સ્ટર્લિંગ હોસ્પિ. દ્વારા ઇન્ફેક્શન કંટ્રોલ વીકની ઉજવણી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્ટર્લિંગ હોસ્પિટલ વડોદરા દ્વારા તા.1 એપ્રિલ થી તા.6 એપ્રિલ દરમિયાન ઇન્ફેક્શન કંટ્રોલ વીકની ઉજવણી કરવામાં આવી હતી.

જૈન સોશ્યલ ગ્રૂપની શપથવિધિ અને જૈન રત્ન એવોર્ડ સમારોહ
તા.7 એપ્રિલને રવિવારના રોજ FGI, ગોત્રી સેવાસી રોડ, વડોદરા ખાતે જૈન સોશ્યલ ગ્રૂપ, વડોદરાની 2019-2021ની કાર્યકારિણી અને પ્રમુખ દિપક સુરાણા અને સંગીની પ્રમુખ વૈશાલી સુરાણા અને તેમની ટીમનું ઇન્સ્ટોલેશન થવાનું છે આ સાથે શપથવિધિ કરાવવા JSGIFના ભૂતપૂર્વ પ્રમુખ કિરણબેન જૈન પધારવાના છે.

ગુઢી પાડવા પર્વે મહિલાઓ દ્વારા પૂજન
નાગરવાડા ખાતે જય મલ્હાર સામાજિક સંગઠન દ્વારા આજ રોજ ગુઢી પાડવા નિમિત્તે મહિલાઓ દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું.

આજે માંડવી ખાતે આનંદનો ગરબો
ધરણી કલા વૃંદ દ્વારા તા.7 એપ્રિલને 2019ને રવિવારના રોજ રાત્રે 8.30 કલાકે મહેતા પોળ, મોટું મેદાન, માંડવી, વડોદરા ખાતે હિતેશ કુમારનાં કંઠે સંગીતમય આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.

નાગરવાડા ખાતે આનંદનો ગરબો
શ્રી રોકડનાથ સુંદરકાંડ પરિવાર દ્વારા તા.7 એપ્રિલને રવિવારના રોજ રાત્રે 8.30 કલાકે નવા સ્લમ ક્વોર્ટસ, ત્રીજી લાઇન, નવીધરતી, નાગરવાડા ખાતે પ્રિતેશ પટેલના કંઠે સંગીતમય આનંદના ગરબાનું આયોજન કરાયું છે.

મફત હોમિયોપથી ચિકિત્સા કેમ્પ
તા.7 એપ્રિલને રવિવારના રોજ સવારે 10.30 થી 11.30 કલાક દરમિયાન આર્ય સમાજ-22, વિશ્રામ બાગ સોસાયટી, હજીરા સામે, પ્રતાપનગર વડોદરા ખાતે વિનામૂલ્યે હોમિયોપથી ચિકિત્સા કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં ડો. ચેતન દ્વારા ટ્રીટમેન્ટ આપવામાં આવશે.

ન્યુ સમા રોડ ખાતે બ્લડ ચેકઅપ કેમ્પ
સિનિયર સિટિઝન્સ એસો. સમા વિસ્તાર કેન્દ્ર દ્વારા તા.7 એપ્રિલને રવિવારના રોજ સવારે 8.00 થી 11.30 કલાક દરમિયાન સિનિયર સિટિઝન્સ ઓસો., સમા વિસ્તાર કેન્દ્ર, કોમ્યુનિટી સેન્ટર, ‘વડિલ કુટીર’, ન્યુ સમા રોડ ખાતે બ્લડ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.

7 વ્યક્તિઓને સન્માનપત્રો દ્વારા સન્માનિત


ગુજરાતના જાણીતા સાહિત્યકાર ડો.દીપક કાશીપુરિયા સંચાલિત અમર સંસ્કાર ભારતી સંસ્થા દ્વારા સંસ્કારભૂમિ વડોદરાની 7 વ્યક્તિઓનું પારિતોષિક અને સન્માનપત્રો દ્વારા સન્માનિત કરવામાં આવ્યાં હતા. આ પ્રસંગે ડો. દિપક કાશીપુરિયાનાં બે પ્રેરક પુસ્તકોની લોકાર્પણવિધિ સંપન્ન થઇ હતી.

આજે વાઘોડિયા રોડ ખાતે ભજન-સત્સંગ
શ્રી સુધાંશુજી મહારાજ મંડળ દ્વારા તા.7 એપ્રિલને રવિવારના રોજ સાંજે 5.00 કલાકે 23 વિશ્વ ભારતી કોલોની, નાલંદા પાણીની ટાંકી સામે, વાઘોડિયા રોડ ખાતે ભજન-સત્સંગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આર્ય સમાજ દ્વારા યજ્ઞ-ભજન-સત્સંગ
આર્ય સમાજ દ્વારા તા.7 એપ્રિલને 2019ને રવિવારના રોજ આર્ય સમાજ 22, વિશ્રામબાગ સોસાયટી, હજીરા સામે, પ્રતાપનગર ખાતે સવારે 8.30 કલાકે યજ્ઞ, વેદ મંદિર આર્ય સમાજ, 20-સિંધુ પાર્ક, સંત કવર નગર (વારસિયા)ખાતે સવારે 9.00 કલાકે ભજન તેમજ શ્રી ફતેસિંહ આર્ય અનાથ આશ્રમ સરદાર છાત્રાલય સામે, આત્મારામ માર્ગ, કારેલીબાગ, વડોદરા ખાતે સાંજે 5.00 કલાકે સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે.

માંજલપુર ખાતે ગુઢી પાડવા નિમિત્તે કાર્યક્રમ
મહારાષ્ટ્ર મંડળ, માંજલપુર દ્વારા ગુઢી પાડવા નિમિત્તે તા.7 એપ્રિલને રવિવારના રોજ સાંજે 5.30 કલાકે મ.ગાંધી વિદ્યાલય સામે, ગ્રાઉન્ડમાં, માંજલપુર, વડોદરા ખાતે શ્રી રામરક્ષા પઠન, ચર્ચા વિષય : લઢાઇ એ યોગ્ય વિકલ્પ છે ? અને સન્માન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

દાંડિયા બજારમાં સુગમ સંગીતનો કાર્યક્રમ યોજાયો
દાંડિયા બજારના શુકલ યજુર્વેદિય બ્રાહ્મણ મંડળ દ્વારા આજ રોજ ભક્તિ સંગીત, નાટ્ય સંગીત અને સુગમ સંગીતનો કાયર્ક્રમ યોજાયો હતો.

પારૂલ યુનિ.ના પબ્લિક હેલ્થ વિભાગ દ્વારા ડિબેટનું આયોજન
Universal Health Coverage એટલે એવી આરોગ્ય સિસ્ટમ જે દેશવાસીઓને સુરક્ષિત અને યોગ્ય આરોગ્ય સેવા પૂરી પાડવી અને તે પણ આર્થિક સુરક્ષા સાથે. જેમાં જુદા જુદા વિસ્તાર, જ્ઞાતિ-જાતી અને વ્યક્તિની આર્થિક સ્થિતિને જોવામાં આવતી નથી. વિશ્વ આરોગ્ય દિવસ 2019 નિમિત્તે આ વર્ષની થીમ ‘Universal Health Coverage’ પર વિદ્યાર્થીઓની વિચાર શક્તિ વધારવા માટે પારૂલ યુનિવર્સિટીના પબ્લિક હેલ્થ વિભાગ દ્વારા એક ડિબેટનું આયોજન કરવામાં આવ્યું હતું.

વાઘોડિયા રોડ ખાતે જીતેન્દ્રની બર્થ ડે નિમિત્તે ગીતોનો કાર્યક્રમ
જીતેન્દ્ર ફેન ક્લબ વડોદરાના ઉપક્રમે તા.7 એપ્રિલને રવિવારના રોજ સવારે 10થી 1 કલાકે ‘વડિલ ધામ’, સૂર્યનગર પાછળ, વઘોડિયા રોડ ખાતે ભારતના મશહૂર ફિલ્મ સ્ટાર જીતેન્દ્રની 78મી બર્થ ડે નિમિત્તે તેમના ચાહકો દ્વારા કેક કાપીને તથા ગીતો રજૂ કરીને ઉજવાશે. આ પ્રસંગે જાણીતા કલાકારો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં ફ્રી પ્રવેશ આપવામાં આવશે.

છત્રપતિ રાણા છાત્રાલય દ્વારા શાલ ઓઢાડી સન્માન કરાયું
આજે કઠોપનિષદ પર આયોજન
દિવ્ય જીવન સંઘ દ્વારા તા.9 એપ્રિલને રવિવારના રોજ સવારે 9.30 થી 11.00 કલાકે રામજી મંદિરની પોળ, સરકારી પ્રેસ સામે, આનંદપુરા, કોઠી, વડોદરા ખાતે ગુરુજી શ્રી જે.કે. ભટ્ટ દ્વારા વિષય : કઠોપનિષદ પર આયોજન કરવામાં આવેલ છે.

નવરચના વિદ્યાની નર્સરીનો એન્યુઅલ કોન્સર્ટ
નવરચના અને વિદ્યાનીના એન્યુઅલ કોન્સર્ટમાં બાળકોએ બુંદ બુંદ સે સાગર બનતા હૈ ની થીમ દ્વારા સેવ વોટરનો સંદેશો આપ્યો હતો.

લગ્નગીતો દ્વારા ઉજવણીના કાર્યક્રમનું આયોજન
ડો. શ્રી મનુભાઇ પટેલ ડો.ઉદ્યાન કેન્દ્ર સિ.સિટિઝન્સ, કારેલીબાગ-હરણી રોડ દ્વારા સંસ્થાના વરિષ્ઠો માટે સામૂહિક જન્મોત્સવ તેમજ જે સભ્યોના લગ્નના 50 વર્ષ પૂરા થયા હોય તેમના સન્માનનો કાર્યક્રમ લગ્નગીતો દ્વારા ઉજવણીનો કાર્યક્રમ તા.7 એપ્રિલને રવિવારના રોજ સાંજે 5.30 કલાકે પ્રાર્થના સભા હોલ, લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલમાં રાખેલ છે.

શ્રી વાધેશ્વરી સમાજ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન અને માં શક્તિ સેનાના પ્રમુખ તથા સમગ્ર રાજપૂત સમાજના ધર્મેન્દ્રસિંહ વાધેલાનું છત્રપતિ રાણા છાત્રાલય દ્વારા રાજપૂત સમાજ સેવા રત્નનો એવોર્ડ અર્પણ કરી તથા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું.

નાગરવાડા ખાતે પ્રવચન યોજાશે
રેવાલોજ થિયોસોફિકલ સોસાયટી દ્વારા તા.7 એપ્રિલને રવિવારના રોજ સવારે 9.30 કલાકે રેવાલોજ થિયોસોફિકલ સોસાયટી, નાગરવાડા ખાતે પરવિનબેન પટેલનું મૃત્યુ ની પળે જીવનનો સાક્ષાત્કાર વિષય પર પ્રવચન યોજાશે.

અન્ય સમાચારો પણ છે...