તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિવપરિવાર સુવર્ણમઢિત : આજે દર્શન ખુલ્લા મુકાશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શિવરાત્રી પહેલા જ સત્યમ શિવમ સુંદરમ પરિવાર ટ્રસ્ટ દ્વારા 11 ફુટ ઉંચા નંદી પર સવાર શિવપરિવારને સત્યમસુવર્ણમઢિત કરી દેવાયો છે. આરાધના ટોકીઝ સામે આવેલા કૈલાસપુરી ધામ ખાતે રહેલી આ પ્રતિમાને સોમવારે સવારે 11 વાગે શહેરીજનોના દર્શન માટે ખુલ્લા મુકવામાં આવશે.

ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું કે, 4 માર્ચના રોજ શિવરાત્રી દરમિયાન સોનાના ઢાળ ચઢાવેલી શિવપરિવારની મુર્તી નગરચર્યાએ નિકળતા લોકો શિવપરીવારના દર્શન કરી શકસે.

પ્રથમ શિવપરિવાર જે રથ પર બિરાજમાન છે,તે રથને કલર કરવામાં આવ્યો છે. પોઠીયાના દાગીના જેમકે તેના ગળામાં રહેલો ઘંટ,પગના આભુષણ સહિતના દાગીના સોનાના કરવામાં આવ્યાં છે. જ્યારે શિવજી-પાર્વતી-ગણેશ તેમજ પોઠીયા પંચધાતુમાંથી બનેલા હોવાથી આ મુર્તી પર ડાયરેક્ટ સોનું ચઢાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો