• Gujarati News
  • National
  • Vadodara News Street Child Vendor Does Not Go To School Asking People To Buy Things But Counting Accounts 071711

લોકોને વસ્તુઓ ખરીદવા માટે આજીજી કરતાં સ્ટ્રીટ ચાઇલ્ડ વેન્ડર સ્કૂલે નથી જતાં પરંતુ હિસાબની ગણતરી પાક્કી કરે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્ટ્રીટ ચાઇલ્ડ વેન્ડર પર રીસર્ચ કરનાર નિધિ સરદાર

એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

મોલ,મલ્ટિપેલ્ક્ષ,હોટલો-રેસ્ટોરન્ટ, ખાણી- પીણીની લારીઓની પાસે લોકોને રમકડાં, કી-ચેન, સ્ટિકર સહિતની વસ્તુઓ ખરીદવા માટે આજીજી કરતા સ્ટ્રીટ ચાઇલ્ડ વેન્ડર સ્કૂલે જતાં નથી પરંતુ રૂપિયાનો હિસાબ કરવામાં તેમની ગણતરી પાક્કી છે.

એમ.એસ.યુનિવર્સિટીની હોમ સાયન્સ ફેકલ્ટીના એક્સટેન્શન એન્ડ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટની વિદ્યાર્થિનીઅે ચાઇલ્ડ વેન્ડર પર રિસર્ચ હાથ ધર્યું છે. જેમાં આવાં બાળકોને સ્કિલ બેઝ એજ્યુકેશન ટ્રેનિંગ આપવામાં આવે તો તેઓ સ્કૂલે જઇને ભણવાની સાથે સ્કિલ પણ શીખી શકે તેમ છે.

શહેરમાં વિવિધ વિસ્તારોમાં રસ્તા સાઇડ પર વિવિધ વસ્તુઓનું વેચાણ કરતાં સ્ટ્રીટ ચાઇલ્ડ વેન્ડર પર હોમ સાયન્સ ફેકલ્ટીના એક્સટેન્શન એન્ડ કોમ્યુનિકેશન વિભાગનાં પ્રો.અવની મણિયારના ગાઇડન્સમાં માસ્ટરની વિદ્યાર્થિની નિધિ સરદારે એક રિસર્ચ હાથ ધર્યુ હતું. જેમાં શહેરના ચકલી સર્કલ,ગેંડા સર્કલ,કાલા ઘોડા,સ્ટેશન, ફતેંગજ, સયાજીગંજ, નિઝામપુરા, કારેલીબાગ જેવા વિસ્તારોમાં રોડ પર વસ્તુઓ વેચતાં બાળકો સાથે વાત કરીને તેમની દૈનિક ક્રિયાથી લઇને તે શું કરે છે, તમામ બાબતો એકત્રિત કરી હતી. 80 જેટલાં બાળકોમાં ઇન્ટર્વ્યૂ કરવામાં આવ્યાં હતાં. જેમાં 10 ટકા એમપીના અને 90 ટકા ગુજરાતના જ પરિવારો હતા. વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે સરકાર ફ્રી એજ્યુકેશન આપે છે પંરતુ તેમના પરિવારને બે ટાઇમ ખાવાનું મળે તે માટે બાળકોને સ્કૂલ મોકલવામાં આવતાં નથી. જો આવાં બાળકોના વાલીઓને પણ કોઇ પ્રકારને ખાવાનું મળી રહે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે તો કોઇ બાળકો સ્કૂલે જવા મળે.

સ્ટ્રીટ ચાઇલ્ડ વેન્ડર માટે અભિપ્રાય મોકલી શકાશે
હોમ સાયન્સ ફેકલ્ટીના એક્સટેન્શન કોમ્યુનિકેશન વિભાગની વિદ્યાર્થિની નિધિ સરદારે વડોદરાનાં સ્ટ્રીટ ચાઇલ્ડ માટે શું કરવું જોઇએ તે માટે એક ઇ-મેઇલ આઇડી જનરેટ કરીને શહેરીજનોના અભિપ્રાય માંગ્યા છે. શહેરીજનો streetchildvedorsvadodara2018@gmail.comપર પોતાનો અભિપ્રાય જણાવી શકે છે.

ચકલી સર્કલ પર ટ્રાફિકની ડ્યૂટી સંભાળતાં પહેલાં, તેજલબેન દરરોજ સવારે કબૂતરોને ઉનાળાની ગરમીમાં શાતા અાપે છે
શહેરના અાજકાલ ગરમીનો પ્રકોપ પૂર બહાર ખીલેલો છે. અાવામાં શહેરીજનો નીતનવી રીતે મૂંગા પક્ષીઅો અને પશુઅો માટે કામગીરી કરતાં હોય છે. અાવી જ રીતે શહેરના રેસકોર્ષ ચકલી સર્કલ પાસે રોજ બ રોજ મોટી સંખ્યામાં કબૂતરો ભેગા થાય છે. અા સ્થળે ટ્રાફિક બ્રિગેડની અેક મહિલા જવાનની ત્યાં અેક મહિના માટે ડ્યુટી લાગેલી છે. અા ધોમધખતા તાપમાં ત્યાં ભેગા થતાં મૂંગા કબૂતરો માટે થઇ ટ્રાફિક બ્રિગેડના તેજલબેન રોજ સવારે ડ્યુટી પર ચઢતાં પહેલાં ત્યાં મૂકવામાં અાવેલા કૂંડામાં કબૂતરો માટે પાણી ભરીને માનવતાની મહેક પ્રસરાવી રહ્યાં છે.

4 કલાક પહેલાં રેલ ટિકિટ અન્યના નામે કરી શકાશે
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

ટ્રેનમાં મુસાફરે બુક કરાવેલી ટિકિટ તેમના સ્વજન માટે નામફેર કરાવી શકાય છે. અગાઉ અા અંગે અરજી કરવાનો સમય ચોવીસ કલાક હતો. પરંતુ હવે ચાર કલાક પહેલાં પણ અરજી કરી પોતાની ટિકિટ પર અન્યને મુસાફરી કરવા નામફેર કરાવી શકાય છે. 1 મેથી રેલવેઅે અા બદલાવ કર્યો છે.

રેલવેમાં મુસાફરી કરવા માટે અાકસ્મિક સંજોગોમાં પોતાની ટિકિટ અન્યને અાપી શકાય છે. બ્લડ રિલેશન અથવા નોકરી માટે સત્તાવાર પ્રવાસે જતા કર્મચારી પોતાની ટિકિટ પર અન્ય કર્મચારીને મોકલી શકે છે.

ઇન્ડિગોની દિલ્હી-મુંબઇની વધુ અેક ફ્લાઇટ શરૂ કરાઇ
દિલ્હી અને મુંબઇ માટે વડોદરાથી 5 ફ્લાઇટ
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

વડોદરા થી મુંબઇની વિક્લી ફ્લાઇટનો રવિવારેથી પ્રારંભ થયો છે.જ્યારે અાગામી 15 મીથી દિલ્હી માટે વધુ અેક ફ્લાઇટ શરૂ થશે. અા સાથે દિલ્હી -મુંબઇ માટે વડોદરા થી પાંચ ફ્લાઇટ થશે.

જેટ અેરવેઝ દ્વારા બંધ થયેલી તમાંમ ફ્લાઇટ બાદ વડોદરાથી હવાઇ મુસાફરોને મોટી મૂશ્કેલી સર્જાઇ હતી . જોકે તાજેતરમાં ઇન્ડીગો અને અેરઇન્ડીયા દ્વારા વધુ ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરતા મુંબઇ -દિલ્હીની કનેક્ટીવીટી વધી છે. રવિવારે સવારે ઇન્ડીગોની મુંબઇ માટે વિક્લી ફ્લાઇટ શરૂ થઇ છે. સવારે 11:30 વાગે મુંબઇથી ઉપડતી અા ફ્લાઇટ 12:10 વાગે વડોદાર અાવશે. જ્યારે 12:40 વાગે પરત જશે. જે મૂજબ રવિવારે અાજે ઉઢાન ભરી હતી. જ્યારે બીજી ફ્લાઇટ ઇન્ડીગો દ્વારા 15મીથી રોજ સવારે ચલાવાશે. સવારે 12:10 વડોદાર અાવશે. અને 12:40 વાગે પરત જશે. વડોદરાથી ફ્લાઇટ વધતા ભાડામા પણ ઘટાડો થશે.અત્રે ઉલ્લેખનિય છે કે, ઉનાળુ વેકેશન દરમિયાન જેટની ફલાઇટ બંધ થતાં બોમ્બે માટેના ભાડા આસમાને પહોંચ્યા હતા અને પ્રવાસે જનારના નાગરિકોને પણ મુશ્કેલી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...