તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Son Arrested For Stole Jewelery Worth Rs 237 Lakh From Elderly Father39s House 073529

વૃદ્ધ પિતાના ઘરમાંથી 2.37 લાખના દાગીના ચોરનાર પુત્ર ઝડપાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંજલપુરના 60 વર્ષિય વૃદ્ધના મકાનમાંથી ગત તા. 12 એપ્રિલના રોજ 2.37 લાખની મતાનાં સોનાચાંદીનાં ઘરેણાંની ચોરી થતાં વૃદ્ધે 23 વર્ષીય પુત્ર વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ડીસીબી પોલીસે તપાસ હાથ ધરી ચોરી કરનાર 23 વર્ષીય પુત્રને રૂ. 2.66 લાખના મુદામાલ સાથે પકડી પાડ્યો છે.

બનાવ અંગે પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર શહેરના માંજલપુરમાં રહેતા રાજુભાઈ મફતભાઈ મિસ્ત્રીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગત 31 માર્ચે તેમનો પુત્ર અમર સાથે ઝઘડો થયો હતો ત્યારે અમર ઘર છોડી ક્યાંક જતો રહ્યો હતો. જેથી તેઓએ ઘરમાં તિજોરીની તપાસ કરતાં તિજોરીમાં રાખેલા રૂ. 2.37 લાખની મતાના દાગીના જોવા મળ્યા ન હતા. જેથી તેઓએ બનાવ અંગે તેમના દીકરા અમરે તિજોરીમાંથી રૂ. 2.37 લાખની મતાના દાગીનાની ચોરી કરી હોય તેવી ફરિયાદ માંજલપુર પોલીસમાં નોંધાવી હતી.

તપાસ દરમિયાન ડીસીબી પોલીસે અમર મિસ્ત્રીને બાતમીના આધારે ઘડિયાળી પોળ, માંડવી પાસેથી ચોરી કરેલ રૂ. 2.66 લાખના સોનાચાંદીના દાગીના સહિત મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. આ ઉપરાંત પોલીસે વધુ પુછપરછ કરતા તેને ચાર મહિના અગાઉ પિતાની અજાણે ઘરમાંથી ચોરી કરી હોવાનું કબલ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, પોલીસે કાયદેસરની કાર્યવાહી માટે અમર મિસ્ત્રીને માંજલપુર પોલીસને સોંપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...