- Gujarati News
- National
- Vadodara News Shubhangini Who Belongs To Gwalior Her Husband Was A Congress Mp And Herself A Leader In The Bjp 074523
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગ્વાલિયર સાથે સંબંધ ધરાવે છે શુભાંગિની, પતિ કોંગ્રેસના સાંસદ હતા અને પોતે ભાજપમાં નેતા
જન્મ: 24 ફેબ્રુઆરી 1945
શિક્ષણ: બીએ ઑનર્સ ઇતિહાસ, અંગ્રેજી સાહિત્ય અને અર્થશાસ્ત્ર (લખનઉ યુનિ.)
પતિ: રણજિતસિંહ ગાયકવાડ
જ્યોતિરાદિત્ય સિંધિયાને ભાજપમાં લાવવા પાછળ શુભાંગિની રાજે ગાયકવાડને જવાબદાર માનવામાં આવે છે. અહેવાલ મુજબ શુભાંગિની જ સિંધિયાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીક લઈ આવ્યાં. વડોદરા શાહી પરિવારમાં રાજમાતાનો દરજ્જો મેળવનાર શુભાંગિનીનો સંબંધ ગ્વાલિયર સાથે છે. તેઓ ગ્વાલિયરના શાહી જાધવ પરિવારમાંથી આવે છે. જો કે રાજપરિવારે સત્તાવાર રીતે તેમની ભૂમિકા અંગેનો ઇનકાર કર્યો છે. 75 વર્ષીય શુભાંગિની રાજે પોતે ભાજપના નેતા છે. તેઓ ખેડા સંસદીય ક્ષેત્રમાંથી 2 વાર લોકસભાની ચૂંટણી લડી ચૂક્યાં છે. 1996માં અપક્ષ તરીકે અને 2004માં ભાજપ તરફથી તેઓ ચૂંટણી લડ્યાં હતાં. જો કે બંનેવાર તેમનો પરાજય થયો હતો. 2014ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ વડોદરાથી ઉમેદવારી નોંધાવી હતી. શુભાંગિની રાજે તે સમયે તેમની સાથે હતાં. તેઓ મોદીના પ્રસ્તાવક હતા. શુભાંગિનીના પતિ રણજિતસિંહ ગાયકવાડ કોંગ્રેસના નેતા હતા. 1980થી 1989 સુધી તેઓ વડોદરાના સાંસદ હતા.શુભાંગિની રાજે 2015થી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિ.ના ચાન્સેલર છે. તે પહેલા તેઓ ત્રણ વર્ષ સુધી યુનિવર્સિટીના સેનેટર હતા.
સિંધિયા અને શુભાંગિનીમાં શું સંબંધ છે?
જ્યોતિરાદિત્યની પત્ની પ્રિયદર્શીની રાજે વડોદરા શાહી પરિવારમાંથી આવે છે. આઝાદી પછી દેશનાં અન્ય રજવાડાંની જેમ વડોદરાનું રજવાડું પણ ભારતમાં ભળી ગયું. વડોદરાના રાજમાતા શુભાંગિની રાજે પ્રિયદર્શીનીનાં મોટાં કાકી છે. પ્રિયદર્શીના પિતા સંગ્રામસિંહ વડોદરા શાહી પરિવારના ભૂતપૂર્વ રાજા પ્રતાપસિંહ ગાયકવાડના સૌથી નાના પુત્ર છે. તેઓ ત્રણ ભાઈ હતા. સૌથી મોટા ફતેહસિંહરાવ ગાયકવાડ વડોદરાના મહારાજા બન્યા. 1988માં તેમના મૃત્યુ પછી રણજિતસિંહ રાજા બન્યા. 2012માં રણજિતસિંહનું નિધન થઈ ગયું. તેમના નિધન પછી રણજિતસિંહના પુત્ર સમરજિતસિંહ અહીંના રાજા બન્યા. ગાયકવાડ પરિવારમાં સંપત્તિને લઈને વિવાદ ચાલે છે. 78 વર્ષીય સંગ્રામસિંહ પોતાની પત્ની આશારાજે સાથે મુંબઈ રહે છે. વિવાદ પૈતૃક સંપત્તિની વહેંચણી અંગે છે.
લાઈમ લાઇટમાં શુભાંગિની રાજે ગાયકવાડ| કારણ કે જ્યોતિરાદિત્ય સંધિયાને ભાજપમાં લાવવામાં તેમની ભૂમિકા રહી