Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પગપાળા જતા સત્સંગીનું બાઇકની ટક્કરે મોત
શુક્રવારે સવારે પાદરાના ગણપતપુરા અને ધનોરા વચ્ચે પગપાળા જતા BAPS સ્વામીનારાયણ સંપ્રદાયના છ સત્સંગી પૈકી ત્રણને બાઇક સવારે અડફેટે લેતાં એકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે ઘાયલ બેને સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
કરજણ તાલુકાના કોઠિયા ગામે રહેતા બીએપીએસ સ્વામીનારાયણ સંપ્રદાયના છ સત્સંગીઓ ચાણસદ મંદિરે પૂનમ ભરવા પહેલીવાર કોઠિયા ગામેથી શુક્રવારે સવારે પગપાળા જવા નીકળ્યા હતા. આ સત્સંગીઓ પાદરા-ધાનોરા વચ્ચે હતા ત્યારે રસ્તા પર અપ્પુ અને સુનિલ વસાવા એક જ બાઇક પર પસાર થતા હતા. તેમણે સત્સંગીઓને અડફેટે લીધા હતા. જે પૈકી ધવલ મુકેશ માછી (ઉવ.18) નામના કિશોરનું મોત નિપજ્યું હતું. જ્યારે મહેશ કંચન માછી (ઉવ.23) અને ચેતન જગદીશ માછી(ઉવ.18) ને ઇજા થતાં એસએસજીમાં લવાયા હતા. ઇજાગ્રસ્ત ચેતને જણાવ્યું હતું કે,‘કોઠિયાથી અમે સવારે 6 વાગે નીકળ્યા હતા અને આઠ વાગ્યાના સુમારે આ અકસ્માત નડ્યો હતો.’
ઇજાગ્રસ્ત ચેતન માછી