તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમાજ સ્ટોરીઝ ઓન સ્ટેજ 56 દિવસનો થિએટર વર્કશોપ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પૅજ ટુ સ્ટેજ થિયેટર દ્વારા સમાજ સ્ટોરીઝ ઓન સ્ટેજ નામના થિએટર વર્કશોપનું આયોજન વડોદરા ખાતે કરવામાં આવ્યું છે. આ વર્કશોપ શહેરના દિર્ગ્દર્શક, લેખક, એક્ટર અને ગીત થીએટર ના ફોઉન્ડર રોહિત પ્રજાપતિ દ્વારા આયોજિત કરવામાં આવેલ છે. જેમાં સમાજને લગતી વાર્તાઓ અને તેને લગતી સમસ્યાઓને કઈ રીતે ઉકેલવી તે વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ વર્કશોપ 8 અઠવાડિયાનો છે જે 22 જૂનથી પ્રારંભ થનાર છે.

10 ઓગસ્ટના રોજ આ વર્કશોપનું ફાઇનલ પ્રેઝન્ટશન અને ગ્રજ્યુએશન પ્રોગ્રામ પણ યોજવામાં આવનાર છે. આ વર્કશોપ ફક્ત 18 વર્ષથી ઉપરના લોકો માટે જ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્કશોપમાં લિમિટેડ સીટ જ રાખવામાં આવી છે. ત્યારે તમામ લોકોને અપીલ કરવામાં આવી છે કે વહેલી તકે રેજીસ્ટ્રેશન કરી લે. જેને કારણે ઉત્સુક અને રસિક લોકો યોજાનાર આ વર્કશોપનો લાભ લઇ થિટેટર પ્રવૃત્તિ શીખી શકે.

Theatre Workshop

અન્ય સમાચારો પણ છે...