તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પંપિંગ સ્ટેશનના 4 પંપ બંધ હોવાથી ગટરો ઉભરાય છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના પંડ્યા બ્રિજ નજીક આવેલ પંપિંગ સ્ટેશનમાં પંપ બંધ હાલતમાં હોવાના પગલે છેલ્લા એક મહિનાથી નવાયાર્ડ વિસ્તારમાં ડ્રેનજ ઉભરાવાની તથા દૂષિત પાણીની સમસ્યા ઉભી થવા પામી છે. જેના પગલે સ્થાનિક કાઉન્સિલરે પંપિંગ સ્ટેશનની મુલાકાત લીધી હતું જેમાં ચારેય પંપ બંધ હાલતમાં હતા અને ગટરનું દૂષિત પાણી પાઇપો દ્વારા ભૂખી કાંસમાં છોડવામાં આવતું હોવાનું જણાઇ આવ્યું હતું.

નવાયાર્ડ, ફૂલવાડી, ટીપી 13 સહિતના વિસ્તારોમાં ગટરો ઉભરાવાની અને દૂષિત પાણીની સમસ્યાના પગલે સ્થાનિક કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાએ પંડ્યા બ્રિજ પાસે આવેલ પંપિંગ સ્ટેશનની મુલાકાત લીધી હતી. જેમાં પંપો બંધ હાલતમાં હોવાનું જણાઇ આવ્યું હતું. કાઉન્સિલરે આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે શહેરના પંડ્યા બ્રિજ નજીક આવેલ પંપિંગ સ્ટેશનમાંથી છેલ્લા એક મહિનાથી ડ્રેનેજનાં પાણી સીધેસીધાં ભૂખી કાંસમાં છોડવામાં આવી રહ્યાં છે. નવાયાર્ડ સહિતના વિસ્તારોમાં ડ્રેનેજલાઇન ચોકઅપ થઇ ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો