• Gujarati News
  • National
  • Vadodara News Shortage Of Registration Of Stamps For 4 Months Stopping Registration 073641

4 મહિનાથી મેરેજ રજિસ્ટ્રેશનના સ્ટેમ્પની અછત,નોંધણી અટકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા શહેર-જિલ્લામાં સ્ટેમ્પ વેન્ડરો પાસે મેરેજ રજિસ્ટ્રેશન કરવા ઉપયોગમાં લેવામાં આવતો રૂ.100નો સ્ટેમ્પ છેલ્લા 4 મહિનાથી આવ્યો નથી,જેના પગલે ફેબ્રુઆરીથી મે સુધીમાં શહેર-જિલ્લામાં થયેલાં લગ્નોનાં રજિસ્ટ્રેશન સ્ટેમ્પના કારણે થઈ શક્યાં ન હોવાનું લગ્ન નોંધણી કચેરીનાં સૂત્રોઅે જણાવ્યું છે. જ્યારે શહેરની લગ્ન નોંધણી કચેરીમાં આશરે 500થી વધુ લગ્નોનાં રજિસ્ટ્રેશન માટેની અરજીઓ પેન્ડિંગ હોવાનું પણ સૂત્રોઅે જણાવ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, મેેરેજ રજિસ્ટ્રેશન કરાવવા માટે ઉપયોગમાં લેવાતા સ્ટેમ્પની કિંમત રૂ.100 છે. પરંતુ હાલ શહેર-જિલ્લામાં આ સ્ટેમ્પની ભારે અછત હોવાથી કેટલાક સ્ટેમ્પ વેન્ડરો આ સ્ટેમ્પના કાળાબજાર કરીને રૂ.400માં અેક સ્ટેમ્પનું વેચાણ કરી રહ્યા છે. જ્યારે જરૂરિયાતમંદો ચાર ગણી રકમ આપીને પણ આ સ્ટેમ્પ ખરીદી રહ્યાં છે.

શહેરના સ્ટેમ્પ વેન્ડરો સાથે વાતચીત કરતાં જાણવા મળ્યું કે, મેરેજ રજિસ્ટર કરવા માટે અેક ચોક્કસ પ્રકારનો સ્ટેમ્પ વપરાય છે. જે સ્ટેમ્પ વગર આ મેરેજ રજિસ્ટર થઈ શકતું નથી. વડોદરામાં છેલ્લા 4 મહિનાથી મેરેજ રજિસ્ટર કરવાનો સ્ટેમ્પ વેન્ડરો પાસે છે જ નહીં. જેથી જે પણ મેરેજ રજિસ્ટર કરવા માટે અમારી પાસે આવે છે તેમને સ્ટેમ્પ મળી શકતો નથી. બીજી તરફ લગ્ન નોંધણી કચેરીનાં સૂત્રોઅે જણાવ્યું કે, શહેરની કચેરીમાં રોજની 100 અરજીઓ માત્ર લગ્ન નોંધણી માટેની જ હોય છે. પરંતુ સ્ટેમ્પ ન હોવાથી અરજીઓ પેન્ડિંગ રહે છે.

7 દિવસમાં સ્ટેમ્પની અછત દૂર થઈ જશે
હાલ મેરેજ રજિસ્ટ્રેશન માટે ઉપયોગમાં લેવાતા સ્ટેમ્પની અછત વર્તાઈ રહી છે. તિજોરી શાખા દ્વારા આ સ્ટેમ્પ મંગાવવામાં આવ્યાં છે,જે 7 દિવસની અંદર આવી પહોંચશે. આર.ટી.ખુંટી,અધિકારી,જિલ્લા તિજોરી શાખા

અન્ય સમાચારો પણ છે...