તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Sree Paratriya39s Night Before 12pm Sivapirvar39s Chariot Located Near Kalli 041049

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિવરાત્રીની રાત્રે 12 વાગ્યા પહેલાં શિવપરિવારનો રથ કલાલી સ્થિત શ્રી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શિવરાત્રીની રાત્રે 12 વાગ્યા પહેલાં શિવપરિવારનો રથ કલાલી સ્થિત શ્રી જાગનાથ મહાદેવ પહોંચશે.જ્યાં પ્રતિમાઓને કાયમી ધોરણે બિરાજમાન કરાશે.

ધાર્મિક રિપોર્ટર | વડોદરા

4 માર્ચે મહાશિવરાત્રીએ સુવર્ણમઢિત શિવપરિવાર નગરચર્યાએ નીકળી શહેરીજનોને દર્શન આપશે. સત્યમ શિવમ સુંદરમ પરિવાર દ્વારા સોમવારના રોજ સુવર્ણમઢિત શિવપરિવારની મૂર્તિને દર્શન માટે ખુલ્લી મુકાઈ હતી. શિવપરિવારની આ મૂર્તિ પર હાલ 2 વખત સોનાનો ઢાેળ ચઢાવેલો છે,જ્યારે હજુ 3 વખત સોનાનો ઢાેળ ચઢાવવાની પ્રક્રિયા બાકી છે. એક અંદાજ મુજબ શિવપરિવાર અને સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને કુલ 18 કિલો સોનાનો ઢોળ ચઢાવાશે તેમ શિવ પરિવારના સભ્યે જણાવ્યું હતું. ભવિષ્યમાં મહાશિવરાત્રીએ શિવપરિવાર ધામધૂમથી નગરચર્યાએ નીકળતો રહે તે માટે પાલિકામાં બજેટમાં જોગવાઇ કરવા વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ભલામણ કરી હતી.

િશવપરિવાર સોનાનો થયો શિવરાત્રીએ નગરચર્યા કરશે
સર્વેશ્વર મહાદેવ અને શિવપરિવારની મૂર્તિને અંદાજિત 18 કિલો સોનાનો ઢાેળ ચઢાવવામાં આવશે
ઋણમુક્તેશ્વર મહાદેવથી નગરચર્યાએ નીકળશે
મહાશિવરાત્રીએ 4 વાગે પ્રતાપનગરમાં ઋણમુક્તેશ્વર મહાદેવના મંદિરેથી શિવજી કી સવારી નીકળશે. 32 જેટલા સુશોભિત ફ્લોટસ પણ જોડાશે. સવારી ચોખંડી-માંડવી થઈ ન્યાયમંદિર,ભગતસિંહ ચોક થઈ ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પહોંચશે જ્યાંથી સાંજે 7:10 મિનિટે સુરસાગર પહોંચશે જ્યાં મહાઆરતી યોજાશે.જ્યાંથી શિવજીની સવારે વિશ્રામસ્થાન કૈલાસપુરી પહોંચતાં યાત્રાનું સમાપન થશે.

નવલખી મેદાનમાં 28 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી શિવરાત્રી મેળાે યોજાશે. જેમાં 300 જેટલા સ્ટોર,એમ્યુઝમેન્ટ પાર્ક ઉભા કરાશે. આર્મીનું શસ્ત્ર પ્રદર્શન યોજાશે.

27 ફેબ્રુઆરીએ અંબાલાલ પાર્કમાં ઓસમાણ મીર,28મીએ મહેસાણાનગર ગરબા ગ્રાઉન્ડમાં ગીતા રબારી,1 માર્ચે તરસાલી ગંગાસાગર મેદાનમાં બ્રિજરાજ ગઢવી અને દીપક જોશી, 2 માર્ચે પોલો ગ્રાઉન્ડમાં કૈલાસ ખેરનો સંગીતમય કાર્યક્રમ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો