• Gujarati News
  • National
  • Vadodara News Sticks Bounce Between Two Groups In Panipat For Water In Tharsali 074524

તરસાલીમાં પાણી માટે પાણીપત બે જૂથો વચ્ચે લાકડીઓ ઉછળી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના તરસાલી નવી નગરીમાં પાણી ઢોળવાના મુદ્દે ઝઘડો થતાં સામસામે મારામારી થઇ હતી, જેમાં લાકડી વડે હુમલો કરાતાં યુવાનને આંગળીઓમાં ફ્રેકચર થઇ ગયું હતું. પોલીસે આ મામલે સામ- સામે ગુનો નોંધી તપાસ આદરી હતી.

નવીનગરીમાં રહેતા લક્ષ્મણ વિઠ્ઠલ રાઠાેડિયાએ ત્યાં જ રહેતા મહેશ રામા રાઠોડિયા અને રામા રાઠોડિયા સામે ફરિયાદ નોંધાવી હતી કે મહેશની છોકરી પાઇપ વડે પાણી ભરતી હતી ત્યારે પાણી ઢોળાતું હોવાથી તેને પાણી ઢોળવાની ના પાડી હતી, જેથી મહેશે ઉશ્કેરાઇને તેને અને તેની પત્નીને ગાળો આપી હતી. ઉશ્કેરાયેલા મહેશે તેના પર લાકડીઓ વડે હુમલો કરી માર માર્યો હતો અને રામાએ ગડદાપાટુનો માર માર્યો હતો. મારામારીમાં લક્ષ્મણને હાથની આંગળીઓમાં ફ્રેક્ચર થઇ ગયું હતું.

બીજી તરફ આ મુદ્દે મહેશ રામા રાઠોડિયાએ પોલીસને જણાવ્યું હતું કે તેમની પુત્રી સાંજના સમયે પાણી ભરવા ગઇ હતી ત્યારે બાજુમાં રહેતાં જચાબેન લક્ષ્મણ રાઠોડિયાએ તેને ગાળો બોલી હતી. ત્યારબાદ લક્ષ્મણ, જયા અને અશોક તેના ઘેર આવ્યાં ત્યારે તેણે મારી છોકરીને ગાળો કેમ બોલ્યા હતા તેમ જણાવતાં ત્રણેય જણાં ઉશ્કેરાયા હતાં અને ઝગડો કરી લાકડી અને લાકડાના પાયા વડે તેને માર માર્યો હતો. પોલીસે સામસામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...