Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જેલમાં સલીમ જર્દા, કેદીઓને મોબાઇલ ફોન આપનાર ઝબ્બે
શહેરની મધ્યસ્થ જેલમાં ગોધરા કાંડના આરોપી સલીમ જર્દા સહિતના આરોપીઓને મોબાઇલ ફોન પહોંચાડનારા ગોધરાના શખ્સને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો હતો. ક્રાઇમ બ્રાન્ચ જેલમાંથી મળેલા બે ગુનાઓની તપાસ કરી રહી છે ત્યારે તપાસમાં ગોધરાના યુવકે જેલમાં ફોન પહોંચાડયો હોવાનું બહાર આવતાં તેની ધરપકડ કરી પુછપરછ શરુ કરાઇ છે. આ કેદીઓએ કોને કોને ફોન કર્યા હતા તે સહિતના મુદ્દા પર તપાસ ચાલી રહી છે. ક્રાઇમ બ્રાન્ચે 9 અને 17 ડિસેમ્બરના રોજ જેલમાંથી ઝડપાયેલા 6 મોબાઇલના કેસમાં ગોધરાકાંડના આરોપીસલીમ જર્દા સહિત કુલ 6 આરોપીની ધરપકડ કરી તેમની ઉંડી પુછપરછ શરુ કરી હતી.
ક્રાઇમ બ્રાન્ચે શુક્રવારે મોબાઇલ ફોન પ્રકરણમાં જેલમાં રહેલા આસીફ ઉર્ફે તીતલી સલીમ શેખ, મયુર માનાજીરાવ ગાયકવાડ, અબ્દુલ ઉર્ફે મુન્નો થમ્પ્સઅપ રહેમાન શેખ અને અશોક ઘેલા વાઘેલાની જેલમાંથી કસ્ટડી મેળવી ધરપકડ કરી હતી. કેદીઓની તપાસ દરમિયાન સલીમ જર્દા સહિતના આરોપીઓને જેલમાં પહોંચાડનાર ગોધરાનો સોએબ નામનો યુવક હોવાનું બહાર આવ્યું હતું, જેથી ક્રાઇમ બ્રાન્ચે જેલમાં ફોન પહોંચાડવાના ગુનામાં શનિવારે ગોધરા વેજલપુર રોડ પર મુસ્લીમ સોસાયટીમાં રહેતા સોએબ અબ્દુલ રઝાક સમાલો નામના 30 વર્ષીય યુવકની ધરપકડ કરી હતી. તેણે કોના કહેવાથી જેલમાં ફોન પહોંચાડયો હતો તે સહિતના મુદ્દા પર પોલીસે તપાસ શરુ કરી હતી. ઉલ્લેખનિય છે કે પોલીસે મોબાઇલ ફોન પ્રકરણમાં જેલના ચારથી પાંચ કર્મચારીઓની પણ ઉંડી પુછપરછ કરી હતી.