• Gujarati News
  • National
  • Vadodara News Smart City Is Not Meant To Be Modernized It Is Meant To Maintain Dhorohar Prof Chhaya 074038

સ્માર્ટ સિટીનો અર્થ મોડર્ન થવાનો નહીં, ધરોહરને જાળવવાનો છે : પ્રો.છાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરની નવરચના યુનિવર્સિટીની સ્કૂલ ઓફ એન્વાયર્મેન્ટલ ડિઝાઇન એન્ડ આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓ દ્વારા તેમના વર્ષ દરમ્યાન બનાવવામાં આવેલા પ્રોજેક્ટનું ડિસ્પ્લે ધ સ્પ્રિંગ સેમેસ્ટર-2019 અંતર્ગત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ શહેરની વિનાશ પામી રહેલી ધરોહરો તેમજ તળાવો પર પ્રોજેક્ટ તૈયાર કર્યા છે. વડોદરા શહેરમાં ઘણા એવા ઐતિહાસિક સ્થળો છે જે તેની સુસંગતા ત્યજી ચુક્યા છે. શહેરની આવીજ ધરોહરને જાળવવી રાખવા ઇન્ટીરિયર ડિઝાઇન, આર્કિટેક્ચર તેમજ લેન્ડસ્કેપ ડીઝાઈનીંગના વિદ્યાર્થિઓ દ્વારા શહેરની ભદ્ર કચેરી, રેલવે સલુન શેડ તેમજ ભાયલી તળાવ પર પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવેલ છે. આ એક્ઝિબિશન 10, 11 અને 12 મે ના રોજ સવારે 10.00 થી સાંજના 7.00 વાગ્યા સુધી નવરચના યુનિવર્સિટી ખાતે નીહાળી શકાશે.

શહેરની ધરોહરોને સાચવીને તેનો વધુ ઉપયોગ કેવી રીતે થાય તે વિદ્યાર્થીઓએ જણાવ્યું
મહારાજા રેલવે સલૂન શેડ પર સહયોગી શિક્ષણ કેન્દ્રનો પ્રોજેક્ટ રજૂ કર્યો
શહેરના પંડ્યા બ્રીજ નજીક આવેલા મહારાજા રેલવે સલુન શેડ પર બીજા વર્ષના ઈન્ટીરીયર ડીઝાઈનીંગના વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટ તૈયાર ક્યો છે. તેમણે આ બીલ્ડીંગ અને આસપાસના વિસ્તારનો અભ્યાસ કરી ત્યાં સહયોગી શિક્ષણ કેન્દ્રનો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે. જેમાં કેફે, ઓડીટોરીયમ, ઓફીસ, વર્કીંગ સ્પેસ, એક્ઝિબિશન સ્પેસ ધરોહરને ધ્યાનમાં રાખીને બનાવી છે.

ભદ્રકચેરી સચવાશે અને તેનો ઉપયોગ પણ થશે
Heritage

Conservation

ત્રીજા વર્ષના ઈન્ટીરીયર ડીઝાઈનીંગના વિદ્યાર્થીઓએ પાણીગેટ વિસ્તારમાં 2900 સ્કેવર મીટરમાં આવેલી ભદ્ર કચેરી પર પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો. ભદ્ર કચેરીના સ્ટ્રક્ચરને નુકસાન ન પોહચે તે રીતે તેમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગ વિદ્યાર્થીઓએ કર્યું છે. કચેરી બહાર કાચના બ્રિજ, કોર્પોરેટ ઓફિસ માટે જાળી વાળા ફર્નિચરની ડિઝાઇન બનાવામાં આવેલ છે. વિદ્યાર્થીઓએ જણાવ્યુ હતું કે, આ કન્સેપ્ટથી ભદ્ર કચેરી જળવાઈ રેહશે અને નાગરીકોને ઉપયોગી નિવડશે.

ફ્યુચર, નેચર, પીપલ ફ્રેન્ડલી ડિઝાઇન સ્કૂલ બનાવીશું
સ્કૂલ ઓફ એન્વાયર્મેન્ટલ ડિઝાઇન એન્ડ આર્કિટેક્ચરમા પ્રો.ટી.એમ.છાયા માર્ગદર્શક તરીકે જોડાયા છે. તેમણે જણાવ્યું કે, આજના યુગમાં લોકો સ્માર્ટ સિટી બનાવવાને કારણે આપણી ધરોહરની કદર કરતા નથી અને તેને નુકસાન પહોંચાડે છે. SEDA દ્વારા અમે આવનારા 5 વર્ષોમાં સ્માર્ટ સિટીની સાથે સાથે આપણી ધરોહરને જાળવી તેનામાં ઈનોવેશન લાવીને લોકે સમક્ષ પ્રસ્તુત કરીશંુ. જેથી લોકો તેનો મહત્તમ ઉપયોગ કરીને તેને જાળવવાનો પ્રયાસ કરે. કારણકે સ્માર્ટ સિટીનો અર્થ જ ધરોહરને જાળવી રાખવાનો છે. અમે આવનારા 5 વર્ષોમાં ફ્યુચર ફ્રેન્ડલી નેચર ફ્રેન્ડલી તેમજ પીપલ ફ્રેન્ડલી આર્કિટેક્ચર અને ડિઝાઇન સ્કૂલ બનાવીશંુ.

અન્ય સમાચારો પણ છે...