• Gujarati News
  • National
  • Vadodara News Soon After Coming From Spain We Played Dust With The Coroner So We Went To Sai Tension 074112

સ્પેનથી આવ્યા પછી તુરંત જ કોરોનાગ્રસ્ત સાથે ધૂળેટી રમ્યા એટલે અમે સાૈ ટેન્શનમાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વડોદરામાં અેક જ દિવસમાં કોરોના વાઇરસના 2 રિપોર્ટ પોઝિટિવ સામે આવ્યા છે.જ્યારે 1 રિપોર્ટ શંકાસ્પદ છે. શહેરમાં છેલ્લા 53 દિવસમાં કુલ 263 યાત્રિકો વિદેશથી વડોદરામાં આવ્યાં છે. જે તમામ યાત્રિકોનું આરોગ્ય વિભાગ મોનિટરિંગ કરી રહ્યાે છે.

શાલિની અગ્રવાલના જણાવ્યા અનુસાર, શહેરમાં જે બે કેસ પોઝિટિવ આવ્યા છે,તેમાં સ્પેનથી આવેલા 49 વર્ષિય પુરુષ અને શ્રીલંકાથી આવનાર તાંદલજાના 62 વર્ષિય વૃદ્ધાનો સમાવેશ થાય છે. આ બંને દર્દીઓને અેસઅેસજી હોસ્પિટલના આઇસાલેશન વોર્ડમાં સારવાર અપાઈ રહી છે.જ્યારે બંને સંક્રમિત વ્યક્તિઓના સંપર્કમાં આવેલાં લોકોને ક્વોર્રોન્ટાઇન કરવામાં આવ્યું છે.બીજી તરફ વડોદરા શહેર-જિલ્લામાં કુલ 100 વ્યક્તિઓ ઓબ્ઝર્વેશન અને 164 લોકો અંડર ઓબ્ઝર્વેશનમાં મુકાયાં છે. જ્યારે 20 માર્ચના રોજ અેસઅેસજી હોસ્પિટલમાં 100 લોકોનું સ્ક્રીનિંગ કરાયું હતું.

બીજી તરફ શહેરમાં 144ની કલમ લાગુ કર્યા બાદ મેડિકલ સ્ટોર્સ, ગ્રોસરીની દુકાનો તેમજ દૂધની દુકાનો ખુલ્લી રહેશે. જેમાંથી લોકો ખરીદી શકે છે. જ્યારે ભાવના કાળાબજાર કરનારા વેપારીઓ પર પણ તંત્ર નજર રાખી રહ્યું છે. સ્પેનથી વડોદરા આવેલા શખ્સને કોરોના પોઝિટિવ આવતાં તેને અેસઅેસજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યો છે. સંક્રમિત શખ્સના સંપર્કમાં આવેલી કુલ 10 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરાઈ છે. જ્યારે મકરપુરા સ્થિત તેના મકાનમાં કોર્પોરેશનની 7થી વધુ ટીમોઅે સેનિટાઇઝેશનની પ્રક્રિયા શરૂ કરી છે.

જિલ્લા તંત્રે જણાવ્યું હતું કે, મૂળ વડોદરાના વતની તેમજ સ્પેનમાં સ્થાયી થઈ વેપાર કરતા 49 વર્ષિય શખ્સ 27 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી દુબઈ સહિત અલગ-અલગ દેશોમાં થઈને 8 માર્ચના રોજ મુંબઈ પહોંચ્યા હતા. જ્યારે બે દિવસ મુંબઈ રોકાયા બાદ તે 10 માર્ચે ખાનગી વાહનમાં રોડ મારફતે વડોદરા આવ્યા હતા. વડોદરા આવીને આ શખ્સ મકરપુરાની ઋષિકેશ સોસાયટીમાં રોકાયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ શખ્સ 10 થી 16 માર્ચ સુધી તેમના મિત્રો તેમજ શહેરના ફતેપુરા, મકરપુરા, રાવપુરા, સયાજીગંજ સહિતના વિસ્તારમાં ફર્યા હતા. આ ઉપરાંત તે ખાનગી બેંકમાં પણ ગયા હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં તે અનેક લોકોના સંપર્કમાં આવ્યા હતા.

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, આ દરમિયાન તેમની તબિયત બગડતાં તેમણે ખાનગી હોસ્પિટલમાં ચેકઅપ કરાવ્યું હતું. જે બાદ ખાનગી ડોક્ટરે તેમને અેસઅેસજી હોસ્પિટલમાં રિફર કરતાં 16 માર્ચે તે અેસઅેસજી હોસ્પિટલમાં ટેસ્ટ કરાવવા પહોંચતાં તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા હતા.

SSGમાં એક જ િદવસમાં 100 જેટલા લોકોનું સ્ક્રીનિંગ કરાયું

શુક્રવારે એસ.એસ.જી હોસ્પિટલમાં 100 જેટલાં લોકોનું સ્ક્રીનિંગ કરવામાં અાવ્યું હતું. જેમાં બે પોઝિટિવ કેસ સામે અાવ્યા હતા. જ્યારે એક શંકાસ્પદ વ્યક્તિના ટેસ્ટ રિપોર્ટ પેન્ડિંગ છે. રિપોર્ટ પેન્ડિંગ છે તે વ્યક્તિને હાલ ક્વાેરન્ટાઇન હેઠળ એસ.એસ.જી હોસ્પિટલમાં રાખવામાં અાવી છે.

વિદેશથી આવેલા પરિવારનાં સભ્યોને ઘરમાં રહેવા સૂચન


કોરોના વાયરસના ફેલાવાને અટકાવવા માટે સરકારની સાથે-સાથે લોકો પણ જાગૃક થયા છે. વડોદરાના મકરપુરા અને સીટી વિસ્તારમાં બે પરિવારો વિદેશથી આવ્યા હોવાની જાણ સ્થાનિકોને થઈ હતી. પરંતું આ પરિવારો ઘરની બહાર નિકળતા લોકોઅે આ અંગે આરોગ્ય વિભાગ તેમજ સ્થાનિક પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસે આ પરિવારોને ઘરમાં જ રહેવા સૂચના આપી હતી. જ્યારે પોલીસ પણ આ પરિવારો પર નજર રાખી રહી છે.

બેંક કર્મચારીઓ પણ સ્ક્રીનિંગ કરાવવા દોડ્યા

સ્પેનથી અાવેલા અાધેડનો કોરોના પોઝીટીવ અાવતા ની સાથે તેના દ્વારા મુલાકાત લીધેલી બેંકના કર્મચારીઓએ મોટી સંખ્યામાં સ્ક્રિનીંગ કરાવવા માટે SSG અાવી પહોંચ્યા હતા. અાગામી સમયમાં કોરોના અંગેનું સ્ક્રિનીંગ કરાવવા માટે અાવનારા લોકોની સંખ્યામાં વધારો થઇ શકે છે. સ્પેનથી વડોદરા અાવેલા વ્યક્તિ દ્વારા સયાજીગંજ વિસ્તારમાં અાવેલી બેંકની શાખામાં લોન માટે પણ મુલાકાત લેવાઇ હતી.

સંખેડાની મુલાકાતે ગયા હતા, પિતરાઇ પણ ઓબ્ઝર્વેશનમાં

વડોદરાના મકરપુરા રોડની સોસાયટીમાં રહેતા કોરોના પોઝિટિવ દર્દી કેટલાક દિવસ અગાઉ સંખેડા ગયા ત્યાં તેમના પિતરાઇને મળ્યા હતા. તેની સાથે સંખેડામાં રહેતા પિતરાઇ બે દિવસ સુધી તેમની સાથે રહ્યાં હોવાથી પિતરાઇને પણ છોટાઉદેપુરના આઇસોલેશન વોર્ડમાં ઓબ્ઝર્વેશનમાં મૂકાયા છે. શરૂઆતમાં આ શખ્સે આનાકાની કરી હતી પણ છેવટે તૈયાર થઇ ગયા હતા.

અા રીતે તંત્ર લડશે કોરોના સામે?કોર્પોરેશનના સ્ટાફને માસ્ક અને ગ્લોવ્ઝ િવના કોરોનાગ્રસ્તની સોસાયટીમાં સેનેટાઇઝેશન કરવા મોકલી અપાયો

સિટી રિપોર્ટર | વડોદરા

વડોદરામાં કોરોનાના પોઝિટિવ દર્દી તરીકે જાહેર થયેલા મકરપુરાના 49 વર્ષના એક રહીશને એસએસજીમાં દાખલ કરવામાં આવ્યો છે અને સારવાર ચાલી રહી છે. પણ બીજી તરફ તેમની સોસાયટીના સંખ્યાબંધ રહીશોનો જીવ તાળવે પહોંચી ગયો છે. આ સોસાયટી આ વિસ્તારની સૌથી જૂની સોસાયટીઓ પૈકીની એક ગણાય છે. 47 વર્ષ પહેલા આ સોસાયટી બાંધવામાં આવી હતી અને હાલમાં 41 મકાનો છે. આ સોસાયટીના લોકો એટલા માટે ગભરાઇ ગયા છે કારણ કે કોરોના પોઝિટિવ જાહેર થયેલા દર્દી સ્પેનથી આવ્યા બાદ તુરંત જ સોસાયટીના સભ્યો સાથે ધૂળેટી રમ્યા હતા. આ ઉપરાંત તેમના ઘરમાં અને આસપાસના ઘરમાં કામ કરતી કોરોનાગ્રસ્તની કામવાળી બાઇના પણ નમૂના લેવામાં આવ્યાં છે.

