તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Safaikarmine Sentenced To 7 Years For Interfering With A Five Year Old Girl 075123

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાંચ વર્ષની બાળકી સાથે અડપલાં કરનાર સફાઇકર્મીન ે7 વર્ષની સજા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

દયાનંદ સરસ્વતી સ્કુલમાં ધો.1માં અભ્યાસ કરતી પાંચ વર્ષની બાળકી સાથે શારિરિક અડપલા કરનાર સફાઇ સેવકને કોર્ટે પોક્સો અેક્ટ હેઠલ કસુરદાર ઠેરવી સાત વર્ષની સજાનો અાદેશ કર્યો હતો.

તા.2 સપ્ટેમ્બર 2016ના રોજ પ્રાથમિક શાળામાં ધો.1માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીના વાલીઅે ફરિયાદ નોંધાવી હતી કે, તા.1 સપ્ટેમ્બર 2016ના રોજ તેની દિકરી સ્કુલે ગઇ હતી અને તે બાથરૂમમાં હતી તે સમયે સ્કુલના સફાઇ સેવક કિશોર અંબાલાલ સોલંકીઅે તેની સાથે શારિરિક અડપલા કર્યાં હતા. દરમિયાનમાં રિશેષનો બેલ વાગતાં અા શખ્સ જતો રહ્યો હતો.

બાપોદ પોલીસે અા અંગે પોક્સો એક્ટ સહિતની કલમ હેઠલ ગુનો દાખલ કર્યો હતો. અા અંગેનો કેસ અત્રેની અદાલતમાં ચાલી જતાં અા કેસમાં સરકાર તરફે સરકારી વકીલ રામસિંગ ચાૈહાણ હાજર રહ્યાં હતા. પોક્સો કોર્ટના ન્યાયાધીશે દલીલો તેમજ પુરાવાને ધ્યાને રાખી અારોપી કિશોર અંબાલાલ સોલંકીને પોક્સો અેક્ટ હેઠળ કસુરદાર ઠેરવી સાત વર્ષની સજાનો અાદેશ કર્યો હતો.નોંધનીય છે કે વિદ્યાર્થીનીના વાલી અા અંગે પ્રિન્સિપાલને રજૂઅાત કરવા માટે ગયા હતા. ત્યારે સફાઇ સેવક તેમને જોઇને સ્કુલમાંથી ભાગ્યો હતો, પરંતુ વિદ્યાર્થીનીઅે તેને અોળખી બતાવ્યો હતો.

વાલી સાથે સ્કૂલમાં ગઈ ત્યારે બાળાએ આરોપીને ઓળખી કાઢ્યો

દયાનંદ સરસ્વતી સ્કૂલમાં વર્ષ 2016માં બનાવ બન્યો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો