ગેરકાયદે આયાત કરી સિગારેટ તમાકુનું વેચાણ કરતો ઝડપાયો
આરોગ્ય ચેતવણી સંદર્ભે ચેતવણીવાળા ચિત્ર વગર પોતાના આર્થિક ફાયદા માટે અનધિકૃત રીતે આયાત કરી સ્વસ્થ હાનિકારક તંબાકુ, ગુટકા, સિગારેટનું વેચાણ કરતા હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પીસીબી પોલીસે વેરાઈ માતાના ખાંચામાં આવેલ જય સ્ટોર્સમાં દરોડો પાડી દુકાનમાંથી અને ગોડાઉનમાંથી રૂ. 2.02 લાખની મતાનાં 1010 સિગારેટનાં બોક્ષ અને રૂ. 36,275ની મતાની 204 નંગ તંબાકુ સાથે દુકાનના માલિકને પકડી પાડ્યો છે. પોલીસે રૂા. 2,38,725નો મુદ્દામાલ જપ્ત કરી તમાકુ અધિનિયમ 2003નો ગુનો નોંધ્યો છે.
રાજમહેલ રોડ પર જય સ્ટોર્સ દુકાનમાં અને ગોડાઉનમાં આર્થિક ફાયદા માટે અનધિકૃત રીતે આયાત કરી સ્વાસ્થ હાનિકારક તંબાકુ, ગુટકા, સિગારેટનું વેચાણ કરતા હોવાની માહિતી મળતાં પીસીબી પોલીસનાપીઆઇ આર સી કાનમિયા અને એએસઆઇ કિરીટભાઈ સહિતના સ્ટાફ સાથે દરોડો પાડ્યો હતો.પોલીસે જય સ્ટોર્સના માલિક ગિરીશ દયાલભાઈ ભરવાણીને ઝડપી પાડ્યા હતા. દુકાન-ગોડાઉનમાંથી વિવિધ બ્રાન્ડની સિગારેટ અનધિકૃત રીતે આયાત કરેલ રૂ. 2.02 લાખની મતાના 1010 સિગારેટનાં બોક્ષ અને રૂ. 36,275ની મતાની 204 નંગ તંબાકુ મળી આવ્યાં હતાં. સિગારેટનાં બોક્ષ અને તંબાકુ મળી રૂા. 2,38,725નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.વેપારી માલ આયાત કરી આર્થિક લાભ માટે દુકાન-ગોડાઉનમાં રાખી વેચાણ કરી ગ્રાહકો સાથે છેતરપિંડી કરતા હતા.