સોસાયટીના રહીશોએ નામ જાહેર ન કરવાની શરતે કેટલીક માહિતી જણાવી હતી. મૂળે માણસાનો પરિવાર 15 વર્ષ પહેલા અહીં રહેવા આવ્યો હતો. તેમના પરિવારમાં પત્ની અને બે સંતાનો છે. તેઓ સ્પેનમાં જ રહે છે. સંતાનોમાં અેક સંતાન પાઇલટ છે, જ્યારે બીજાનો અભ્યાસ ચાલે છે. તેઓ 27મી ફેબ્રુઆરીએ સ્પેનના પ્રવાસે ગયા હતા અને 8મી માર્ચે મુંબઇ પરત ફર્યા હતા. ત્યારબાદ 10મી માર્ચે ધૂળેટી હોવાથી તે સોસાયટીના લોકો સાથે ઉજવવા આવ્યા હતા. પણ તેમને કે સોસાયટીના સભ્યોને ક્યાં જાણ હતી કે જાણે-અજાણે તેઓ પોતાની સાથે કોરોનાનો ભયંકર વાયરસ પણ લાવ્યા છે. 17મી માર્ચે મંગળવારે તેમને તાવ આવતા એસએસજીમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે શુક્રવારે પાલિકાની ટીમ બપોરે એક વાગ્યે આવી અને હકીકતની જાણ થઇ ત્યારે સોસાયટીના લોકોના પેટમાં ફાળ પડી. તેમના ઘરે કામ કરતી કામવાળીબાઇ મંદા(નામ બદલેલું છે) બેનના પણ લોહીના નમૂના લેવાયા એટલું જ નહીં તેમનું મેડિકલ સ્ક્રિનિંગ કરાયું હતું. કેટલાક રહીશો માંજલપુરના અર્બન હેલ્થ સેન્ટર ખાતે તબીબને મળી આવ્યાં હતા અને કોરોના અંગે કઇ કઇ સાવધાની રાખવી જોઇએ તેનું માર્ગદર્શન લીધું હતું. સામાન્યત: કોરોનાનો વાઇરસ લાગે તો 14 દિવસ સુધી તે લક્ષણો બતાવે છે. 10મી માર્ચથી આજ (શુક્રવાર) સુધી 10 દિવસ થઇ ગયા છે હજી ચાર દિવસ આ સોસાયટીના લોકોનો જીવ અધ્ધર રહેશે.

મકરપુરા રોડની એ સોસાયટીમાં સન્નાટો, ઘરની કામવાળીના પણ નમૂના લેવાયા


પાલિકા તંત્ર કોરોના સામે સજ્જ હોવાના દાવા અને નાગિરકોને માસ્ક પહેરવા,હાથ વારેઘડીએ સાફ કરવા,છીંક કે ખાંસી આવે તો નાક મ્હોં પર રૂમાલ રાખવાની સલાહ વચ્ચે શહેરના પ્રથમ કોરોના પોઝિટિવ કેસની એન્ટ્રી બાદ મકરપુરામાં અસરગ્રસ્ત સોસાયટીમાં સેનિટાઇઝેશન માટે પાલિકાએ સફાઇસેવકો તેમજ આરોગ્યના સ્ટાફને માસ્ક અને હેન્ડગ્લોવ્ઝ વિના ઉતારી દીધો હતો. ગાઇડલાઇન મુજબ, આવા કિસ્સામાં સ્પોટ પર જવાનું હોય ત્યારે માસ્ક-ગ્લોવ્ઝ પહેરવા ફરજિયાત છે અને કોઇપણ ચીજવસ્તુને અડકવુ નહીં અને બને ત્યાં સુધી દુરથી જ કામગીરી કરવી. પરંતુ,પાલિકાની ગંભીરતા ખુલ્લી પડી ગઇ હતી.
અન્ય સમાચારો પણ છે...