિંગ સ્લોટ, 1 થી 3 દિવસ માટે મલ્ટિ સ્ટોરેજ હોલ અને વૈભવી ગાડીઓ માટે પર્શનલ રોપ પાર્કિંગ આપવામાં આવશે. હાલમાં જેટલા વિસ્તારમાં 50 થી 55 ગાડીઓ પાર્ક થાય છે ત્યાં આ પ્રોજેક્ટના અમલીકરણથી 400થી વધુ ગાડીઓ પાર્ક થશે.

ડ્રેનેજ ચોકઅપની સમસ્યા હવે નહિ રહે
મિકેનિકલના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા ચૈહાણ ધવલ, કલીયા દર્શન, કનોજિયા શુભમ, કેસરકાર દીપ અને પાટીલ મયંક દ્વારા ડ્રેનજની સમસ્યાનું સચોટ નિવારણ લાવવા માટે આપોઆપ ડ્રેનેજ સફાઈ સિસ્ટમનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે મશીનને ગટરમાં ઉતારવાથી ઘન કચરાને તે મશીન તાત્કાલિક ધોરણે ડિડક્ટ કરશે અને તેને અલગ તારવી લેશે. જેનાથી ચોકઅપની સમસ્યાની નિરાકરણ આવી જશે અને છાસવારે ઉભરાતી ગટરો અને રહીશોને પડતી સમસ્યાનું તાત્કાલિક નિવારણ આવશે. હજાર રૂપિયાના સામાન્ય ખર્ચથી બનતી આ સિસ્ટમ કોર્પોરેશનને ઘણી મદદ કરશે.

મિકેનિકલના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા ચૈહાણ ધવલ, કલીયા દર્શન, કનોજિયા શુભમ, કેસરકાર દીપ અને પાટીલ મયંક દ્વારા ડ્રેનજની સમસ્યાનું સચોટ નિવારણ લાવવા માટે આપોઆપ ડ્રેનેજ સફાઈ સિસ્ટમનું નિર્માણ કરવામાં આવ્યું છે. જે મશીનને ગટરમાં ઉતારવાથી ઘન કચરાને તે મશીન તાત્કાલિક ધોરણે ડિડક્ટ કરશે અને તેને અલગ તારવી લેશે. જેનાથી ચોકઅપની સમસ્યાની નિરાકરણ આવી જશે અને છાસવારે ઉભરાતી ગટરો અને રહીશોને પડતી સમસ્યાનું તાત્કાલિક નિવારણ આવશે. હજાર રૂપિયાના સામાન્ય ખર્ચથી બનતી આ સિસ્ટમ કોર્પોરેશનને ઘણી મદદ કરશે.

વર્લ્ડ પાર્કિસન ડેની ઉજવણીનું આયોજન
Parkinson Day

સિટી રિપોર્ટર | વડોદરા

બી.કે.પારેખ પાર્કિસન ડિસીસ અેન્ડ મુવમેન્ટ ડિસોર્ડર સોસાયટી દ્વારા વર્લ્ડ પાર્કિસન ડેની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ 14 એપ્રિલ રવિવારના રોજ સવારે 10 વાગે બરોડા હાઇસ્કુલ અલકાપુરીના ઓડિટોરિયમ ખાતે રાખવામાં આવેલ છે. તે ઉપરાંત બરોડા સપોર્ટ ગૃપ દ્વારા દર શનિવારે પાર્કિસન વિશે ફ્રિ સેશન શહેરમાં બલવંત પારેખ સેન્ટર, સિધ્ધિ વિનાયક કોમ્પલેક્ષ બરોડા રેલ્વે સ્ટેશન પાછળ ,સાંજે 4 થી 6 દરમિયાન અને દર રવિવારે સવારે 10 થી બપોરના 12 વાગ્યા સુધી સ્પંદન સ્કૂલ કારેલીબાગ ખાતે અને આણંદ એન.એસ.પટેલ આર્ટ્સ કોલેજ ખાતે રાખવામાં આવે છે.

વિદ્યાર્થીઓએ પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવી
Easy Competition

સિટી રિપોર્ટર | વડોદરા

સોકલીન ફોર ક્લીન એન્વાયરમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓમાં પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાય તે માટે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 10 ફેબ્રુઆરીના ગ્રીન હાઉસ સ્માર્ટ સોલ્યુશન વિષય પર નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. 3 એક્પર્ટ દ્વારા પેપર ચેક કરવામાં આવ્યા હતા. જેમાં શહેરની 16 શાળાના 32 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જે સ્પર્ધાનું પરિણામ 9 એપ્રિલના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં બીલાબોન્ગ હાઈ ઇન્ટરનેશનલ સ્કૂલ પ્રથમ, બરોડા લાયન્સ સ્કૂલ દ્વિતીય અને ધ મધર્સ સ્કૂલ ત્રીજા ક્રમાંકે વિજેતા થઇ હતી.

અશોકરાજે ગાયકવાડ સ્કૂલ ખાતે સ્પર્શની સમજ અપાઇ
બાળપણમાં જ વિદ્યાર્થીઓને ગુડ એન બેડ ટચની સમજ અનિવાર્ય
પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ સ્કૂલ ખાતે સ્પર્શની સમજ આપવામાં આવી

સિટી રિપોર્ટર | વડોદરા

પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ સ્કૂલ ખાતે 9 એપ્રિલના રોજ આઈ.પી.એસ ઓફિસર સરોજકુમારી અને ટીમ સમજ સ્પર્શ કી પાઠશાલા દ્વારા બાળકોને સમજ સ્પર્શની આપવામાં આવી હતી. જે અંતર્ગત વિદ્યાર્થીઓને વિડિઓ, ઓડિયો અને પોસ્ટર બતાવવામાં આવ્યા હતા. જે વિશે વાત કરતા સમજ સ્પર્શની અભિયાનની શરૂઆત કરનાર આઈ.પી.એસ ઓફિસર સરોજકુમારીએ જણાવ્યું હતું કે બાળકોને સમજ સ્પર્શની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં તેમને ક્યુઆર સ્કૅનર કાર્ડ આપવામાં આવ્યા છે. જેના દ્વારા તેઓ ઘરે બેઠા વિડીયો જોઈ શકશે અને સમજ મેળવી શકશે.

Samj Sparshni

મેડિકલ કોલેજમાં સ્ટેમ સેલ ડોનેશનની પ્રક્રિયાની માહિતી આપવામાં આવી
શરીરમાં સ્ટેમ સેલ ત્રણ માધ્યમથી મળે છે, બ્લડ ટ્રાન્સપ્લાન્ટ માટે આ સરળ ઉપાય છે
સિટી રિપોર્ટર | વડોદરા

જીએમઇઆરએસ મેડિકલ કોલેજના ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેન્સિક મેડીસીન અેન્ડ ટોક્સીકોલોજી દ્વારા સોમવારના રોજ સ્કીલ સેલ, એનિમિયા, થેલેસેમિયા, બ્લડ કેન્સર જેવી બિમારીને મટાડવામાં સ્ટેમ સેલની ઉપયોગીતા, સ્ટેમ સેલ ડોનેશનની પ્રક્રિયા અને સ્ટેમ સેલ ડોનોર્સ રજિસ્ટ્રીમાં સ્વૈચ્છિક રીતે નામ રજિસ્ટર કરવાની પ્રબળ ઇરછા રાખનાર ડોનરનું હ્યુમન લેકોસાઇટ એન્ટીજેન (એચએલએ) ટેસ્ટ અને ડોનર કાર્ડ જેવી તમામ પ્રક્રિયા વિશે માહિતી આપવામાં આવી હતી.

સ્ટેમસેલ વિશે માહિતી આપતા વિજય શાહે જણાવ્યું હતું કે, ત્રણ અલગ અલગ માધ્યમથી શરીરમાંથી સ્ટેમસેલ મેળવી શકાય છે. તેમાં બોનમેરો, પેરિફેરલ બ્લડ સ્ટેમસેલ, અમ્બીલીકલ કોર્ડ સ્ટેમસેલનો સમાવેશ થાયે છે. આપણા શરીરમાંથી બકલ મ્યુકોઝામાંથી બ્લડ સેમ્પલ લેવામાં આવે અને એ સેમ્પલ અમેરિકાની લેબોરેટરીમાં મોકલી એચએલએ ટેસ્ટીંગ કરવામાં આવે અને એ રીપોર્ટ તેમની વેબસાઇટ પર મૂકવામાં આવે છે. આ કાર્યક્રમમાં 100 લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Awareness Seminar

vadodara

wednesday, 10.04.2019

ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેન્સિક મેડિસીન અેન્ડ ટોક્સિકોલોજી ખાતે સેમિનાર યોજાયો હતો

ડિજિટલ ઇન્ડિયા ઈન્ટર્નશિપ માટે રજિસ્ટ્રેશન શરૂ
સિટી રિપોર્ટર | વડોદરા

ટેકનિકલ ઈન્સ્ટિટ્યૂટ્સના સ્ટુડન્ટસને આ વખતે ડિજિટલ ઈન્ડિયા સ્કિમ અંતર્ગત ઈન્ટર્નશિપ કરવાની તક મળશે. તેમને 20 કરતાં વધારે વિદ્યાઓમાં ઈન્ટર્નશિપ કરાવાશે. તેને લઈને મિનીસ્ટ્રી ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી તરફથી સૂચનો જાહેર કરાયા છે. તેમાં કહેવાયું છે કે ઈચ્છુક સ્ટુડન્ટસ 30 એપ્રિલ સુધીમાં ઓનલાઈન એપ્લિકેશનન કરી શકે છે. તે પછી 16મેના રોજ ઈન્ટર્નશિપ કરનારનું લિસ્ટ જાહેર થશે. આ ઈન્ટર્નશિપ વધુમાં વધુ 2 મહિનાની રહેશે. આ ઈન્ટર્નશિપ 31મેથી 30 જુલાઈ સુધી ચાલશે. સ્ટુડન્ટસને ક્લાઉડ કમ્યુટિંગ, સાયબર લો, ડિજિટલ પેમેન્ટસ, ઈલેક્ટ્રોનિક ઈક્વિપમેન્ટ ફંક્શન ટેસ્ટિંગ, હાર્ડવેર ઈન્ડસ્ટ્રી સહિતના ફિલ્ડમાં ઈન્ટર્નશિપ મળશે.

અત્યાર સુધી 370 ટ્રાન્સપ્લાટ થયાં છે
દાત્રીનો મુખ્ય ઉદ્દેશ બ્લડ સ્ટેમસેલ સારવારના ઇરછુક દરેક દર્દી માટે તંદુરસ્ત સ્વૈરછિકપણે તૈયાર અને આનુવાંશિક રીતે અનુરૂપ દાતા શોધવામાં મદદ કરવાનો છે. દાત્રીએ અત્યાર સુધીમાં 3,30,000 દાતાઓની નોંધણી કરી છે. દાત્રીએ 370 ટ્રાન્સપ્લાટની પ્રક્રિયા હાથ ધરી છે.

6
અન્ય સમાચારો પણ છે...