તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉત્તરાયણ પૂર્વે ‘ચગવાનો’ સામાન જપ્ત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેર નજીક તલસટ ગામની વિશ્વામિત્રીના પટમાં ઝાડીઝાંખરાં વચ્ચે વડસરના અજય ભાલીયાએ છુપાવેલ વ્હિસ્કી, રમ અને વોડકા તથા બિયરના 7.20 લાખ રૂપિયાના જથ્થાને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો હતો. ઉત્તરાયણમાં દારૂની માગ જોતાં અજય ભાલીયાએ દારૂ મંગાવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે વડસરના બૂટલેગર અજય ભાલીયાએ નદીના પટમાં નવી બંધાતી બિલ્ડિંગ પાછળ ઝાડીઝાંખરાંમાં દારુનો જથ્થો છુપાવ્યો છે, જેથી પોલીસે શુક્રવારે મોડી રાત્રે દરોડો પાડ્યો હતો. દરોડામાં વ્હિસ્કી, રમ, વોડકા તથા બિયરનાં ટિન મળી 3618 બોટલો (કિંમત 720622 રૂપિયા) દારૂ મળી આવ્યો હતો. પોલીસની તપાસમાં દારૂનો આ જથ્થો મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવા, દમણ અને પંજાબ તતા હિમાચલ પ્રદેશની કંપનીઓનો હોવાનું જણાઇ આવ્યું હતું. અજય ભાલીયા સામે માંજલપુર પોલીસમાં ફરિયાદ નોંધીને પોલીસે તેની શોધખોળ શરૂ કરી હતી. ઉત્તરાયણના તહેવારને અનુલક્ષી આ દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...