તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Service Week Celebrated By Lions Club Of International Since 15th 075211

લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશલ દ્વારા તા.15 થી સર્વિસ વીકની ઉજવણી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશલ 3232 એફ-1 દ્વારા તા.15 થી તા.21 ડિસેમ્બર 2019 સુધી સર્વીસ વીકની ઉજવણી કરવામાં આવનાર છે. આ નિમિત્તે તા.15મીએે સવારે 8.00 કલાકે કમાટીબાગ ખાતે પર્યાવરણ જાગૃતિ રેલી, તા.16મીએ સાંજે જરૂરિયાતમંદોને ભોજન, તા.17મીએ સવારે 11 કલાકે વિવિધ વિસ્તારોમાં ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ,તા.18મીએ હેલ્થ ચેકઅપ કેમ્પ, તા.19મીએ લિડરશીપ સેમિનાર, તા.20મીએ આઇ ચેકઅપ કેમ્પ, તા.21મીએ ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ રાખેલ છે. લાયન્સ કલ્બ ઓફ સખી,આજવા, સનસાઇન, સિલ્વર, શક્તિવિલા, પંડ્યાવિલા, ફર્ટીલાઇઝર, બરોડાસીટી, માંડવી, મંગલમ્ અને તારામંડળ દ્વારા રાખવામાં આવેલ છે.

સ્વામીનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ફ્રી મેડિકલ કેમ્પ
હરિનગર ખાતે સ્વામીનારાયણ મંદિર ખાતે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે યુનિટી હોસ્પિટલના સહયોગથી લાયન્સ ક્લબ ઓફ કલાનગરી દ્વારા નિ:શુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

વડીલ એસોસિએશન દ્વારા સંગીત સંધ્યા
સિનિયર સિટિઝન્સ એસોસિએશન હરણી રોડ, કારેલીબાગ કેન્દ્ર દ્વારા ટીમ નંબર-2ના સદસ્યો દ્વારા પ્રસ્તુ ગીત - સંગીત - ભજનોનો કાર્યક્રમ તા.14 ડિસેમ્બરનેે 2019ને શનિવારના રોજ સાંજે 5.00 કલાકે સિનિયર સિટિઝન્સ એસોસિએશન સભાખંડમાં રાખવામાં આવેલ છે. એમ એક યાદીમાં જણાવાયું છે.

શહેરના સામાજિક કાર્યકર દ્વારા ભોજનની સહાય
ભીડભંજન હનુમાનજી મંદિરે સુંદરકાંડ પાઠ
શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે તા.14 ડિસેમ્બરને શનિવારને 2019ના રોજ રાત્રે 8.00 કલાકે ભીડભંજન હનુમાનજી મંદિર, એ-27, વૃંદાવન પાર્ક સોસાયટી, બ્રાઇટ સ્કૂલ પાછળ, વીઆઇપીરોડ, વડોદરા ખાતે સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવેલ છે. એમ એક યાદીમાં જણાવાયું છે.

શહેરના સામાજિક કાર્યકર્તા કરણ વાળંદ દ્વારા તરસાલી વિસ્તારમાં આવેલી સ્પેશ્યલ બાળકોની સ્કૂલમાં 30 જેટલા બાળકોને ભોજન આપવામાં આવ્યું હતું.

પ્રથમ શિખરબંધી શ્રીચંદ્રપ્રભ ભગવાન જિનાલય ખાતે આંગીના દર્શન યોજાયાં
માગશર સુદ પૂનમના પવિત્ર પાવન દિવસે શહેરના પ્રથમ શિખરબંધી શ્રીચંદ્રપ્રભ ભગવાન જિનાલય ખાતે પૂજારી દ્વારા આંગી કરવામાં આવી હતી. રચવામાં આવેલી આંગીના દર્શનાર્થે જૈન શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

22મીએ ગુરુ લીલામૃતનું સંગીતમય પારાયણ
શ્રી ગુરુ લીલામૃત સંગીતમય પારાયણ ભાગ-2નો પ્રારંભ તા.22 ડિસેમ્બરને રવિવારના રોજ સવારે 8.00 કલાકે બી-71, પ્રમુખ સ્વામી ટાઉનશીપ, ડિ-માર્ટ સામે, નવકાર વાટિકા, વાઘોડિયા રોડ, વડોદરા ખાતે થનાર છે. આ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવા અને પારાયણમાં બેસવા કિશોરભાઇ કાટેનો શ્રી રંગ મંદિર, ભૂતડીઝાંપા, પોલીસ લાઇન, વડોદરા ખાતે સંપર્ક કરવા જણાવાયું છે.

