તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Shree Kattabhanjan Dev Hanumanji Temple Lokdiyaras And Samaj Yagna In Salongpur 073513

શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર, સાળંગપુરમાં લોકડાયરો અને સમૂહ યજ્ઞ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર, સાળંગપુર ખાતે હનુમાન જયંતિ નિમિત્તે તા.18 એપ્રિલને ગુરૂવારના રોજ રાત્રે 9 કલાકે હનુમાનજી મંદિરમાં પ્રાંગણમાં, રાજભા ગઢવી, દીગુભા ચુડાસમા તેમજ સાથી કલાકારો દ્વારા લોકડાયરો યોજાશે. તેમજ રાત્રે 10 કલાકે લાઇટ એન્ડ સાઉન્ડ શો કરવામાં આવશે. તદ્ ઉપરાંત તા.19 એપ્રિલને શુક્રવારના રોજ મંગળા આરતી સવારે 5.15 કલાકે, શણગાર આરતી સવારે 7 કલાકે, સમૂહ યજ્ઞ પ્રારંભ સવારે 7 કલાકે, અભિષેક દર્શન સવારે 9.30 કલાકે, અન્નકૂટ આરતી બપોરે 11.30 કલાકે યોજાશે. જેમાં ભાઇ તેમજ બહેનોએ સજોડે યજ્ઞમાં બેસવાનું હોય તો શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર, સાળંગપુરમાં કાઉન્ટર નંબર-4 ઉપર નામ નોંધાવીને રસીદ મેળવી લેવી.

શ્રી વડીલ વિહાર વાટિકા દ્વારા કારેલીબાગ ખાતે ભજન સંધ્યા
શ્રી વડીલ વિહાર વાટિકા, (ચેરીટેબલ ટ્રસ્ટ) દ્વારા તા.15 એપ્રિલનેે સોમવારના રોજ સાંજ 5.00 કલાકે બુદ્ધદેવ કોલોની સામે, બરોડા ચેશાયર હોમની બાજુમાં, કારેલીબાગ સંસ્થાના પટાંગણમાં ભજન સંધ્યાના કાર્યક્રમનું આયોજન કરાયું છે.

ગુજરાત વણકર સેવા સમાજ દ્વારા 18મો સમૂહ લગ્નોત્સવ
ગુજરાત વણકર સેવા સમાજ દ્વારા તા.7 મે ના રોજ સવારે 9.00 કલાકે વડોદરા મહાનગર સેવા સદન, અતિથિગૃહ, હાઇટેન્શન રોડ, સુભાનપુરા ખાતે 18મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું છે. ઇચ્છુકોએ તા.15 એપ્રિલ 2019 સુધીમાં ગોરધનભાઇ આર્ય, ડી-39, સહયોગ સોસાયટી, રીફાઇનરી રોડ, ગોરવા, અશોકકુમાર એમ. પટેલ, બી-155, આશાલત્તા પાર્ક, કમલાનગર, આજવા રોડ અને મોહનભાઇ એમ. પરમાર, સી-17, ગાંધીનગર સોસાયટી, સુભાનપુરા ખાતે સંપર્ક કરવા જણાવાયું છે.

ધૈર્ય શર્માને ફર્સ્ટ રનર્સઅપની ટ્રોફી એનાયત કરાઇ
જય ભોલે સુંદરકાંડ પરિવાર છાણી દ્વારા સુંદરકાંડ પાઠ
જય ભોલે સુંદરકાંડ પરિવાર છાણી દ્વારા તા.19 એપ્રિલને શુક્રવારને 2019ના રોજ રાત્રે 8.30 કલાકે કબીરવાડી, ગામ કુવા પાસે, છાણી ગામ ખાતે સંગીતમય સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.

મકરપુરા ખાતે સુંદરકાંડ પાઠ
વિનાયક સુંદરકાંડ પરિવાર દ્વારા તા.15 એપ્રિલને સોમવારના રોજ રાત્રે 8.30 કલાકે સ્કાય લોન કોમ્પલેક્સ, નોવીનો-તરસાલી રોડ, મકરપુરા, વડોદરા ખાતે અંકિતકુમારના પંડ્યાના કંઠે સંગીતમય સુંદરકાંડ પાઠનું આયોજન કરાયું છે.

સ્નેહ મિલન સમારંભ યોજાશે
તા.15 એપ્રિલને સોમવારના રોજ સાંજે 7.30 કલાકે સપ્તપદી લોન, ઝેનીથ ટીન વર્કસની બાજુમાં, છાણી ખાતે શુગર ફેકટરીના સ્થાપક પ્રમુખ જગદીશભાઇ પટેલના 75 વર્ષ પૂરા થતા સ્નેહ મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે.

આઇ આઇ ટી મુંબઇ દ્વારા યોજાયેલ નેશનલ સિનિયર લેવલ રોબોટિકસ ચેમ્પિયનશિપમાં જીએસએફસી યુનિવર્સિટી તરફથી વડોદરાનું પ્રતિનિધિત્વ ધૈર્ય શર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ધૈર્ય શર્માને ફર્સ્ટ રનર્સઅપની ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. તેણે યુનિ.નું ગૌરવ વધાર્યું હતું.

મહારાષ્ટ્રના CMએ પૂ.હરિપ્રસાદ સ્વામીના આર્શિવાદ લીધા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે રવિવારે સાેખડા સ્વામીનારાયણ મંદિરની મુલાકાત લઇ પૂ.હરિપ્રસાદ સ્વામીનાં આશીર્વચન મેળવ્યાં હતાં.

શ્રી અંબે વિદ્યાલયમાં ખાસ વર્ગ યોજાયો
શ્રી અંબે વિદ્યાલય, વાઘોડિયા રોડ ગુજરાતી માધ્યમના આચાર્ય તથા તેમના સ્ટાફ દ્વારા શાળામાં જ ભણતા ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ જે અભ્યાસના વિવિધ પાસામાં નબળા છે, તેમના માટે ખાસ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું.

જય અંબે વિદ્યાલયમાં વીવીપેટનું નિદર્શન
જય અંબે વિદ્યાલય, કારેલીબાગ ખાતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગનાં શિક્ષકો માટે ચૂંટણી અધિકારીની કચેરી તરફ થી મતદાન જાગૃતિ અને વી.વી. પેટ મશીનના નિદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

વડીલ વિસામો દ્વારા 600 કપડા-ટોપીનું વિતરણ કરાયું
વડીલ વિસામો, વાઘોડિયા રોડ વડોદરનાં ઉપક્રમે તા.30મીના રોજ નાથદ્વારા(રાજસ્થાન), તથા અંબાજીમાં પહેરવા લાયક આશરે 600 કપડા, 60 ટોપી તથા બિસ્કિટનું ફ્રી વિતરણ કરવામાં આવ્યું હતું.

કારેલીબાગ ખાતે શિવાલયમાં શ્રીએકલિંગજીના પાટોત્સવની ઉજવણી
શ્રી એકલિંગજી પાટોત્સવની ઉજવણી વડોદરા, શિવાલય, મુક્તાનંદ, કારેલીબાગમાં તા.4 એપ્રિલના રોજ ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ(836), ભાઈઓ બહેનો દ્વારા શિવપૂજા અભિષેક કરાયો હતો.

વડીલો માટે દાંતના રોગોનો નિ:શુલ્ક નિદાન કેમ્પ યોજાશે
જાયન્ટસ વેલ્ફેર ફાઉન્ડેશન, માંજલપુર અને દંતાલયના સંયુક્ત ઉપક્રમે વડીલો, બાળકો અને જાયન્ટસ પરિવારજનો માટે દાંતના રોગો માટે નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તા.16 એપ્રિલને મંગ‌ળવારના રોજ દંતાલય, એસ.કે.પટેલ સ્કવેર, મલ્હાર પોઇન્ટ, જૂના પાદરા રોડ, વડોદરા ખાતે સવારે 11.00 થી 1.00 કલાક દરમિયાન કેમ્પ યોજાશે. કેમ્પમાં જાયન્ટસ પરિવારો, નાના બાળકો અને સિનિયર સિટિઝન્સના દાંતના રોગોનું નિ:શુલ્ક નિદાન કરવામાં આવનાર છે. એમ એક યાદીમાં જણાવાયું છે.

રેડ ક્રોસ સોસાયટી દ્વારા કેન્સરની સારવાર અંગે કેમ્પ
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા કેન્સરના દર્દીઓ માટે કેન્સરની પીડા, થાક અશક્તિ માટે સારવાર તથા ગણવત્તા ભર જીવન જીવવા માટે કેન્સર હોસ્પિટલના અનુભવી ડોકટર દ્વારા સલાહ અને માર્ગદર્શન આપવામાં અાવનાર છે. દર્દી પોતે અથવા તેમના સગા વ્હાલાઓએ સારવારની ફાઇલ લઇને દર બુધવારે સવારે 10.00 કલાકે ફોન નંબર 0265-2413382 અપોઇન્ટમેન્ટ લઇને આવવું.

બહુચરાજી માતાજીનો આનંદનો ગરબો યોજાયો
ચૈત્રી સમૈયા તથા 238મા શ્રીહરિ પ્રોગટ્યોત્સવનું આયોજન
કાર્તિકી સમૈયા પ્રસંગે વડતાલધામને આંગણે શ્રી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ દ્વારા આયોજીત ચૈત્રી સમૈયો તથા 238મો શ્રહરિ પ્રોગટ્યોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રારંભ તા.14 એપ્રિલને રવિવાર થી તા.19 એપ્રિલને શુક્રવારના રોજ સુધી કથા સમય સવારે 8.30 થી 11.30 કલાક દરમિયાન અને સાંજે 3.30 થી 6.30 કલાક દરમિયાન વડતાલધામ, સ્વામિનારાયણ મંદિર ખાતે રાખેલ છે. જેમાં વક્તા શ્રી પ.પૂ.શા. સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી - અથાણાવાળા કથાનું રસપાન કરાવાશે.

મોટી વ્હોરવાડમાં મેહફીલે ‌ઝીક્ર
સોમવારે તા.15ના રોજ રાત્રે ઈશાની નમાજ પછી 10.30 કલાકે શહેરના વાડી, મોટી વ્હોરવાડ, નવ ગજા પીરના મહોલ્લામાં આવેલ હનીફભાઈ ડાંગીવાલાના મકાન પર મૌલાના મહમ્મદ અસલમ સાહેબ મેહફીલે ઝીક્ર ફરમાવશે.

આશુતોષ નગર સોસાયટી, કારેલીબાગ ખાતે પવિત્ર ચૈત્રી નવરાત્રી નિમિત્તે બહુચરાજી માતાજીના આનંદના ગરબાનંુ આયોજન પ્રફુલ્લાબા રાઠોડના યજમાન પદે કરવામાં આવ્યું હતું.

તમારા સમાજ - સંસ્થા, ધર્મ કે તમારી અાસપાસ બનતી નાની - મોટી ઉજવણીઅોને અા પાના પર સમાવવા માટે નીચે અાપેલ ઈ-મેઈલ અાઈડી પર ફોટો સાથે વિગત મોકલી અાપો

dbpressnote.vadodara@gmail.com

અથવા નીચેના સરનામે મોકલી અાપોે િદવ્ય ભાસ્કર | એ-49, આર્યન એવન્યુ રણછોડપાર્ક સોસાયટી, કારેલીબાગ, વડોદરા
ચૈત્રી આઠમ નિમિત્તે લલિતા ત્રિપુરા સુંદરી માતાજીને ભવ્ય શણગાર
સમા રોડ ખાતે આવેલ શ્રીયંત્ર મંદિરમાં ચૈત્રી નવરાત્રી પર્વેની આઠમે લલિતા ત્રિપુરા સુંદરી માતાજીને ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

SVITનો વિદ્યાર્થી 10 હજારના રોકડ પુરસ્કારથી સન્માિનત
સુરત ખાતે પ્રોજેક્ટ એક્સ્પૉ 2019 ઈનોવસીડ ઈનકયુબેસન અને નીતિ આયોગ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં વાસદ સ્થિત SVITના વિદ્યાર્થી શીવ વ્યાસને ટેક્નોલોજી પ્રવાહમાં નવીન પ્રોજેક્ટ માટે 10 હજારના રોકડ પુરસ્કારથી સન્માિનત કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...