તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Small And Medium Businesses Make Global Identities With Their Production 074553

લઘુ અને મધ્યમ ઉદ્યોગો તેમના ઉત્પાદનથી વૈશ્વિક ઓળખ બનાવે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ ખાતે શુક્રવારે યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના ચેરમેન કેવલ હાંડાનું મેક અ મિટલ્સ્ટેન્ડ ઇન ઇન્ડિયા વિષય પર લેક્ચર રાખવામાં અાવ્યું હતું.તેમણે જણાવ્યું હતું કે જર્મનીમાં અાવેલા મિટલ્સ્ટેન્ડ વિસ્તારમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોનું મોડેલ દુનિયામાં અાગવી ઓળખ ધરાવે છે.અાપણે પણ તેવી જ રીતે લઘુ અને મધ્યમ ઉદ્યોગોને અાગળ વધારવા જોઇએ.એમ.એસ.એમ.ઇ તેમની વૈશ્વિક ઓળખ ઉભી કરે તે જરૂરી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મિટલ્સ્ટેન્ડમાં ઉદ્યોગો દ્વારા એક જ પ્રોડક્ટ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં અાવે છે અને તેને કારણે વૈશ્વિક ઓળખ ઉભી કરવાનો પ્રયાસય કરવામાં અાવે છે.

અન્ય સમાચારો પણ છે...