તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એમઆર યુવતીના પિતાનું નિવેદન લેવાયું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૂર્વ વિસ્તારમાં રહેતી એમઆર યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધી મંદિરમાં લગ્ન કરનારા તબીબ સામે યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે પીડિત યુવતીના પિતાનું નિવેદન લીધું હતું. જોકે હજુ સુધી તબીબ સિદ્ધાર્થ કનુભાઇ રોયની ધરપકડ કરાઇ નથી. યુવતી સાથે લગ્ન કર્યા બાદ તબીબે યુવતીને ઘેર લઇ જવાના બદલે હોટલમાં રાખી હતી અને ત્યારબાદ તબીબ યુવાન અને તેના પરિવારે યુવતીને સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો હતો. યુવતીને સાસરિયાંએ ઘરમાં પ્રવેશવા પણ દીધી ન હતી. રૂા.10 લાખ , 5 તોલા સોનાના દહેજની માંગ કરી હોવાનુ્ં ફરિયાદમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...