તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Six Complaints In Two Months For Cleanliness Of Jijimata Lake In Makarpura Though Status Quo 075202

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મકરપુરાના જીજીમાતા તળાવની સફાઈ માટે બે માસમાં છ ફરિયાદ, છતાં સ્થિતિ ઠેરની ઠેર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

શહેરના મકરપુરા ગામમાં આવેલા પાૈરાણિક જીજીમાતાના તળાવની સફાઇ કરવાની પાલિકા તસ્દી લઇ રહી નથી અને બે મહિનામાં સ્થાનિક રહીશોએ છ ફરિયાદ કરી હોવા છતાં પાલિકાએ તેની ગંભીરતા દાખવી નથી.

સ્વચ્છતા સર્વેક્ષણમાં વડોદરાને લીગમાં ચોથો નંબર મળ્યો છે પણ ત્યારબાદ સફાઇમાં હજી સુધારો જોવા મળી રહ્યો નથી. શહેરમાં હજી પણ કેટલાયે વિસ્તારોમાં કચરાના નિકાલમાં નિરસતા જોવા મળી રહી છે અને ડોર ટુ ડોરની ગાડીઓ નિયમિત રીતે જતી નહીં હોવાની ખુદ કાઉન્સિલરો જ બૂમો પાડી રહ્યા છે. શહેરનાં તળાવોના બ્યૂટિફિકેશન પાછળ પાલિકા કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહી છે પરંતુ દક્ષિણ વિસ્તારના છેવાડે આવેલા જીજીમાતાના તળાવમાં સફાઇની અનિયમિતતાના કારણે કચરાના ઢગલા થઇ રહ્યા છે અને ધીમે ધીમે ઉકરડાનું સ્થાન બની રહ્યું હોવાનો આક્રોશ સ્થાનિક રહીશો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.

આ મામલે પાલિકાના વ્હોટ્સ અપ નંબર 99131 66666 પર છેલ્લા બે મહિનામાં છ વખત ફરિયાદ કરવામાં આવી હતી અને મામલો સેનેટરી અને એન્જિનિયરિંગ વચ્ચે ડચકાં ખાઇ રહ્યો છે. તળાવમાં ઉગી નીકળતા વેલા, ઝાડી ઝાંખરાંની સફાઇ કરવાની જવાબદારી એન્જિનિયરિંગ વિભાગની છે અને બાકીની સફાઇની કામગીરી સેનેટરી વિભાગની છે તેવા જવાબો રહીશોને મળ્યા હતા અને તળાવમાં અને કિનારે પડેલા કચરાના નિકાલની વાટ જોવામાં આવી રહી છે.

પાલિકાએ માત્ર ઝાડી ઝાંખરાં સાફ કરી સંતોષ માન્યો

એક તરફ શહેરનાં તળાવોનું બ્યૂિટફિકેશન કરાઈ રહ્યું છે, જ્યારે બીજી તરફ ઉપેક્ષા

_photocaption_શહેરના મકરપુરા ખાતે આવેલા જીજામાતા તળાવની તંત્ર દ્વારા સાફસફાઇ કરવામાં આવતી ન હોવાના કારણે ઉકરડો બની રહ્યું છે.*photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો