તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સિદ્ધપુર નર્સિંગ કોલેજના આચાર્યની વડોદરામાં બદલી કરાતાં વિરોધ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

પાટણની સિદ્ધપુર નર્સિંગ કોલેજમાં ફરજ બજાવતા પ્રિન્સિપાલ મહેન્દ્ર પટેલ વિદ્યાર્થિનીઓને મોડી રાત્રે ફોન કરી, વોટ્સએપ મેસેજ કરી ઓફિસમાં એકલી બોલાવીને સતામણી કરતા હોવાના મુદ્દે વિવાદમાં ફસાયા છે. લંપટ પ્રિન્સિપાલની બદલી વડોદરા નર્સિંગ કોલેજમાં કરવામાં આવતાં એબીવીપીએ વિરોધ નોંધાવ્યો છે.

સિદ્ધપુર નર્સિંગ કોલેજમાં ફરજ બજાવતા પ્રિન્સિપાલ મહેન્દ્ર પટેલ સામે કોલેજની વિદ્યાર્થિઓએ સતામણીના ગંભીર આક્ષેપો કર્યા બાદ ભારે વિવાદ થયો છે. છેલ્લા 15 દિવસથી સિદ્ધપુરમાં વિદ્યાર્થીઓ દ્વારા દેખાવો, ચક્કાજામ કરીને વિરોધ નોંધાવી રહ્યો છે. વિવાદાસ્પદ પ્રિન્સિપાલની બદલી વડોદરા સરકારી નર્સિંગ કોલેજમાં કરાતાં એબીવીપીએ વિરોધ નોંધાવીને સસ્પેન્ડ કરવાની માગણી કરી હતી. એબીવીપીના મહાનગર મંત્રી સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે મહેન્દ્ર પટેલ પર અગાઉ અમદાવાદ અને જામનગરની વિદ્યાર્થિનીઓ પર જાતીય સતામણીના આક્ષેપો લાગેલા છે. તેમની આવા વિષયોને લઇ અનેક વાર બદલી પણ થઇ ચૂકી છે. તો શિક્ષણ જગતમાં આવી કલંકિત વ્યક્તિઓને છાવરવામાં કેમ આવી રહી છે. જેના વિરોધને લઇને વિદ્યાર્થીઓએ તારીખ 18,19,20,21 નવેમ્બર સુધી સ્ટ્રાઇક કરી પોતાનો અભ્યાસ પણ બગાડ્યાે હતો. જેને લઇ મહેન્દ્ર પટેલને વહીવટી કારણોસર વડોદરા સરકારી નર્સિંગ કોલેજમાં લેક્ચરર સિલેક્શન વર્ગ 1 તરીકે ફરજ બજાવવા માટે આદેશ કરાયો છે,સંસ્કારી નગરી વડોદરામાં આવી અસંસ્કારી વ્યક્તિનાે સ્વીકાર કરવો જોઇએ નહીં. વિદ્યાર્થી પરિષદ માગણી કરે છે કે સરકારી નર્સિંગ કોલેજ પ્રશાસન પણ તેનો વિરોધ કરે. જો તે ફરજ બજાવવા આ કોલેજમાં પ્રવેશ કરશે તો વિદ્યાર્થી પરિષદ સખ્ત વિરોધ કરશે. જેની જવાબદારી સત્તાધીશોની રહેશે.

પાટણની સિદ્ધપુરની નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ મહેન્દ્ર પટેલને શહેરની નર્સિંગ કોલેજમાં પ્રવેશ મુદ્દે વિદ્યાર્થીઅો દ્વારા વિરોધ કરવામાં અાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...