તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Sagira Who Passed Away From Home By Writing A Note Was Found In Punjab 033504

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચિઠ્ઠી લખી ઘરેથી જતી રહેલી સગીરા પંજાબથી મળી આવી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સમામાં રહેતી સગીરા ચિઠ્ઠી લખીને ઘરેથી જતી રહેતા પોલીસે તેણીને પંજાબથી શોધી કાઢી છે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ગત તા. 22 ફેબ્રુઆરીના રોજ સમા વિસ્તારમાં રહેતી સગીરાએ હું ઘર છોડી હંમેશા માટે જાઉં છું મારે અહીંયા નથી રહેવું, મેં મમ્મિ કે સાથ નહીં રહેના ચાહતી મેં યહાંસે જા રહી હું, મેં કશું લઈને જતી નથી. હું ઘરમાંથી પૈસા અને બીજું કઈ લઈને જતી નથી મને શોધવાની કોશિશ ના કરતા મારે જીવવું છે.મમ્મીનો માર નથી ખાવો પરેશાન થઇ ગઇ છું જેથી હું ઘર છોડી જાઉં છું, પોલીસમાં ફરિયાદ નહિ કરતા મારી વિનંતી છે. હું આજ પછી ઘરે આવીશ નહિ તેમ લખીને ઘરેથી જતી રહી હતી. જેથી ઘબરાયેલા પિતાએ પોલીસને જાણ કરતા પોલીસે શોધખોળ હાથ ધરી હતી. જે મામલે પોલીસને સગીરા પંજાબમાં હોવાનું જણાય આવતા પોલીસની સર્ચ ટીમ સગીરાને લાવવા માટે પંજાબ રવાના થઇ છે.

આ બાબતે સમા પોલીસના પી.આઈ પી.ડી પરમારે જણાવ્યું હતું કે, અગાઉ સ્થાનિકમાં રહેતા સગા સબંધીને ત્યાં રહેવા આવેલા પંજાબના છોકરા સાથે સગીરાની મિત્રતા થઇ હતી. જે મિત્રતા પ્રેમ સંબંધમાં બદલતા સગીરા ઘર છોડી છોકરા પાસે પંજાબ રહેવા જતી રહી હતી. જે અંગે સગીરાને લાવવવા માટે અમારી એક ટીમ રવાના થઇ છે.બુધવારે સગીરાને પંજાબથી વડોદરા લાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો