તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Six Vehicle Drivers Foiled With An E Memo To Avoid The Number Plate 073509

ઇ-મેમોથી બચવા નંબર પ્લેટ સાથે ચેડાં કરતા 6 વાહન ચાલક ઝડપાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં સીસી ટીવી કેમેરા દ્વારા ટ્રાફિકના નિયમનનો ભંગ કરી રહેલા વાહન ચાલકોને ઓળખી લઇ તેમની સામે ઇ-મેમો જનરેટ કરવામાં આવે છે. જોકે કેટલાક વાહન ચાલકો ઇ-મેમોથી બચવા માટે પોતાના વાહનની નંબર પ્લેટ વાળી દઇ અથવા તેની પર પટ્ટી કે ચુંદડી બાંધી દેતા હોવાનું બહાર આવતાં ટ્રાફિ ક પોલીસ દ્વારા આવા વાહન ચાલકો સામે કાર્યવાહી શરૂ કરાઇ છે. પોલીસે આવા 62 વાહન ચાલકોને ઝડપી લઇ તેમનાં વાહન ડિટેઇન કર્યાં હતાં. આ ઉપરાંત પુર ઝડપે વાહન ચલાવતા ફુડ હોમ ડીલીવરી કરતા વાહન ચાલકોને ઝડપી તેમનાં વાહન ડિટેઇન કર્યાં હતાં.

ટ્રાફિ ક પોલીસે જણાવ્યું હતું કે સીસી ટીવી કન્ટ્રોલ રૂમ દ્વારાનિયમોનો ભંગ કરનારા વાહન ચાલકોને ઇ મેમો જનરેટ કરાય છે પણ કેટલાક વાહન ચાલકો સીસી ટીવી કેમેરામાં પોતાના વાહનનો યોગ્ય અને સાચો નંબર જોવા ના મળે તે માટે અને પોતાને ઇ-મેમો ના મળે તે માટે વાહનની નંબર પ્લેટ વાળી દઇ અથવા તેની પર કપડું કે ચુંદડી કે પટ્ટી લગાવી દેતા હોવાનું જોવા મળ્યું હતું, જેથી વિવિધ ચાર રસ્તા પર ખાસ ડ્રાઇવ યોજીને આવી નંબર પ્લેટ ધરાવનારા વાહન ચાલકોને રોકીને તેમની સામે કાર્યવાહી કરાઇ રહી છે. સોમવારે આવા 6 વાહન ચાલકો ઝડપાયા હતા. આ ઉપરાંત પુર ઝડપે વાહન ચલાવી ફુડ હોમ ડીલીવરી કરતા ઝોમેટો, સ્વીગી, ઉબેર, ડોમીનોઝ પીત્ઝા, કેએફસીના હોમ ડીલીવરી બોય હેલ્મેટ વગર ટુ સમય મર્યાદામાં ફુડ ડીલેવરી કરવાની હોવાથી ડીલીવરી બોય ઓવર સ્પીડમાં વાહન ચલાવતા હોય છે. તેમજ રોગ સાઇડ વાહન ચલાવે અને મોબાઇલ ફોન ઉપયોગ કરતા હોય છે. જેથી વિવિધ ચાર રસ્તા પર ખાસ ડ્રાઇવ યોજીને હોમ ડીલીવરી બોયને રોકીને તેમની સામે કાર્યવાહી કરાઇ રહી છે. સોમવારે આવા ઝોમેટોના 10 , સ્વીગીના 7 , ઉબેરના 3 અને ડોમીનોઝ પીત્ઝાના 1 ડીલીવરી બોય મળી કુલ 21 ડીલેવરી બોય ઝડપાયા હતા. અને તેમનાં વાહન ડિટેઇન કર્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...