દૂરના િવસ્તારમાં આરોગ્ય સેવા પૂરી પાડશે સ્કૂટર એમ્બ્યુલન્સ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના અંતરિયાળ અને દૂરના વિસ્તારમાં રહેતા નાગરિકોને ઘરે બેઠાં પાલિકાની આરોગ્ય સેવા પૂરી પાડી શકાય તે માટે ખાસ પ્રકારનાં બે સ્કૂટર એમ્બ્યુલન્સ વાહન ખરીદવા માટે સ્થાયી સમિતિએ મંજૂરીની મહોર મારી હતી.

શહેરના અંતરિયાળ વિસ્તારોમા તબીબી સેવાઓ માટે એમ્બ્યુલન્સ સુવિધા આપવા પાઇલટ રન તરીકે સ્કૂટર ટાઇપ ટુ-વ્હીલર એમ્બ્યુલન્સ તરસાલી, મકરપુરા અને માણેજા વિસ્તારમા ચાલુ કરવામાં આવી હતી અને તેનું સંજીવની નામાભિધાન કરવામાં આવ્યું હતું. સ્થાયી સમિતિનાં સભ્ય કામિની સોનીએ પોતાના ક્વોટામાંથી પોતાના વોર્ડ નં.-19 વિસ્તારમાં ટુ-વ્હીલર એમ્બ્યુલન્સની સુવિધા પૂરી પાડવા રજૂઆત કરીને તેમાં રસી, દવા, ઓક્સિજન સિલિન્ડર, વગેરે... સહિતની સુવિધા પૂરી પાડવા કહ્યું છે. આ પ્રકારની એમ્બ્યુલન્સ વાહન દીઠ રૂપિયા 1 લાખની મર્યાદામાં ખરીદી શકાય તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી. જેથી,આ માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ થઈ છે. હાલ તરસાલી મકરપુરા અને માણેજા વિસ્તારમા છેલ્લા એક વર્ષથી હેલ્થ સેન્ટર દ્વારા નક્કી કરેલા રૂટ પર હેલ્થ વર્કર સંજીવની દ્વારા ઘેર- ઘેર જઈને આરોગ્યને લગતી બેઝિક કામગીરી કરે છે.શું સુિવધા હશે
અન્ય સમાચારો પણ છે...