સાહેબ, જો મને કોરોના થશે તો મારી ફેમિલીનું શું થશે?

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જો મને કોરોના થશે તો મારા પરિવારનું શું થશે તેવા વિચારો સાથે લોકો સાઇકોલોજિસ્ટની મદદ લઇ રહ્યા છે. કાઉન્સેલિંગ સેન્ટર પર રોજના 8થી 10 લોકો ફોન કરી રહ્યા છે. કોરોનાના ભયના પગલે એક વ્યક્તિએ કાર્ડથી પેમેન્ટ કર્યા પછી પોતાનું કાર્ડ, પાકિટ, વ્હીકલ પાણીથી ધોઇ નાખ્યા પછી પણ ભયભિત છે.

કોરોનાની સ્થિતિના પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વાઇરસથી કશું થઇ જશે તેવા ભય હેઠળ લોકો સતત જીવી રહ્યા છે. કોરોના વાઇરસથી થતી ચિંતા દૂર કરવા મફતમાં કાઉન્સેલિંગ કરાઈ રહ્યું છે. સંબંધ ક્લિનિક સેન્ટર ફોર મેન્ટલ હેલ્થ એન્ડ વેલબિઇંગના સાઇકોથેરાપિસ્ટ એન્ડ કાઉન્સિલર ડો.ઉત્કર્ષ ગાંગેરા તથા ડો.દીપ્તિ ગાંગેરાએ જણાવ્યું હતું કે, રોજ 8 થી 10 ફોન આવી રહ્યા છે. 30 થી 35 વર્ષના યંગસ્ટર પૂછી રહ્યા છે કે, મને કોરોના થશે તો મારા પરિવારનું શું થશે ? અમે કાઉન્સિલર તરીકે તેમને સમજાવીએ છીએ કે, કદાચ કેસ પોઝિટિવ આવે તો પણ તેમાં મૃત્યુ જ થાય છે તેવું નથી. કોરોના એટલે મૃત્યુ નથી, સાવચેતી રાખવાની જરૂર છે. ઇમ્યૂનિટી લેવલ વધારો. અન્ય એક વ્યક્તિનો ફોન આવ્યો હતો, જેણે પેટ્રોલ પૂરાવીને કાર્ડથી પેમેન્ટ કર્યું હતું. ત્યારબાદ તે ડરી ગયો હતો કે, તેને કોરોનાનો ચેપ લાગી ગયો છે. તેના પગલે તેણે કાર્ડ, પાકિટ, વ્હીકલ પાણીથી ધોઇ નાખ્યાં હતાં, છતાં કોરોનાનો ચેપ લાગ્યો છે, તેવા ભયથી પીડિત હતો. લોક ડાઉનમાં પણ અલગ-અલગ પાર્ટનર સાથે નથી રહી રહ્યા તેઓ પણ એકલતા અનુભવી રહ્યા છે. જેમનાં બાળકો વિદેશમાં છે, તેમને પણ ભય સતાવી રહ્યો છે કે, ત્યાં તેમની શું સ્થિતિ હશે.

કાઉન્સેલિંગ માટે હેલ્પલાઈન

}સંબધ ક્લિનિક સેન્ટર ફોર મેન્ટલ 9879595258

હેલ્થ એન્ડવેલબિઇંગ સેન્ટર 9879595268

}ડિપાર્ટમેન્ટ ઓફ સાઇકોલોજી, MSU 9824514033

}શરણમ થેરાપી એન્ડ હીલિંગ સેન્ટર 9137798492
તથા ધ માઇન્ડ એન્ડ આર્ટ્સ ઇન્સ.

} કોરોના વાઇરસનો પ્રકોપ વિશ્વ સ્તરે ફેલાયો છે ત્યારે જેમના સ્વજનો વિદેશમાં રહે છે તેમની સ્થિતિ અંગે પણ લોકો ચિંતિત થઈ રહ્યા છે

કાર્ડથી પેમેન્ટ કર્યા પછી એક વ્યક્તિએ કાર્ડ, પાકિટ, ટુ-વ્હીલર તમામ વસ્તુઓ પાણી વડે સાફ કરી

કોરોના પોઝિટિવ વ્યક્તિનું મૃત્યુ જ થશે તેવું નથી, લોકોએ ગભરાવાની નહીં સાવચેતી રાખવાની જરૂર
અન્ય સમાચારો પણ છે...