તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Students Danced For 3 Hours On Dj39s Doing A Celebrity Landing With The Teachers 080044

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યાર્થીઓ 3 કલાક ડીજેના તાલે ઝૂમ્યા, શિક્ષકો સાથે ઉત્તરાયણ સેલિબ્રેશન કર્યું

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની વિવિધ ફેકલ્ટીના વિભાગના ધાબા પર વિદ્યાર્થીઓએ ડીજે સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. જેમાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે શિક્ષકોએ પણ ઉજવણીમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ 3 કલાક ડીજેના તાલે ઝૂમ્યા હતા અને વડોદરાની પરંપરાને સાચવતા ગરબે પણ ઘૂમ્યા હતા. જે જોઈને વિદ્યાર્થીઓમાં ચર્ચા ચાલી હતી કે વર્ષે એક વાર ધાબુ જોવાનો મોકો મળે છે અને અહિયાંથી યુનિની સુંદરતાનો પણ પરિચય થાય છે.

ક્રિકેટ ગ્રાઉન્ડની પાછળનો ભાગ પિકનિક પોઇન્ટ !
એમ.એસ.યુનિના ડી.એન.હોલની બાજુમાં આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડની ચારે બાજુ વિવિધ વિભાગ અને ફેકલ્ટીઓ આવેલી છે. આ સાથે યુનિની સાયન્સ ફેકલ્ટીમાં જવા માટે એક રસ્તો પણ જાય છે. જેની આજુબાજુ સત્તાધીશો દ્વારા સાફસફાઈ કરાવી દેવામાં આવી છે, જેના કારણે વિદ્યાર્થીઓ ત્યાં કેક કાપીને સેલિબ્રેશન કરે છે અને તે પાછળનો ભાગ પીકનીક પોઇન્ટ બની ગયો હોય તેવી વિદ્યાર્થીઓમાં ચર્ચા છે.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની વિવિધ ફેકલ્ટીના વિભાગના ધાબા પર વિદ્યાર્થીઓએ ડીજે સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે શિક્ષકોએ પણ ઉજવણીમાં ભાગ લીધો હતો.

26 જાન્યુઆરીની રજા ગઈ કે રવિવારની
આ વર્ષે 26 જાન્યુઆરીએ રવિવાર આવે છે. જે જોઈને વિદ્યાર્થીઓ થોડો સમય નિરાશ થઇ ગયા અને બોલ્યા કે એક રજા ગઈ. રવિવારના દિવસે 26 જાન્યુઆરી એક આવી, આગળ પાછળ આવી હોત તો થોડું સારું થાત. ઉલ્લેખનીય છે કે 26 જાન્યુઆરીની ઉજવણી એમ.એસ.યુનિમાં થશે જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લેતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો