તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Shah Rukh Threatens Birchhoo Gang For Ransom Of Rs 4000 To Call Center Staff 074631

કોલ સેન્ટરના કર્મીને 4000ની ખંડણી માટે બિચ્છુ ગેંગના શાહરૂખની ધમકી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યાકુતપુરામાં રહેતા બિચ્છુ ગેંગના પન્ટરે કોલ સેન્ટરના કમર્ચારી પાસે રૂા ૪ હજારની ખંડણી માગી નહિ આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સિટી પોલીસમાં ફરિયાદ નોંધાતા શાહરૂખની ધરપકડ કરાઇ છે. હરણી રોડ કેન્દ્રીય વિદ્યાલય સ્ટાફ ક્વાટર્સ ખાતે રહેતો શિવપ્રકાશ ટાપુસિંગ ગૌતમ વાસણા રોડ ડી માર્ટ પાસે આવેલા આઇસોન બીપીઓ નામના કોલ સેન્ટરમાં નોકરી કરે છે. તે હરણી રોડ રૂપમ ટોકિઝ પાસે રાજુના ગલ્લા પર અવારનવાર સિગારેટ પીવા જાય છે. યાકુતપુરા ચોરા પાસે રહેતો અને કુખ્યાત બિચ્છુ ગેંગનો પન્ટર શાહરૂખ અબ્દુલ હબીબખાન પઠાણ પણ ત્યાં આવતો હતો. શાહરૂખ તેની પાસે અવારનવાર બળજબરીથી પૈસા વાપરવા માગે છે. ગત 9 એપ્રિલે શિવપ્રકાશ બાઇક લઇ કામ અર્થે નીકળ્યો હતો. બપોરે 4:30 કલાકે ફતેપુરા મેઇન રોડ વિનય સ્કૂલ પાસે શાહરૂખ પઠાણ તેને મળી જતાં ઉભો રાખ્યો હતો. તું કેમ મળતો નથી , મારે પૈસાની જરૂર છે. તું મને બે દિવસમાં 4 હજાર રૂપિયા આપ. શિવપ્રકાશે હાલ મારી પાસે પૈસા નથી તેમ કહેતા શાહરૂખે ગમે ત્યાંથી ઉછીના લઇને આપજે નહિ તો મારી નાખીશ તેવી ધમકી આપી હતી.ગભરાયેલા શિવપ્રકાશે ફરિયાદ કરતાં શાહરૂખ વિરૂદ્ધ ખંડણીનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...