- Gujarati News
- National
- Vadodara News Starting March 14 The Corona Virus Will Be 100 Percent Under Control 075606
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
14 માર્ચથી મીનસંક્રાંતિ શરૂ થતાં કોરોના વાઇરસ100 ટકા નિયંત્રણમાં આવશે
14 માર્ચ 2020 શનિવારના રોજ સવારે 11:55 મિનિટે સૂર્યનો મીન રાશિમાં પ્રવેશ થતાં મીનસંક્રાંતિનો પ્રારંભ થશે. સૂર્ય દરેક રાશિમાં લગભગ 30 દિવસ સુધી રહે છે. સૂર્યના અેક રાશિમાં 30 દિવસ રહેવાના સમયને તે રાશિની સંક્રાંતિ કહે છે. સૂર્યગ્રહનો કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ થતાં મીન સંક્રાંતિ અેટલે કે મીનારકનો પ્રારંભ થશે.
શાસ્ત્રીજી નયનભાઈ જોશીના જણાવ્યા અનુસાર, મીન રાશિ ગુરુગ્રહની રાશિ છે અને ગુરુ ગ્રહની રાશિમાં સૂર્યગ્રહનો પ્રવેશ થયો છે. સૂર્ય અેટલે રાજા,ગુરુ અેટલે દેવગુરુ બૃહસ્પતિ. દેવગુરુ બૃહસ્પતિની રાશિમાં રાજા સૂર્યગ્રહ જ્ઞાન પ્રાપ્ત કરે છે. બંને જ્ઞાન- ઉપદેશની વાતો કરે છે. જ્ઞાન અને ઉપદેશના આ કાર્યમાં રાજા અને ગુરુ જોડાતાં મીનારક અેટલે કે કમુરતાંનો પ્રારંભ થાય છે.
કમુરતાંમાં માંગલિક પ્રસંગોનું આયોજન થઈ શકતું નથી. ધનારક અેટલે ધન રાશિમાં સૂર્ય હોય અેટલે ધનારક કહેવાય છે, અને મીન રાશિમાં હોય અેટલે મીનારક કહેવાય છે. શાસ્ત્રીજીઅે વધુમાં જણાવ્યું હતું કે, અગાઉ આરોગ્ય સંબંધી સમસ્યાઓ વધી હતી. પરંતુ 14 માર્ચ 2020 થી મીનસંક્રાંતિ શરૂ થતાં 100 ટકા કોરોના વાઇરસ સંપૂર્ણપણે કાબૂમાં આવશે.
55 કી પર્ફોર્મન્સ ઇન્ડેક્સમાં 26માં અે પ્લસ અને 29માં અે ગ્રેડ મળ્યો
સિટી રિપોર્ટર| વડોદરા
વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બુધવારના રોજ સયાજી જયંતીના દિવસે રાજ્યના 33 જિલ્લાઓમાં થતી પ્રજાલક્ષી કામગીરીનું સતત મોનિટરિંગ કરતા સીએમ ડેશબોર્ડ પર પરફેક્ટ 100 નો સ્કોર નોંધાવીને રાજવી સયાજીરાવને આદર અંજલિ આપી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી સીએમ ડેશબોર્ડ થકી રાજ્યના વહીવટ પર નજર રાખે છે. આ વ્યવસ્થા હેઠળ જિલ્લાઓમાં પ્રજાલક્ષી કામો કેટલાં થયાં છે તેના 55 કી પર્ફોર્મન્સ ઇન્ડેક્સ નક્કી કરવામાં આવ્યા છે. આ પર્ફોર્મન્સ ઇન્ડેક્સમાં જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ 100નો સ્કોર હાંસલ કરી વડોદરા જિલ્લો રાજ્યના 33 જિલ્લાઓમાં ટોચના સ્થાને પહોંચ્યો છે.વડોદરાને 55 પૈકી 26 માં એ પ્લસ અને 29માં એ ગ્રેડ મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ 55 સૂચકાંકોમાં કલેક્ટરના સીધા વહીવટ હેઠળના મહેસૂલ,પુરવઠા વિભાગો ઉપરાંત સમાજ સુરક્ષા,સમાજ કલ્યાણ,સિંચાઈ,આરોગ્ય સહિતનાં અન્ય ખાતાંઓની કામગીરીને લગતા ઇન્ડેક્સ છે. જેમાં જિલ્લા કલેક્ટરે આ તમામ ખાતાંઓ દ્વારા ગતિશીલ અને ગુણવત્તાભરી કામગીરી સતત થાય એનું મોનિટરિંગ કરવાની સાથે સંકલિત માર્ગદર્શન આપવાનું હોય છે.નિવાસી અધિક કલેક્ટરના નેતૃત્વ હેઠળની ટીમ કામગીરીનું સતત મોનિટરિંગ કરી સંબંધિત વિભાગોને સારી કામગીરીના દિશા નિર્દેશો આપે છે.જિલ્લા કલેક્ટર જિલ્લાની કામગીરીના સીએમ ડેશબોર્ડના નિર્ધારિત સૂચકાંકો પ્રમાણે દૈનિક સમીક્ષા કરે છે. વડોદરા જિલ્લા માટે નિર્ધારિત સૂચકાંકાેમાં અપીલ અને રિવિઝનના કેસોનો નિકાલ,પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધ યોજનાના લક્ષ્યાંકો,108 સેવાનો રિસ્પોન્સ ટાઇમ,બાળ શ્રમિકોની શોધ અને મુક્તિ, વાજપેયી બેંકેબલ યોજના હેઠળ સિદ્ધિઓ,કાયદો અને વ્યવસ્થા,આઈઓરા હેઠળની કામગીરીઓ, ગૃહ વિભાગને લગતી કામગીરી,વિવિધ વિભાગોની લોક કલ્યાણ યોજનાઓનું લક્ષ્યાંક આધારિત અમલીકરણ,વિવિધ દાખલાઓ આપવાની કામગીરી,ગ્રીન ચેનલ અને યલો ચેનલ હેઠળ અરજીઓનો નિકાલ, એનેફેસે હેઠળની કામગીરી, રેશન કાર્ડ્સ અને પુરવઠા વિષયક કામગીરી સહિતની હોરિઝોન્ટલ અને વ્યાપક બાબતોનો સમાવેશ થાય છે.
ગુરુ વલ્લભસૂરિ મહારાજ સાહેબની150મી ઉજવણીના ભાગરૂપે શનિવારે શોભાયાત્રા
ધાર્મિક રિપોર્ટર| વડોદરા
વડોદરામાં વલ્લભગુરુની 150મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે તેમના જ સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધરસૂરિ મહારાજ સાહેબ વડોદરાના જુદા જુદા સંઘોમાં પધરામણી કરી જુદા જુદા કાર્યક્રમોમાં નિશ્રા પદવી કરી રહ્યા છે. 13 માર્ચ,શુક્રવારના રોજ સવારે મહારાજ સાહેબ મુક્તાનંદ ત્રણ રસ્તા પાસે ગુરુભક્તના નિવાસ સ્થાનેથી ચતુર્વિધ જૈન સંઘ વાજતે-ગાજતે સામૈયું કરીને કારેલીબાગ જૈન સંઘમાં સવારે 7 વાગે પધારશે. જે બાદ ઉપસ્થિત ગુરુભક્તોની નવકારશી અને વ્યાખ્યાન થશે.
જૈન અગ્રણી પ્રતાપભાઈ શાહે જણાવ્યું હતું કે, આ ઉપરાંત મહારાજ સાહેબ સવારે 10 વાગે મહાવીર જૈન વિદ્યાલય ખાતે આવેલી અેમબીઅે કોલેજમાં સમગ્ર ગુજરાતના હાયર અેજ્યુકેશન ફોરમના સંમેલનમાં પધારી નિશ્રા પ્રદાન કરશે અને હાયર અેજ્યુકેશન થકી સંસ્કારનું સિંચન કેવી રીતે બાળકોમાં કરી શકાય તે અંગે માર્ગદર્શન આપશે.
ધર્મધુરંધરસૂરિ મહારાજ સાહેબ 14 માર્ચના રોજ સવારે 7 વાગે કારેલીબાગમાં સંક્રાતિ સંભળાવશે અને નવકારશી બાદ સવારે 9 કલાકે ગુરુ વલ્લભસૂરિ મહારાજ સાહેબની 150મી ઉજવણીના ભાગરૂપે અેક વિશાળ શોભાયાત્રા કારેલીબાગ જૈનસંઘથી નિકળશે. જેમાં દિલ્હી,રાજસ્થાન,પંજાબ,હરિયાણા,જમ્મુ,મહારાષ્ટ્ર, બેંગલોરથી મોટી સંખ્યામાં આવેલા વલ્લભભક્તો જોડાશે.
શેરખી ગાયત્રી આશ્રમ ખાતે સાધકો માટે ઉપાસના અને આરાધનાનું વિશેષ આયોજન
ધાર્મિક રિપોર્ટર | વડોદરા
25 માર્ચના રોજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. ચૈત્રી નવરાત્રીમાં અનેક ભક્તો શક્તિની ઉપાસના તેમજ આરાધના કરશે. જોકે ભક્તોને ઘણી વખત માની આરાધના કરવા માટે યોગ્ય સ્થાન અને વાતાવરણ મળતું નથી ત્યારે ગાયત્રી ઉપાસક હર્ષદ બાપા દ્વારા શેરખી સ્થિત ગાયત્રી આશ્રમ ખાતે ચૈત્રી નવરાત્રીનાં અનુષ્ઠાન કરવા ઇચ્છતા ભક્તો માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
હર્ષદ બાપાઅે જણાવ્યું હતું કે, ચૈત્રી નવરાત્રીના અનુષ્ઠાનમાં બેસવા ઇચ્છતા સાધકો માટે શેરખીના ગાયત્રી આશ્રમમાં 25 માર્ચથી 2 અેપ્રિલ સુધી મફત રહેવાની સગવડ, 1 ટાઇમ ફરાળ, 1 ટાઇમ ભોજન, દર્ભનું આસન, રુદ્રાક્ષની માળા આપવામાં આવશે. આ ઉપરાંત આશ્રમમાં નિત્ય પ્રવચન તેમજ ધાર્મિક ચર્ચા-વિચારણાનો લાભ પણ મળશે. જે સાધકોઅે અનુષ્ઠાનમાં બેસવું હોય તેઓઅે અગાઉથી ફોર્મ ભરી નામ નોંધાવવાનાં રહેશે.