આત્મીય ધામ, માંજલપુર ખાતે સભાનું આયોજન
વેંકટેશ બાલાજી મંદિરે શ્રી હનુમાન ચાલીસા
વેંકટેશ બાલાજી મંદિર ખાતે તા.14 ડિસેમ્બરને શનિવારના રોજ સાંજે 7.30 થી 8.30 કલાક દરમિયાન શ્રી વેંકટેશ બાલાજી મંદિર, જ્યુબિલીબાગ પાસે, રાવપુરા, વડોદરા ખાતે સામૂહિક ભજન, શ્રી સુંદરકાંડ, શ્રી હનુમાન ચાલીસા અને શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. એમ એક યાદીમાં વેંકટેશાચાર્ય દ્વારા જણાવાયું છે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહેશે.

આત્મીય ધામ, માંજલપુર, વડોદરા ખાતે શાળાના આચાર્યો અને સંચાલકોની સભા જાન્યુઆરી માસમાં ઉજવાનારા આત્મિય મહોત્સવ અંગે માહિતી આપવા યોજાઇ હતી.

વિજ્ઞાન-પ્રદર્શનમાં શાળા કક્ષાએ 145 બાળકોએ બ્રહ્માંડની કૃતિ રજૂ કરી હતી
બરોડા પબ્લિક સ્કૂલ ખાતે 2019-2020ના વિજ્ઞાન-પ્રદર્શન યોજાયું હતું. શાળા કક્ષાએ 145 જેટલા બાળકોએ બ્રહ્માંડ વિષય પર પોતાની કૃતિ રજુ કરી અને વિષયની અગાધતા રજુ કરી હતી. બ

ગીતામંદિર ખાતે 80મો સ્થાપનાદિન ઉજવાશે
પ્રતાપનગર સ્થિત ગીતામંદિરના 80માં સ્થાપનાદિન નિમિત્તે આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 7.00 શ્રી ગીતામાતાજીનું ષોડષોચાર પૂજન તથા આરતી સવારે 10.00 થી 12.00 કલાકે સત્યનારાયણની કથા, બપોરે 2.00 થી 3.00 કલાકે સ્વામી વિદ્યાનંદજી વિદ્યાવિહારના બાળકોના ગરબા,સાંજે 4.00 થી 6.00 કલાકે ભજનનું આયોજન કરવામાં આવેલ છે.

પ્રિ-પ્રાઇમરીનાં વિદ્યાર્થીઓ માટે ફિલ્ડ ટ્રિપ યોજાઇ
ટેકનોલોજી વિકસાવતાં ડો.રચના દવેનું સન્માન
બાજ ખેડાવાળ સમાજ ગૌરવ સમાદાતા નરેન્દ્રભાઇ દવે તથા શ્રીમતી જયશ્રીબેન દવેના સુપુત્રી ડો.રચના દવેને ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી દ્વારા પાણી, ખોરાક અને સ્વચ્છતાના ક્ષેત્રોમાં નેવી ટેકનોલોજી વિકસાવવા બદલ સન્માનિત કરવામાં આવ્યા છે. કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયેલએ નવી દિલ્હી ખાતે તેમને સન્માનિત કર્યા હતા. હાલ મદ્રાસમાં રીસર્ચ લેબોરેટરી કાર્યરત છે.

