તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

SBIના ATMમાં ચોરીનો પ્રયાસ કરનાર ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિઝામપુરા મેઇન રોડ પર આવેલ એસબીઆઇ બેન્કના એટીએમમાં ગત રવિવારે રાત્રે ચોરી કરવાનો પ્રયાસ કરનારા શખ્સને ફતેગંજ પોલીસે ઝડપી લીધો હતો.

નિઝામપુરા મેઇન રોડ પર આવેલ એસબીઆઇના એટીએમમાં રવિવારે રાત્રે 2 વાગ્યાના અરસામાં એક શખ્સ માથે ટોપી અને એની ઉપર કાગળનું પોસ્ટર ઓઢી એટીએમમાં દાખલ થયો હતો અને દરવાજા પાસે આવેલ સીસીટીવી કેમેરાના વાયરો કાપ્યા બાદ એટીએમમાંથી ચોરી નો પ્રયાસ કર્યો હતો. ફતેગંજ પોલીસે આ મામલે તપાસ કરતાં એટીએમની બહારની બાજુએ એક શંકાસ્પદ હાલતમાં બાઇક મુકેલું જોવા મળ્યું હતું, જેથી પોલીસે આ બાઇકના નંબરના આધારે બાઇક માલિકની પુછતાછ કરી હતી. બાઇકના માલિકે પોલીસને રવિવારે રાત્રે તેનો મિત્ર આશિષ ચૌહાણ (રહે, નિઝામપુરા)પોતાનું બાઇક ફેરવવા માટે લઇ ગયો હોવાનું જણાવતાં પોલીસે આશિષને ઝડપી લીધો હતો. આશિષની પોલીસે ઉંડી તપાસ કરતાં તેણે ચોરીનો પ્રયાસ કર્યો હોવાની કબુલાત કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...