તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગેંગરેપના કેસ માટે ખાસ સરકારી વકીલ નિમાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવલખી ગેંગરેપના દુષ્કર્મીઓને 4 માસમાં જ સજા મળે તે માટે એફએસએલનો રિપોર્ટ આવતાં કોર્ટમાં ચાર્જશીટ કરાશે. કેસ માટે ખાસ સરકારી વકીલની નિમણૂક કરી દેવાઇ છે. આ ઉપરાંત બંને દુષ્કર્મીઓના શુક્રવારે અમદાવાદ સિવિલમાં પોટેન્શિયલ પાઇપ્ડ ટેસ્ટ કરાશે.

નવલખીમાં ગેંગરેપ કરનાર દુષ્કર્મીઓ કિશન માથાસુરિયા અને જશા સોલંકીના રિમાન્ડ દરમિયાન નોક્ચર્નલ પીનાઇલ ટ્યુમિશન (એનપીટી)ટેસ્ટ માટે બુધવારે અમદાવાદ સિવિલ લઇ જવાયા હતા. જ્યાં ટેસ્ટ માટે મશીન નહીં હોવાથી કિશનનો સીમેન ટેસ્ટ કરાયો હતો. જોકે, નપુંસક હોવાની દલીલ કરી કાનૂની રીતે બચાવ ન કરી શકે તે માટે પોલીસે બંનેના પૌરુષત્વ માટે પોટેન્શીયલ પાઇપ ટેસ્ટ કરાવશે. શુક્રવારે અમદાવાદ સિવિલમાં એપોઇન્ટમેન્ટ મળતાં બંનેને લઇ જઇ ટેસ્ટ કરાવાશે. બંનેને પાપાવરીનનું ઇન્જેકશન આપી ટેસ્ટ કરવામાં આવશે. આ ઇન્જેેકશન આપ્યા બાદ 5 થી 15 મિનિટમાં પુુરુષ શારીરિક સંબંધ બાંધવા માટે સક્ષમ છે કે નહીં તે નક્કી થઇ જશે. બીજી તરફ ચકચારી કેસનો ફાસ્ટટ્રેક કોર્ટમાં ટ્રાયલ ચલાવી 4 મહિનામાં જ સજા થાય તેવી ગૃહમંત્રીએ જાહેરાત કર્યા બાદ સ્પેશિયલ પીપી તરીકે સિનિયર ધારાશાસ્ત્રી પ્રવીણ ઠક્કરની નિમણૂક કરાઇ છે. પોલીસે દુષ્કર્મીઓના કપડાં, વીર્ય સહિતના નમૂના ફોરેન્સિક તપાસ માટે સુરત એફએસએલમાં મોકલાયા છે. એફએસએલનો રિપોર્ટ આવતા જ પોલીસ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરશે. ઘટના સંદર્ભે પીડિતાના સ્વજનો અને સાક્ષીઓ સહિત 25 લોકોના નિવેદન લીધા છે. પૂછતાછમાં દુષ્કર્મી સામે બકરા ચોરીનો ગુનો નોંધાયો હોવાની પણ વિગતો જાણવા મળી છે.

અન્ય સમાચારો પણ છે...