આઇડીયલ સ્કૂલ-નમન હોસ્ટેલ દ્વારા પ્રિ-પ્રાઇમરીનાં વિદ્યાર્થીઓ માટે ફિલ્ડ ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું હતું. મકરપુરા ખાતે મિ.પફ બેકરીમાં લઈ જવામાં આવ્યા હતા.

ગણિત-વિજ્ઞાન અંગે માર્ગદર્શન
વડોદરા શહેરની ગુજરાતી માધ્યમ શાળાઓમાં ધો.8 થી 10મા ભણતા આર્થિક રીતે અને ભણવામાં નબળા વિદ્યાર્થીઓ માટે આગામી માર્ચ-એપ્રિલ 2020માં આવનાર વાર્ષિક પરીક્ષાને અનુલક્ષી અરૂણા કિશોર ફાઉન્ડેશન દ્વારા ગણિત અને વિજ્ઞાન વિષય માટે મધૂ ધીરજ મફત માર્ગદર્શન વર્ગોનું આયોજન તા.16 ડિસેમ્બર 2019થી કરેલ છે. ઇચ્છુક વિદ્યાર્થીઓએ સંસ્થાના કાર્યાલય, કુકુઝ હાઉસ, એ-1, કમલાપાર્ક સોસાયટી, સ્વિમીંગ પુલ રોડ, કારેલીબાગ ખાતે સંપર્ક કરવા જણાવાયું છે.

14મીએ બરોડા હાઇસ્કૂલ, દંતેશ્વરના વાર્ષિકોત્સવનું આયોજન
બરોડા હાઇસ્કૂલ, દંતેશ્વરનો વાર્ષિકોત્સવ તા.14 ડિસેમ્બરને શનિવારના રોજ સાંજે 6.00 કલાકે શાળાના પટાંગણમાં ડો.જયદેવ એ. જાની અને મેયર ડો.જિગીષાબેન શેઠના મુખ્ય અતિથિ પદે તથા બરોડા લાયન્સ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ જગદીશ શુકલના અતિથિ વિશેષ પદે યોજાનાર છે.

રાજમહેલ રોડ ખાતે આયુર્વેદિક વનસ્પતિના ઉકાળાનું ફ્રી વિતરણ
દશ વનસ્પતિમાંથી બનાવેલ આયુર્વેદિક ઉકાળો વિઠલાણી ફિઝિયોથેરાપી સેન્ટર, કુંજ પ્લાઝા, વડોદરા ખાતે સવારે 8.30 થી 12.30 કલાકે અને બપોરે 4.00 થી 7.00 કલાકે ફ્રી પીવડાવવામાં આવશે. જેના અનેક ફાયદાઓ છે, જેવા કે તાવ, ખાંસી, શરદી, ફલુ, જુની કબજીયાત, શરીરમાં લોહીનું પરીભ્રમણ વેગીલું તેમજ કાનની બહેરાશ તેમજ મલેરીયા, કમળો, ટાઇફોઇડ, કોલેરો સહિતમાં ઉકાળો ઉપયોગી છે.

આજે રોકડનાથ સુંદરકાંડ પરિવાર દ્વારા તરસાલી ખાતે સંગીતમય સુંદરકાંડ પાઠ
આજે રોકડનાથ સુંદરકાંડ પરિવાર દ્વારા તા.14 ડિસેમ્બરને શનિવારના રોજ રાત્રે 8.00 કલાકે એ-68, યોગી રેસિડેન્સી, સોમનાથનગર નજીક, તરસાલી ખાતે પ્રિતેશ પટેલના કંઠે સંગીતમય સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે.

તમારા સમાજ - સંસ્થા, ધર્મ કે તમારી અાસપાસ બનતી નાની - મોટી ઉજવણીઅોને અા પાના પર સમાવવા માટે નીચે અાપેલ ઈ-મેઈલ અાઈડી પર ફોટો સાથે વિગત મોકલી અાપો



અથવા નીચેના સરનામે મોકલી અાપોે | એ-49, આર્યન એવન્યુ રણછોડપાર્ક સોસાયટી, કારેલીબાગ, વડોદરા
અન્ય સમાચારો પણ છે...