ઉપવાસ અને ઉપાસના કરવા માટે ચૈત્રી નવરાત્રી અતિ ઉતમ મહોત્સવ ગણાય છે, આ નવરાત્રી મહોત્સવ દરમિયાન અનુષ્ઠાન અને પુજાપાઠનું અતિ મહત્વ હોવાનું જાણકાર પંડિતો માને છે.વડોદરા શહેર- જિલ્લામાં વિવિધ માઇ મંદિરોમાં માતાજીની વિશેષ આરાધના કરવામાં આવે છે અને મંદિલોને સજાવાય છે.
મીનસંક્રાંતિનું બારેય રાશિઓનું ફળકથન
} મેષ ખર્ચનું પ્રમાણ વધે,ક્રોધ પર સંયમ રાખવો
} વૃષભ આવકમાં વૃદ્ધિ થશે,અણધાર્યો લાભ થશે
} મિથુન નવા કામકાજથી ઉત્સાહ-ઉમંગમાં વધારો થશે,આરોગ્યની કાળજી રાખવી
} કર્ક ભાગ્યવૃદ્ધિ થશે,નવીન તક મળશે
} સિંહ વાહન ચલાવવામાં કાળજી રાખવી ,ઉતાવળિયા નિર્ણય ન લેવા
} કન્યા દામ્પત્ય જીવનમાં સુમધુરતા રહે,માંગલિક પ્રસંગોનું આયોજન થાય
} તુલા શત્રુ-રોગ પર સાવચેતી રાખવી, સ્વાસ્થ્યની કાળજી રાખવી
} વૃશ્ચિક સંતાન સંબંધી ચિંતાઓ ઉકેલાય,આર્થિક રીતે શુભ સમય
} ધન સ્ત્રી વર્ગથી લાભ,શેરબજારથી નુકસાન
} મકર કોર્ટ કેસ, કચેરી સંબંધી કાર્યો સાવચેતીથી કરવાં
} કુંભ વાણી પર સંયમ વરતવો,કુટુંબ સાથે સારો સમય પસાર થાય
} મીન જ્ઞાન- અભ્યાસ સંબંધી ક્ષેત્રમાં નાણાંનો વ્યય થાય
શનિવારથી મીનારકનો પ્રારંભ:માંગલિક પ્રસંગોનું આયોજન થઈ શકશે નહીં
વડોદરા, શુક્રવાર, 13 માર્ચ, 2020
મુજમહુડા અને જૂના પાદરા રોડ પર ભૂવા પડ્યાં, માત્ર કોર્ડન કર્યા મરામત હજી બાકી
| 4
ધર્મધુરંધરસૂરિ મહારાજનું આજે કારેલીબાગજૈન સંઘમાં સામૈયું
માતાજીની ઉપાસના માટે ઉત્તમ ચૈત્રી નવરાત્રીનો 25મીથી પ્રારંભ
CM ડેશબોર્ડ પર પ્રજાલક્ષી કામમાં 33 જિલ્લામાં વડોદરાઅે 100નો સ્કોર કર્યો
_photocaption_શહેરના મુજમહુડા ત્રણ રસ્તાથી અકોટા તરફ જવાના જાહેર માર્ગ પર જ 24 કલાક કરતાં વધુ સમયથી પડેલા ભૂવા માટે સ્થાનીકો દ્વારા ફરીયાદ કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઇ કામગીરી ન થતાં ભૂવાના ફરતે પથરાની આડસ અને ભૂવામા ઝાડના ડાળખીઓ મૂકીને સાવચેતી દાખવાઈ હતી. રેસકોર્ષ ચકલી સર્કલ પાસેથી જૂના પાદરા રોડ તરફ જવાના મેઇન રોડ પર ભૂવો પડતા તેને પતરાની આડસ મૂકી કોર્ડન કરાયો હતો. આ સ્થિતિમાં,શહેરના ચકલી સર્કલ પાસે ડ્રેનેજ લાઇન પર ભૂવો પડ્યો છે અને પાલિકાએ તેની ફરતે કોર્ડન કરીને ભૂવાને સુરક્ષિત કર્યો હોવાનો સંતોષ માન્યો છે. તેવી જ રીતે,મુજમહુડા રોડ પર પણ જાહેર રોડ પર ભૂવો પડ્યો હતો પણ પાલિકાએ તેના માટે ગંભીરતા દાખવી નથી અને તેના કારણે ત્યાં અકસ્માત થાય તેવો ભય સેવાઈ રહ્યો છે.*photocaption*
વડોદરા