તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Vadodara News Satish Patel Of The City Throws Three Tournaments In Ahmedabad Hat Trick 042058

શહેરના સતીષ પટેલે અમદાવાદ ખાતે 3 ટુર્ના.જીતીને હેટ્રીક મારી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | ત્રીજી ઓપન ગુજરાત સ્ટેટ માસ્ટર્સ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ રાજપથ ક્લબ અમદાવા ખાતે 5 અને 6 જાન્યુઆરીએ યોજાઇ હતી. જેમાં સતીષ પટેલે ડબલ ક્રાઉન વેટરન સિંગલ્સ અને મિક્સ ડબલ્સની સ્પર્ધામાં ટાઇટલ જીત્યું હતું. સતીષ પટેલે 11-13થી ત્રીજી ગેમ વડોદરાના રિશી શર્મા સામે મેન્સ સિંગલ્સમાં ગુમાવી. તેમણે બાકીની ત્રણેય ગેમ સરળતાથી જીતી હતી. મિક્સ ડબલ્સમાં વડોદરાના રિશી શર્મા અને શુભાંગી હાર્ડિકારની જોડીને 2-3થી હરાવીને સતીષ પટેલ અને ડૉ. કિન્નરી પટેલે શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. વડોદરા ખાતે યોજાયેલી પહેલી ઓપન ગુજરાત સ્ટેટ માસ્ટર્સ ટીટી ટુર્ના.માં સતીષ પટેલે સિંગલ્સ-ડબલ્સમાં જીત મેળવી હતી.

અન્ય સમાચારો પણ છે...