તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાઇએલર્ટ વચ્ચે પણ સિક્યુરિટીમાં છીંડા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યભરમાં હાઇએલર્ટ વચ્ચે ક્રાઇમ બ્રાન્ચે મોલ- મલ્ટીપ્લેક્ષ સહિત ભીડભાડ વાળી જગ્યાઓ પર કોમન મેનની જેમ જઇ સિક્યુરિટી ચેકિંગ વ્યવસ્થાનો તાગ મેળવ્યો હતો. જેમાં 5 મોલ અને 2 મલ્ટીપ્લેક્ષની સિક્યુરિટીમાં ગંભીર નિષ્કાળજી બહાર આવી હતી. 2 લોડેડ પિસ્તોલ સાથે ઘૂસી ગયેલા લોકોને સિક્યુરિટીએ અટકાવ્યા ન હતાં.

ડીસીપી ક્રાઇમ જયદીપસિંહ જાડેજાએ મોલ, મલ્ટી પ્લેકસ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન તેમજ વાઇટલ ઇન્સ્ટોલેશનની જગ્યાઓ, શહેરમાં પ્રવેશવાની તમામ ચેક પોસ્ટો, એક્ઝીટ પોઇન્ટ પર ક્રાઇમ બ્રાન્ચની ટીમો પાસે ચેકિંગ હાથ ધરાવ્યું હતું. આ ઉપરાંત ડોગ સ્કવોર્ડ સાથે વિશેષ ચેકિંગ પણ કરાયું હતું.

મોલ-મલ્ટી પ્લેક્ષમાં સિક્યુરિટી ચેકિંગની વ્યવસ્થાની ચકાસણીનો ક્યાસ કાઢવા હથિયારોથી સજ્જ પોલીસ કર્મચારીઓને કોમન મેનની જેમ મોકલાયા હતાં. અલગ અલગ ટીમો સેવનસીઝ મોલ, ઇનોર્બીટ મોલ, વડોદરા સેન્ટ્રલ, સેન્ટ્રલ સ્કવેર મોલ, ડી માર્ટ, આઇનોક્સ મલ્ટીપ્લેક્ષ અને ટ્રાન્સક્યુબ મોલ પીવીઆર મલ્ટીપ્લેક્ષમાં લોડેડે બે પિસ્તોલ સાથે બિન્દાસ્ત જતા રહેતા સિક્યુરિટીની નિષ્કાળજી છતી થઇ હતી. ઇનોર્બીટ મોલના ગેટ પર જ હાજર સિક્યુરિટીએ તેમનું ચેકિંગ કર્યું હતું, મોબાઇલ મૂકાવી દીધો હતો, મેટલ ડીટેક્ટરમાં બીપનો અવાજ આવતો હતો છતાં સિક્યુરિટીએ ચેકિંગ કરવાની તસ્દી લીધી ન હતી જ્યારે સેવનસીઝ મોલમાં હાથમાં માવો ઘસતા જઇ રહેલા પોલીસ કર્મીને સિક્યુરીટીએ તપાસ્યા બાદ માવા બાબતે સલાહ આપી હતી પણ શર્ટમાં છૂપાવી રાખેલી પિસ્તોલને તપાસી ન હતી.

મોલ-મલ્ટીપ્લેક્ષમાં સિક્યુરિટીમાં ગંભીર નિષ્કાળજી બહાર આવતાં પોલીસે મેનેજર અને સિક્યુરિટી સ્ટાફને માર્ગદર્શન આપ્યું હતું. ભવિષ્યમાં સિક્યુરિટીમાં છીંડા બહાર આવશે તો તેમના વિરૂદ્ધ પગલાં ભરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ જગ્યાઓ પર સીસીટીવી ફૂટેજ પર સર્વેલન્સ રાખવામાં આવ્યું છે.

પાંચ મોલ અને બે મલ્ટિપ્લેક્ષમાં ચેકિંગ સ્ટ્રાઇક શસ્ત્રો સાથે ઘૂસ્યા પણ સિક્યુરિટીએ ન રોક્યા
મેટલ ડિટેકટર પર નામનું ચેકિંગ, પિસ્તોલ અને ગુટખા સાથે પ્રવેશ...
ઈનઓરબિટ મોલમાં ક્રાઈમબ્રાન્ચના અોફિસર ભરેલી િપસ્તોલ લઈને પ્રવેશ્યા. મેટલ િડટેક્ટરથી ચેકિંગ થયું પણ પકડાયા નહીં. મોલની અંદર જઈ િપસ્તોલ બહાર કાઢી. સેવનસીઝ મોલમાં ગુટખા મસળતા-મસળતાં અોફિસર અંદર પ્રવેશ્યા, કોઈએ રોક્યા નહીં.

સોશિયલ મીડિયામાં દેશ વિરોધી પોસ્ટ શેર કરનાર સામે પગલાં ભરાશે
કોઇપણ ઘટના બને ત્યારે સોશિયલ મિડીયા પર ટીકાઓ અને મેસેજોની ભરમાર થઇ જાય છે. રાજ્યમાં હાલ એલર્ટ વચ્ચે પોલીસે જુદા જુદા સ્થળે ચેકિંગ શરૂ કર્યા ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ વોચ રાખી છે. જો કોઇ વ્યક્તિ દેશ વિરોધી કે સમાજ વિરોધી પોસ્ટ શેર કરશે તો કાયદેસરના પગલાં ભરવામાં આવશે તેવી ચીમકી પણ પોલીસે ઉચ્ચારી છે. આગામી દિવસોમાં શહેર પોલીસ તરફથી આ પ્રકારનું ચેકિંગ ચાલુ રહેશે. કોઇ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો પોલીસને જાણ કરવા પણ અપીલ કરાઇ છેે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો