તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Sardar Dham Will Be Constructed In Ankhole Village At A Cost Of Rs 60 Crore 075553

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અણખોલ ગામમાં 60 કરોડના ખર્ચે સરદાર ધામ તૈયાર કરાશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડોદરા નજીક આવેલા અણખોલ ગામ ખાતે સરદાર ધામ બનાવવામાં આવશે. રૂ. 60 કરોડના ખર્ચે બનનાર સરદાર ધામનું ભૂમિપૂજન 12 જાન્યુઆરીના રોજ સવારે 9 કલાકે કરવામાં આવશે. આ ભૂમિપૂજનમાં મધ્ય ગુજરાતના 8 જિલ્લાના પાટીદાર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.

સરદાર ધામ પબ્લિક ટ્રસ્ટના અગ્રણી એચ.એસ. પટેલે જણાવ્યું હતું કે, મધ્ય ગુજરાત પાટીદાર સમાજના મળેલા સંમેલનમાં વડોદરામાં સરદાર ધામ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. અણખોલ ખાતે 5 લાખ ચોરસ ફૂટ જમીનમાં બનનાર સરદાર ધામમાં 500 છોકરીઓ અને 500 છોકરાઓ માટે છાત્રાલય, સિવિલ સર્વિસ અને સ્કિલ ડેવલપમેન્ટ તાલીમ કેન્દ્ર, ઉદ્યોગ સાહસિકતા તેમજ બિઝનેસ સેન્ટર, મલ્ટિપર્પઝ હોલ તેમજ સરદાર પટેલની પ્રતિમા બનાવવામાં આવશે. આ સરદાર ધામ તૈયાર ન થાય ત્યાં સુધી કારેલીબાગ જીવન ભારતી વિદ્યાલય સંકુલમાં સિવિલ સર્વિસ કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, અણખોલ ગામ ખાતે બનનાર સરદાર ધામ પાટીદાર સમાજ ઉપરાંત અન્ય સમાજ માટે ઉદાહરણ સ્વરૂપ રહેશે. પાટીદાર સમાજનો વિકાસ થાય તે માટે સમાજના છેવાડાના કુટુંબ એટલે કે જરૂરિયાતમંદ કુટુંબોનો પણ વિકાસ થાય તેને ધ્યાનમાં રાખી સરદાર ધામના મિશન અને વિઝન અંતર્ગત મુખ્ય પાંચ લક્ષ્યાંકો છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, જેમાં સમાજનું વૈશ્વિક જોડાણ, પગદંડીથી મહામુકામ તરફ પ્રયાણ, સમાજસેતુ યોજના, અતિથિ ભવન અને ઉજ્જ્વળ ભવિષ્ય યોજના હેઠળ સિવિલ સર્વિસ તાલીમ કેન્દ્ર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો