તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એસ.ટી. ડેપોમાં બસની અવરજવરનો રસ્તો બે વર્ષથી બંધ રસ્તો ક્યારે ખુલશે?

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ત્રણેક વર્ષ પહેલાથી એસટી ડેપો અને રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા સર્જાતા તેના ઉકેલ તરીકે યુનિવર્સિટીની દીવાલને અડીને અને જૂનું પાલિકાનું શોપિંગ સેન્ટર તોડીને એસટી બસો માટે એક રસ્તો તૈયાર કરવામાં આવ્યો હતો. આ રસ્તે દિવસભર બસોની આવનજાવન રહેતા બસોને અને ટ્રાફિકને કોઇ અડચણ પડતી નહોતી. પણ જનમહલનું બાંધકામ શરૂ થતાં આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. આ રસ્તો બંધ થઇને બે વર્ષ જેટલો સમય થઇ ગયો છે જનમહલનો આ તરફનો ભાગ પણ બનીને તૈયાર થઇ ગયો છે અને જ્યાં રસ્તો હતો ત્યાં પણ પાકુ બાંધકામ કરવામાં આવ્યું છે. છતાં આ રસ્તો તંત્ર દ્વારા ખોલવામાં આવી રહ્યો નથી.

એસટી સ્ટેશન અને રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ત્રણ વર્ષની સરખામણીમાં ટ્રાફિક વધ્યો છે. જો આ રસ્તો ખોલવામાં આવે તો આ વિસ્તારમાંથી એસટી બસોને સલામત રસ્તો મળી જાય અને કોઇ ગંભીર અકસ્માતની શક્યતા અોછી થઇ શકે. આ વિશે એસટી ડેપો મેનેજર એ.કે. ખાંટને પૂછતાં તેમણે જણાવ્યું કે, ‘એસટી દ્વારા આ અંગે રજૂઆતો થઇ છે પણ કેટલીવાર રજૂઆત થઇ છે તેની વિગત આવવાની હજી બાકી છે.’

સામાન્યત: આવો રસ્તો હોય ત્યારે તેના છેડા પર ટર્નિંગ રાખવામાં આવે છે. જ્યારે આ રસ્તો ખુલે ત્યારે અહીં સહેજ વળાંક રાખવામાં આવે તો સામેથી આવતા વાહનો બસોને જોઇ શકે.

આ વિસ્તારમાં કોઇ અકસ્માત થાય પછી આ રસ્તો ખોલવાની તંત્ર રાહ જુએ છે કે પછી કોઇ કારણસર આ રસ્તો કાયમ બંધ જ રાખવાનો છે તેવી ચર્ચા આ વિસ્તારમાં અવરજવર કરતા લોકોમાં છે.

અન્ય સમાચારો પણ છે...