તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Sensory Characters Connected To The Subject Matter Are Presented In Words 033515

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિષય-વસ્તુ સાથે જોડાયેલી રહેતી સંવેદના અક્ષરો-શબ્દોમાં રજૂ થઇ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સિટી રિપોર્ટર | વડોદરા

એમ.એસ. યુનિવર્સિટીની ફાઇન આર્ટ્સ ફેકલ્ટીના એપ્લાઇડ આર્ટ્સ વિભાગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા ‘ટાઇપસાઇપ’ પ્રદર્શન યોજવામાં આવ્યુું છે. આ એક્ઝિબિશન દર વર્ષે વિદ્યાર્થીઓ દ્વારા યોજવામાં આવે છે. આ વર્ષે ટાઇપસાઇપમાં 30 જેટલાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. જેમાં ત્રણ શિક્ષકો અને ત્રણ માસ્ટર્સના વિદ્યાર્થીઓ પણ છે. ટાઇપસાઇપ એક્ઝિબિશનનો હેતુ વિવિધ વિષય-વસ્તુઓની સાથે જોડાયેલી સંવેદનાઓને અક્ષરો અને શબ્દો દ્વારા પ્રદર્શિત કરવાનો છે. પ્રદર્શિત કલાકૃતિઓમાં વિવિધ વિષય પર કામ કરવામાં આવ્યું છે. જેમાં સંગીત અને ટાઇપોગ્રાફી, મેડીટેશન અને ટાઇપોગ્રાફી, ઓબ્જેક્ટ્સ અને ટાઇપોગ્રાફી, છીપલાનું ટેક્ષ્ચર અને ટાઇપોગ્રાફી, પાંચ સંવેદનાઓ અને ટાઇપોગ્રાફી, બાળપણની સંવેદનાઓ અને ટાઇપોગ્રાફી, યુએક્સ અને યુઆઇનાં સિમ્બોલ અને ટાઇપોગ્રાફી, ઉત્સાહ અને ટાઇપોગ્રાફીનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓએ અક્ષરો અને શબ્દો દ્વારા ટાઇપોગ્રાફી માધ્યમની કૃતિઓને ઓપ આપી તેને બખુબી નિભાવી પણ હતી.

કૃતિમાં ખેડૂતની સંવેદના | દીલીપ મકવાણાએ યુનિટીના વર્ડ સાથે બેઝિક લાઇફના ઓબજેક્ટ દર્શાવ્યા હતા. જેમાં ખાસ કરીને ખેડૂતને ઉપયોગી વસ્તુઓ પ્રસ્તૃત કરવામાં આવી છે. જેમાં કુહાડી, લાકડું, દાતરડું, ચાળિયો બનાવવામાં આવ્યો છે. ખેડુતો પોતાના સામાનનો ઉપયોગ કરીને કઇ રીતે પોતાના કાર્ય કરે છે તેના એક્સપ્રેશન બતાવવામાં આવ્યા છે.

વિદ્યાર્થીઓની કૃતિઓ જોવા મોટી સંખ્યામાં નગરજનો આવ્યા.

વિદ્યાર્થીઓએ કૃતિઓથી લાગણી પ્રગટ કરી
નેચરલ ટેરાકોટા | ધ્વનિ જાદવે વુડનની ફ્રેમમાં નેચર ટેરાકોટ યૂઝ કરીને બુદ્ધની પ્રતિમા સાથે કાલ્મ પ્રદર્શિત કરાયું છે. બુદ્ધ એ શાંતિનું પ્રતિક છે. તેથી મેડિટેશન સાથે શાંતિનું પ્રતિક દર્શાવ્યું છે. જ્યારે ત્રણ ફ્રેમમાં ઓમ પણ દર્શાવ્યો હતો. શંખના આકારમાં ઓમની ફ્રેમ રજૂ કરાઇ હતી. જેમાં એક્રેલીક શીટનો ઉપયોગ કરાયો હતો.

સ્કલ્પ્ચરમાં માઇમ | સચીન પ્રજાપતિએ માઇમ પ્રસ્તૃત કર્યું હતું. એક્સપ્રેશન માટે હાથની આંગળીઓનો ઉપયોગ કર્યો છે. જેને પીઓપી દ્વારા બનાવવામાં આવ્યું છે. આપણે જે હાથ અને બોડી દ્વારા માઇમમાં એક્સપ્રેસ કઇ રીતે કરી શકીએ તે દર્શાવ્યું હતું. વિચારો ખૂલીને વ્યક્ત ન થાય તો ડિપ્રેશન થાય તે પણ દર્શાવ્યું છે.

સાહિત્યિક કૃતિ | જાન્હવી ક્રિપલાનીએ પાસ્ટને કંડાર્યું હતું. જેમાં બાળપણની યાદો છુપાયેલી છે. જે આપણે છોડીને આવ્યા છે તેની રજૂઆત તેણે કરી છે. POPથી આખી કૃતિ તેમણે બનાવી હતી. જેમાં ‘કુછ ઇસ તરહ સે સૌદા કીયા મુજસે મેરે વક્તને, તજુર્બે દેકર વો મુજ સે મેરી નાદાનીયા લે ગયા’ તે પંક્તિઓ લખીને બાળપણને ટાંક્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો