તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Std Students Were Confused By Asking 16 Questions In 10 Social Science Papers 074110

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધો. 10 સામાજિક વિજ્ઞાનના પેપરમાં 16 પ્રશ્નો ટ્વિસ્ટ કરીને પૂછાતાં વિદ્યાર્થીઅો મૂંઝાયાં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ધોરણ 10 બોર્ડમાં સામાજિક વિજ્ઞાનના પેપરમાં 16 જેટલા પ્રશ્નો ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવતાં વિદ્યાર્થીઓ અટવાઇ ગયા હતા. લાલ કિલ્લાના પ્રશ્નના જવાબ માટે 500 રૂપિયાની નોટ પરના ચિત્રના સ્થાપત્યની માહિતી આપો, તેવો પ્રશ્ન પૂછીને ટ્વિસ્ટ કરાયું હતું. આ સિવાય પણ જે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, તેમાં વિદ્યાર્થીઓ અટવાઇ ગયા હતા.

ધોરણ 10માં ગણિત પછી સામાજિક વિજ્ઞાનના પેપરમાં પણ સામાન્ય વિદ્યાર્થીઓના જ્ઞાનની કસોટી કરવાના નામે પ્રશ્નપત્ર અઘરું કાઢવામાં આવ્યું હોવાનો મત વિદ્યાર્થીઓએ વ્યક્ત કર્યો હતો. ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના વિષય શિક્ષક ડો.મહેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને પ્રશ્નો ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવ્યા હોવાના કારણે પેપર અઘરું લાગ્યું હતું. સૂર્ય મંદિર વિશેના પ્રશ્ન માટે એવું પૂછવામાં આવ્યું હતું કે, ઉત્તર ગુજરાતમાં આવેલા ઇરાની શૈલી ધરાવતા મંદિર વિશે માહિતી આપો. આ ઉપરાંત સરકારનો હસ્તક્ષેપ ના હોય તેવી આર્થિક પદ્ધતિ વિશેની માહિતી અંગે પૂછવામાં આવ્યું હતું. ટીવી ખરીદીમાં છેતરાયેલી વ્યક્તિને સૂચનો અને માર્ગદર્શન આપવા માટે જણાવવામાં આવ્યું હતું.

જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં વાણિજ્ય વ્યવસ્થાનું પેપર સરળ નીકળ્યું હતું. વિષયનિષ્ણાત બિરેન શાહે જણાવ્યું હતું કે, નિબંધ પ્રકારના પ્રશ્નોમાં આયોજનની મર્યાદાઓ તેમજ કર્મચારીની પસંદગી પ્રક્રિયા દોરવળી અને ગ્રાહકોની જવાબદારી વિશેનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.

ધંધાકીય પર્યાવરણ ખાનગીકરણને લગતા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. સારા વેચાણકર્તાનાં લક્ષણો તેમજ પ્રાથમિક મૂડીબજારને લગતા પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો હતો. તેમાં વિદ્યાર્થીઓ અટવાઇ ગયા હતા.

ધોરણ 10-12માં ત્રણ કાપલી કેસ ઝડપાયા

ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનના પેપરમાં બે કાપલી કેસ ઝડપાયા હતા. જેમાં રાવપુરા ઝોનમાંથી મોટનાથ વિદ્યાલયમાં એક વિદ્યાર્થિની તથા હરિસેવા ગર્લ્સ સ્કૂલમાંથી એક વિદ્યાર્થી કાપલી સાથે ઝડપાયો હતો. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં વાણિજ્ય વ્યવસ્થાના પેપરમાં સયાજીગંજ ઝોનમાંથી નવયુગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાંથી એક વિદ્યાર્થી કાપલી સાથે ઝડપાયો હતો.

લાલ કિલ્લાના પ્રશ્નના જવાબ માટે 500 રૂપિયાની નોટ પરના ચિત્રના સ્થાપત્યની માહિતી આપો, તેવો પ્રશ્ન પૂછાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો