- Gujarati News
- National
- Vadodara News Sayajirao Planted A Tree On His Birthday Evidence Of Which Is Still In The Palace Today 075129
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સયાજીરાવ તેમના જન્મદિવસે એક વૃક્ષ રોપતાં, જેનો પુરાવો આજે પણ પેલેસમાં મોજુદ છે
મહાભારતમાં મિત્રતા વિષયે યોજાશે લેક્ચર
સિટી રિપોર્ટર | સમસ્તિ ઇન્સ્ટિટ્યુટ ફોર ઇન્ટીગ્રેટીવ લર્નિગ દ્વારા ‘ફ્રેન્ડશીપ ઇનસાઇટ એન્ડ સ્ટોરીસ ફ્રોમ મહાભારત’ વિષયે લેક્ચર યોજાશે. આ લેક્ચર તારીખ 14 માર્ચે શનિવારનાં રોજ સાંજે 7:00 વાગ્યાથી 9:00 વાગ્યા દરમિયાન સદગુરુ કબીર જ્ઞાનાશ્રમ ખાતે યોજાનાર છે.
આચાર્ય વલ્લભસુરી મહારાજે દેશમાં 45 ગુરુકુળ બનાવ્યા હતા
talk on jainism
સિટી રિપોર્ટર . વડોદરા
ભારતમાં વલ્લભસુરી મહારાજે જૈન સમાજ, હરિજન, મુસ્લિમ સમુદાય માટે ઘણું કર્યું છે. સયાજીરાવે તેમનાથી પ્રેરાઇને વડોદરામાં ત્રણ પ્રવચન ન્યાયમંદિરમાં કરાવ્યા હતા. તેઓ ખાદી જ પહેરતા. ભારતમાં જે સમયે સરકારે વિદ્યાનો પ્રચાર ન્હોતો કર્યો એ સમયે તેઓએ 45 ગુરુકુળ બનાવ્યા હતા. તેઓએ નારી માટે પણ ઘણા કાર્ય કર્યા. તેમણે લોકોને સમજાવ્યું કે જ્યાં સુધી નારી જાગૃત નહિ ત્યાં સુધી પરિવાર, સમાજ અને દેશમાં સંસ્કારોનું સિંચન થાય નહી. વલ્લભસુરી મહારાજે જૈન યુનિવર્સિટી હોવી જોઇએની ઘોષણા કરી હતી. વડોદરાનાં ઘડિયાળી પોળમાં તેમનો જન્મ અને મુંબઇમાં અવસાન થયું હતું. તેમ વલ્લભસુરી મહારાજની 150મી જન્મ જયંતિ નિમિત્તે અાંતરરાષ્ટ્રીય પરિષદમાં આચાર્ય સુરી મહારાજે જણાવ્યું હતું. શ્રી કાલિદાસ સંકલચંદ દોશી જૈન એકેડમી એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરની પરિષદમાં જૈન ફિલોસોફી અેન્ડ રીલેવન્સ વિષયે ચર્ચા થઇ હતી. જેમાં દિલ્હી, સુરત, જયપુર, મુંબઇ, પુના, USA, દમણ, બેંગ્લોરથી 140 સ્પીકરે પાર્ટીસીપેટ કર્યું હતું.
‘સ્પોર્ટી’ પેરેન્ટિંગ
રમતના ઇતિહાસમાં સર્વશ્રેષ્ઠ બાસ્કેટબોલ ખેલાડીઓમાંના એક લેબ્રોન જેમ્સ પોતાના બાળકો સાથે પોતાના કરિયર વિષે વધુ ચર્ચા કરતા નથી. તેમને લાગે છે કે, બાળકો તેમના કરિયર વિષે જાણીને દબાણ અનુભવી શકે છે. જેમ્સના બે દીકરાઓ બ્રોની જેમ્સ જૂનિયર અને બ્રાયસ તેમજ એક દીકરી ઝૂરી છે. જેમ્સનું કહેવું છે, ‘હું હકીકતે તો મારા બાળકો સામે મારા કરિયરની વાત નથી કરતો પણ હું અને મારી પત્ની સવૅના તેમને જીવન જીવવાની શીખ અને લક્ષ્યો વિષે શીખવીએ છીએ. અમે તેમને એવી બાબતો શીખવાડીએ છીએ જેને તેઓ પોતાના દમ પર પૂરી કરી શકે.’ જેમ્સે દીકરાનું નામ (જેમ્સ જૂનિયર) રાખવા પર અફસોસ વ્યક્ત કરતા કહ્યું કે, આ નામ સાથે વધારે અપેક્ષાઓ જોડવામાં આવે છે. એ વાત અલગ છે કે, બ્રોની પહેલેથી જ યુવા બાસ્કેટ બોલરના રૂપમાં ઘણી પ્રસિદ્ધિ અને કોલેજ સ્કોલરશિપ મેળવી ચૂક્યો છે.
જેમ્સનું કહેવું છે કે, ‘હું અને મારો આખો પરિવાર તેમને માત્ર બ્લુ પ્રિન્ટ આપી શકીએ છીએ પણ અંતે તો પોતાનો રસ્તો જાતે જ બનાવવો પડશે.’ એટલે જેમ્સની પેરેન્ટિંગ પદ્ધતિ એ છે કે, પોતાના બાળકો સાથે રમતમાં પોતાની સફળતા વિષે ચર્ચા નથી કરતા કેમ કે, બાળકોએ પોતાનો માર્ગ સ્વયં જ શોધવાનો છે. આ ખરેખર સ્પોર્ટી પેરેન્ટિંગ છે!
હઠીલા હનુમાનજી મંદિરે ચંડીપાઠ યોજાશે
વડોદરા | પવિત્ર ચૈત્રી માસની નવરાત્રીમાં મા જગદંબાની આરાધના માટે વડોદરા શહેરમાં સૌ પ્રથમ વખત હઠીલા હનુમાનજી મંદિરના સહયોગથી રોકડનાથ સુંદરકાંડ પરિવારના વક્તા પ્રિતેશ પટેલ દ્વારા તા.26 માર્ચને ગુરૂવારને 2020ના રોજ રાત્રે 8.30 કલાકે સંગીતમય ચંડીપાઠનું આયોજન હઠીલા હનુમાનજી મંદિર કેમ્પસ, સુરસાગર પાસે, મહારણી શાંતાદેવી સ્કૂલની સામે, વડોદરા ખાતે કરવામાં આવ્યું છે.
શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે આજે શહેરમાં શોભાયાત્રાનું આયોજન
શહેરમાં 12 માર્ચના રોજ શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે સાંજે 6 વાગ્યાથી શિવાજી મહારાજની શોભાયાત્રા નીકળશે. જેમાં શિવાજી મહારાજની વિશાળ પ્રતિમાં પણ શોભાયાત્રામાં સામેલ કરાશે. શોભાયાત્રા સાંજે 6 વાગ્યાથી કાલુપુરાના યેવલોનો ખાંચામાંથી નીકળી નવાબજાર મેઇન રોડ, ચાંપાનેર દરવાજા, માંડવી, એમ.જી. રોડ, લહેરીપુરા દરવાજા, ગાંધી નગરગૃહ, રાવપુરા, ટાવર, કોઠી, સલાટવાડાથી શિવાજીચોક આવી શોભાયાત્રા પૂર્ણ થશે. શોભાયાત્રાના રૂટ પર ટ્રાફિક નિયમન જળવાઇ રહે તે હેતુથી થોડા સમય માટે જે જગ્યાએથી શોભાયાત્રા પસાર થતી હશે તે પોઇન્ટ પર ટ્રાફિક ડાયવર્ટ કરાવવામાં આવશે. નાગરિકોને આ સમય દરમિયાન આ રૂટ પર પોતાના વાહનોને ચલાવવાને બદલે અન્ય વૈકલ્પિક રૂટ પર નીકળવા ટ્રાફિક નાયબ પોલીસ કમિશનર એન્ડ્રુ મેકવાને જણાવ્યું હતું.
હઝરત સૈયદ જાફર શહિદ (ર.અ)નો ઉર્સ
પાણીગેટ રાજા-રાની તળાવ નજીક આવેલ હઝરત સૈયદ જાફર શહિદ (ર.અ.)ના ઉર્સની તા.12મીએ ઉજવણી કરાશે. ગુરુવારના રોજ સાંજે5 કલાકે પાણીગેટ, બાવામાનપુરાથી સંદલ નીકળશે. 7.30 કલાકે સૈયદ મોઈનુદ્દીન કાદરીના હસ્તે સંદલ, ચાંદર અને ગુલપોશી સાથે દુઆ કરાશે.
દિવ્ય જીવન સંઘ દ્વારા ભજન સત્સંગ યોજાશે
વડોદરા | દિવ્ય જીવન સંઘ દ્વારા તા.12 માર્ચને ગુરૂવારના રોજ સાંજે 5.30 થી 7.00 કલાક દરમિયાન નિઃશુલ્ક હોમિયોપથી સારવાર કેમ્પ તેમજ સાંજે 6.00 થી 7.00 કલાક દરમિયાન રામજી મંદિરની પોળ, સરકારી પ્રેસ સામે, આનંદપુરા, રાવપુરા ખાતે ભજન સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે.
જયશ્રી બળીયા હનુમાન મંદિરે અખંડ રામાયણ પાઠનું આયોજન
વડોદરા | જયશ્રી બળીયા હનુમાન મંદિર, કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલની બાજુમાં, જલારામ મંદિર માર્ગ, કારેલીબાગ, વડોદરા ખાતે તા.7 એપ્રિલના રોજ બુધવારે હનુમાન જયંતિની ઉજવણી નિમિત્તે શ્રીરામ ચરિત માનસના અખંડ રામાયણ પાઠનું આયોજન સવારે 9.00 થી તા.8 એપ્રિલના રોજ સવારે 11 સુધી રાખવામાં આવ્યો છે. ત્યારબાદ મહાપ્રસાદી રાખેલ છે.
સાત દિવસીય ફ્રી યોગ ચિકિત્સા, ધ્યાન, મોટાપા તેમજ ડાયાબિટીસ મુક્તિ શિબિર
વડોદરા | યોગઋષિ સ્વામી રામદેવના શિષ્ય યોગી લક્ષ્મણભાઇ ગુરવાણીજીના સાનિધ્યમાં સાત દિવસીય નિઃશુલ્ક યોગ ચિકિત્સા તેમજ ધ્યાન શિબિર મોટાપા તેમજ ડાયાબિટીસ મુક્તિ શિબિરનું આયોજન તા.23 માર્ચથી તા.29 માર્ચ 2020 સુધી સવારે અને સાંજે 5.30 થી 7.30 કલાક દરમિયાન યોગીજી ફ્લેટસની બાજુનું મેદાન, ઋષિતા ડુપ્લેક્ષ પાસે, કૃણાલ ચોકડી નજીક, સમતા-ગોત્રી રોડ ખાતે પતંજલિ યોગ પરિવાર, વડોદરા દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં આયુર્વેદ, એક્યુપ્રેશર, આસન અને વ્યાયામ દ્વારા મોટાપા મુક્તિ અને સર્વરોગ નિવારણ માટે નિઃશુલ્ક સારવાર તથા પતંજલિ હરિદ્વારના અનુભવી વૈદ્યજી દ્વારા નિઃશુલ્ક સેવાઓ આપવામાં આવશે.
લાયન્સ ક્લબ દ્વારા મહિલાઓનો સન્માન સમારંભ
વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મહિલાઓનું લાયન્સ ક્લબ દ્વારા સન્માન અર્ચના તિવારીની રાહબરી હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં ડો. રૂપલ શાહ, યશવિની તાંબે, સુરેખા પટેલ, નંદિની સોન્થાલીયા, શકુંતલા મહેતા, અંજુ ચતુર્વેદી, ડો.નીલિમા સોમપુરા, સપના નંદાની, ડો.મોનીકા જૈન તેમજ સપના કપૂરનું સન્માન કરવામાં આવ્યું હતું. મુખ્ય અતિથિ તરીકે મેયર ડો.જિગીષા શેઠ, મહેશ શાહ, રમેશ પ્રજાપતિ, અવી સબાવાલા, કૃષ્ણકાંત દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.
જલારામ મંદિર, કારેલીબાગમાં મફત ડાયાબિટીસ નિદાન કેમ્પ
વડોદરા | સ્નેહલત્તાબેન ઉમટ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા લાયન્સ ક્લબ ઓફ બરોડા સાઉથના સૌજન્યથી દર મહિનાના પહેલા ગુરૂવારે સવારે 8.00 થી બપોરે 1.00 કલાક દરમયિાન નિઃશુલ્ક ડાયાબિટીસ નિદાન કેમ્પ, જલારામ મંદિર કેમ્પસ, કારેલીબાગ, વડોદરા ખાતે યોજવામાં આવે છે. જેનો લાભ વડોદરા શહેર અને આજુ બાજુના લોકોને મળનાર છે.
સયાજીરાવ જન્મ દિવસે એક વૃક્ષ અચૂક રોપતાં
By એન. રઘુરામન
ચિત્તા માટે ખંડેરાવે જંગલ બનાવ્યું હતું, સયાજીરાવ પણ ચિત્તા પાળતા
વડોદરા, ગુરુવાર, 12 માર્ચ, 2020 . 04
સર્કલ પર ભેગા થઇ ઉજવણીનો ટ્રેન્ડ યથાવત
ઓર્ગેનિક રંગો અને ઢોલ-નગારા સાથે યુવાનોએ ઉજવી ધૂળેટી
‘સયાજીરાવ ગાયકવાડ કળાના દર્દને સમજતા દર્દી અને આશ્રયદાતા હતા’
સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની જન્મજયંતિએ વ્યાખ્યાન
કોન્ફરન્સ હોલનું લોકાર્પણ કરાયું
ચેમ્પ કિડ્સ પ્રિ-સ્કુલ, માંજલપુરમાં વાર્ષિક રમતોત્સવનું આયોજન
વાઘોડિયા રોડ ખાતે પ્રદૂષણ મુક્ત ઇકો ફ્રેન્ડલી હોળીની ઉજવણી
નેશનલ લિગલ સર્વિસીસ ઓથોરિટી દ્વારા વિશ્વ મહિલા દિનની ઉજવણી
શિવ હેલ્પ ફ્રેન્ડ ગ્રૂપ દ્વારા બાળકોને નાસ્તાનું વિતરણ
મહાકાલ સેના સેવા ટ્રસ્ટ, વડોદરા દ્વારા પદયાત્રીઓને નિઃશુલ્ક સેવાઓ અપાઇ
સમામાં લાયન્સ રિજિયનની મિટીંગ યોજાઈ : સેવાભાવીઓનું સન્માન કરાયું
_photocaption_મહારાજા અને મહારાણી સયાજીરાવ ગાયકવાડની તસવીર એકી ટશે જોઇ રહ્યા હતાં.*photocaption*
સયાજીરાવ દેશી ચિત્તા પાળતા હતા. વડોદરામાં જંગલ ન હતું, તેથી પહેલાં જ ખંડેરાવે ચિત્તા માટે તરસાલી સુંદરપુરામાં આર્ટિફિશિયલ જંગલ બનાવ્યું હતું. આર્ટિફિશિયલ જંગલમાં ચિત્તાની આંખે પાટા બાંધી તેને જંગલમાં છુટો મૂકી દેતા અને હરણનો શિકાર કરવાની સ્પર્ધા યોજી ચિત્તના ભોજન તરીકે હરણનો ઉપયોગ થતો હતો. એક સ્પોર્ટનાં ભાગરૂપે આ જંગલ અને ચિત્તાની સ્પર્ધા યોજાતી હતી.
સયાજીરાવ ગાયકવાડે જન્મ દિવસે એક વૃક્ષ રોપવાનો નિયમ લીધો હતો. ત્યારે દર વર્ષે જન્મ દિવસે તેઓ એક વૃક્ષ જરૂર રોપતા હતા. તેવા ઘણા બધા વૃક્ષો વડોદરામાં તેમણે વાવ્યા હતા. તેમાંનું એક વડ લક્ષ્મીવિલાસ પેલેસનાં કંપાઉન્ડમાં હજુ પણ મોજુદ છે. તેમના જીવન દરમિયાન તેમણે પર્યાવરણને ઘણું મહત્વ આપ્યું હતું.
sayajirao’s b’day
સિટી રિપોર્ટર . વડોદરા
મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની 157મી જન્મ જયંતિની ઉજવણી નિમિત્તે ‘સયાજીરાવ અને તેમના ભાઇઓ’ વિષયે ચંદ્રશેખર પાટીલનાં 56 આર્ટવર્કનું પ્રદર્શન યોજાયું છે. જેમાં સયાજીરાવ અને તેમના ભાઇઓની 56 કૃતિઓ દર્શાવાઇ છે. એક્ઝિબિશન અંગે ચંદ્રશેખર પાટીલે જણાવ્યું હતું કે, સયાજીરાવના મોટા ભાઇ આનંદરાવ અને નાના ભાઇ સંપતરાવ હતા. તેઓ એકબીજાને પુછીને નિર્ણયો લેતા. સયાજીરાવ ન હોય ત્યારે કારોબાર સંપતરાવ સંભાળતા. સયાજીરાવની જેમ જ બંને ભાઇ હોશિયાર હતા. આનંદરાવનું કહેવું હતું કે કોઇ પણ કેસનો 300 દિવસમાં ચુકાદો આવી જવો જોઇએ અને કોઇને ફાંસીની સજા ન આપવી જોઇએ. સંપતરાવે સેન્ટ્રલ લાઇબ્રેરીમાં 30 હજાર પુસ્તકો ભેટ કરી શરૂઆત કરાવી હતી.
_photocaption_રંગોના તહેવાર ધૂળેટીને શહેરના આબાલ વૃદ્ધોએ રંગેચંગે મનાવ્યો હતો. જેમાં ખાસ ઓર્ગેનિક રંગો દ્વારા હોળી રમી તેમણે ઉત્સવને આકાર આપ્યો હતો. શહેરના સયાજીગંજ, ફતેગંજ સહિતના વિસ્તારોમાં મોટા સર્કલ પાસે વિવિધ મિત્રો અને સબંધીઓના ગ્રૂપે ભેગા મળીને ધૂળેટીના તહેવારને ઓપ આપ્યો હતો. જ્યારે ક્યાંક ઢોલ-નગારા સાથે પણ ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી.*photocaption*
talk on sayajirao
સિટી રિપોર્ટર . વડોદરા
મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની 157મી જન્મ જયંતિ નિમિત્તે મહારાજા સયાજીરાવ ગાયકવાડ સ્મારક ટ્રસ્ટ દ્વારા ‘મહારાજા સયાજીરાવ ગાયકવાડ-કલાના ગુણગ્રાહક’ વિષયે વ્યાખ્યાનનું આયોજન કરાયું હતું. જેમાં ફાઇનાર્ટસ ફેકલ્ટીના પૂર્વ ડીન ડો. દીપક કન્નલે જણાવ્યું હતું કે, મહારાજા એક કળાકાર હતા. તેમનો કલા પ્રત્યેનો પ્રેમ પણ અનોખો હતો. તેઓની સંકલ્પ શક્તિ દૃઢ હતી. તે જનકલ્યાણ માટે પ્રતિબધ્ધ અને કટિબધ્ધ હતા. તેઓ આર્ટ કલેક્ટર અને કળાના ગુણગ્રાહી હતા.
તેઓ કલાના દર્દને સમજનાર દર્દી તેમજ કલાના આશ્રયદાતા પણ હતા. સયાજીરાવ 1938માં વિદેશમાં બિમાર હોવા છતાં વડોદરા મહાનગરમાં વધારાના ત્રણ બગીચા બને તેવું પત્ર લખીને જાણ કર્યું હતું.
ફંડા
આજનો
હરણી રોડ સ્થિત જે.એમ. પંડ્યા સંસ્કારધામ ખાતે અદ્યતન કોન્ફરન્સ હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જરૂરિયાતમંદ લોકો આ સેવાનો હવે લાભ લઇ શકશે. ટ્રસ્ટી મંડળે આ પ્રસંગે દાતા સતિષભાઈ વ્યાસનો આભાર વ્યક્ત કર્યો હતો.
તમારા સમાજ - સંસ્થા, ધર્મ કે તમારી અાસપાસ બનતી નાની - મોટી ઉજવણીઅોને અા પાના પર સમાવવા માટે નીચે અાપેલ ઈ-મેઈલ અાઈડી પર ફોટો સાથે વિગત મોકલી અાપો
અથવા નીચેના સરનામે મોકલી અાપોે
| એ-49, આર્યન એવન્યુ રણછોડપાર્ક સોસાયટી, કારેલીબાગ, વડોદરા
ચેમ્પ કિડ્સ પ્રિ-સ્કુલ, માંજલપુર, વડોદરાનો વાર્ષિક રમતોત્સવ યોજવામાં આવ્યો હતો, જેમાં અનેક બાળકોએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો અને વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા.
વાઘોડિયા રોડ, વ્રજ વાટિકા સોસાયટીની બહેનો દ્વારા લાલા સાડીના ડ્રેસ દ્વારા ઇકો ફ્રેન્ડલી ઉજવણીના સ્લોગનના પ્લેકાર્ડ દ્વારા વિવિધ મેસેજ લખીને પ્રદૂષણ મુક્ત ઇકો ફ્રેન્ડલી હોળીની ઉજવણી કરવા અપીલ કરી હતી.
વડોદરા |આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે નેશનલ લિગલ સર્વિસીસ ઓથોરિટી અને નૂરાની યંગ સર્કલના સંયુક્ત ઉપક્રમે બાવામાનપુરા, ડબીફળિયામાં મહિલાઓને કાનુની સલાહ આપવા કાર્યક્રમ અધ્યક્ષ ચીફ મેજિસ્ટ્રેટ આશુતોષ રાજ પાઠક, વકીલો મારૂતીબેન શાહ, વી.એમ.પંડિત, રહેના શેખ, પ્રવિણ જાદવે મહિલાઓને તેમના હક્ક માટે કાનૂની સલાહ આપી હતી. આ કાર્યક્રમમાં નૂરાની યંગ સર્કલના લિયાકત મલેક, લાલાભાઈ શ્યામવાલા, સૈયદ અમીન સહિત મોટી સંખ્યામાં મહિલા હાજર રહી હતી.
શિવ હેલ્પ ફ્રેન્ડ ગ્રૂપ, વડોદરા દ્વારા મકરપુરા, જી. આઈ. ડી.સી. ઝુંપડપટ્ટીમાં ગરીબ બાળકોને ફ્રી નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું .
છાણી જકાતનાકા પાસે ફાગણ સુદ પૂનમના દિવસે રાજા રણછોડરાય ના દર્શને જતા ભાવિ ભક્તો માટે શ્રી મહાકાલ સેના સેવા ટ્રસ્ટ, વડોદરા દ્વારા અલ્પહાર, ચા, ઠંડા સરબત, મિનરલ પાણી, મેડિકલ તેમજ વિસામાની સેવા આપવામાં આવી હતી.
લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલની જય હો નામની દેશની એકતા અને અખંડિતતા દર્શાવતી રિઝીયન મિટીંગ રીજીયન ચેરમેન હેમલતા ઉમટ અને વિજયસિંહ ઉમટની રાહબરી હેઠળ સમા-સાવલી રોડ, વડોદરા ખાતે યોજવામાં આવી હતી, જેમાં પાસ ઇન્ટરનેશનલ ડિરેક્ટર અરુણાજી ઓસવાલ,ડિસ્ટ્રિકટ ગવર્નર મહેશ શાહ, પીડીજી પરિમલ પટેલ, રમેશ પ્રજાપતિ, શશીકાંત પરીખ, વીડીજી જે.પી.ત્રિવેદી, કૃષ્ણકાંત દેસાઈ, લાયન નરેન્દ્ર પટેલ વગેરે હાજર રહ્યા હતા. જેમાં સમાજ સેવકો તથા સેવાભાવી લાયન્સ સભ્યોનું મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.