તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

MSUના પૂર્વ વિદ્યાર્થી ડો.દિશાંતને શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

એમ.એસ.યુનિ.ના મેથેમેટિક્સ વિભાગમાં પૂર્વ વિદ્યાર્થી અને મુંબઇની ટાટા ઇન્સ. ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચના અધ્યાપક ડો.દિશાંત પંચોલીને વિજ્ઞાન ક્ષેત્રે સૌથી પ્રતિષ્ઠિત ગણાતા શાંતિસ્વરૂપ ભટનાગર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડ્રસ્ટ્રિયલ રિસર્ચ દ્વારા સાયન્સ એન્ડ ટેક્નોલોજી ક્ષેત્રે અભૂતપૂર્વ યોગદાન આપનાર રિસર્ચરોને સન્માનિત કરાય છે. 1958ના વર્ષથી આપવામાં આવતાં શાંતિસ્વરૂપ ભટનાગર પ્રાઇઝ વિજ્ઞાનમાં અલગ અલગ સાત ક્ષેત્રોમાં આપવામાં આવે છે. એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં 1996માં બીએસસી તથા 1998માં એમએસસી મેથેમેટિક્સ કરનાર ડો.દિશાંત પંચોલીને આ એવોર્ડથી સન્માનિત કરાયા છે. મુંબઇની ટાટા ઇન્સ. ઓફ ફન્ડામેન્ટલ રિસર્ચમાંથી પીએચડી કરીને એ જ સંસ્થામાં અધ્યાપક તરીકે ફરજ બજાવતા ડો.દિશાંત પંચોલીએ જોમેટ્રી વિષયમાં સંશોધન કરવા બદલ તેમનું સન્માન કરાયું છે.

વિજ્ઞાન ક્ષેત્રે આપવામાં આવતું શાંતિસ્વરૂપ ભટનાગર પ્રાઇઝ વડા પ્રધાનના હસ્તે એનાયત કરાશે. વિજ્ઞાનમાં સંશોધન કરનારાઓને દર વર્ષે પ્રતિષ્ઠિત એવોર્ડ અપાય છે.

ડો.દિશાંત પંચોલી

અન્ય સમાચારો પણ છે...