તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડેરીમાં દૂધની આવક સામે વેચાણ 2.5 લાખ લિટર ઘટ્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લૉકડાઉનમાં તંત્ર દ્વારા લોકોને શાકભાજી, દવાઓ, દૂધ અને અનાજ નો પુરવઠો મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે. જેમાં શાકભાજી અને ફળ તો શહેરીજનોને તેમના ઘરના દરવાજા સુધી જ મળી રહ્યું છે.ત્યારે તંત્ર દ્વારા શહેર-જિલ્લામાં દૈનિક 1 હજાર ક્વિન્ટલ શાકભાજી અને ફળ તેમજ 4.5 લાખ લીટર થી વધુ દૂધ લોકોને પુરૂ પડાઇ રહ્યું છે.

કલેક્ટર શાલીની અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, લોકોને ઘરબેઠા જ શાકભાજી મળે તેવી વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેમાં દૈનિક શહેરના 12 વોર્ડમાં 24 વાહનો તેમજ 1500 લારીઓ દ્વારા સોસાયટીઓમાં શાકભાજીનું વેચાણ ચાલી રહ્યું છે. શાકભાજીનું વેચાણ સવારે 8થી સાંજના 6 સુધી ચાલી રહ્યું છે. સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રાર ના જણાવ્યા પ્રમાણે તમામ એપીએમસી કામગીરી કરી રહી છે. બીજી તરફ વડોદરા ડેરી દ્વારા 177 રૂટ પર 148 વાહનો દ્વારા શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દૂધ પુરૂ પાડવામાં આવી રહ્યું છે. ડેરીમાં દૂધની દૈનિક આવક હાલમાં 6.5 લાખ લીટર જેટલી છે. અને દરરોજ 4 થી 4.5 લાખ લીટર દૂધ વેચાય છે.

લૉકડાઉનમાં 4.5 લાખ લિટરનું જ વેચાણ થાય છે

હાલમાં રોજ 6.5 લાખ લિટરની આવક
અન્ય સમાચારો પણ છે...