તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Vadodara News Sadhvi Will Narrate The Story With The Objective Of National Security 080054

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાધ્વી ઋતુંભરા રાષ્ટ્રરક્ષાના ઉદ્દેશય સાથે કથા સંભળાવશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વન્દે માતરમ સેવા ન્યાસ દ્વારા અકોટા સ્ટેડિયમ ખાતે 17 થી 24 જાન્યુઆરી દરમિયાન શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શહેર તેમજ ગુજરાતમાં પ્રથમ વાર સાધ્વી ઋુતમ્ભરા રાષ્ટ્રરક્ષા તેમજ સામાજીક સમરસતાના ઉદેશ્ય સાથે કથા સંભળાવશે.કથામાં મુખ્ય અતિથિ તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરકાર્યવાહ સુરેશ ભૈયાજી ઉપસ્થીત રહેશે. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, રાજ્યમંત્રી યોગેશભાઈ પટેલ,સાંસદ તેમજ ધારાસભ્યો ઉપસ્થીત રહેશે.

વન્દે માતરમ સેવા ન્યાસના અધ્યક્ષ મહેશભાઈ શર્માના જણાવ્યા અનુસાર, આ કથાનો મુખ્ય ઉદેશ્ય જાતીનો ભેદ દૂર કરવાનો તેમજ દરેક સમાજને અેક મંચ હેઠળ લાવવાનો છે. કથાની શરૂઆત 17 જાન્યુઆરીના રોજ બપોરે 12:30 વાગે શોભાયાત્રાથી થશે. આ શોભાયાત્રામાં 4 હજાર થી વધુ લોકો જોડાશે. શોભાયાત્રા અલકાપુરી ગોવર્ધનનાથજી હવેલીથી નિકળીને અકોટા સ્ટેડિયમ સુધી પહોચશે. જ્યારે આ શોભાયાત્રામાં 370 ભાગવત પોથી અને 1100 કળશ દરેક સમાજની મહિલા-પુરૂષો માથે લેશે. જ્યારે આ શોભાયાત્રામાં 100 ફુટનો તિરંગો પણ લોકો પકડીને ચાલશે. જ્યારે 1100 કળશને લોકો પ્રસાદી સ્વરૂપે પોતાના ઘરે લઈ જશે. શોભાયાત્રામાં બેંડબાજા તેમજ ઝાંખી પણ જોવા મળશે.મહેશભાઈ શર્માઅે વધુમાં જણાવ્યું હતું ભાગવત કથા દરમિયાન વિવિધ પ્રસંગોની કથાનું વર્ણન સાધ્વી ઋુતમ્ભરાના મુખે સાંભળવા મળશે.

ભારતમાતા મહાયજ્ઞમાં શહેરની સ્કૂલોના હજારો વિદ્યાર્થીઓ આહૂતિ આપશે
24 જાન્યુઆરીના રોજ સવારે 8:30 વાગે ભારતમાતા મહાયજ્ઞનું આયોજન કરવામાં આવશે.જેમાં વડોદરાની તમામ સ્કુલોના વિદ્યાર્થીઓને ભેગા કરીને તેમના દ્વારા યજ્ઞમાં આહુતી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે દરેક સમાજના લોકો સાથે મીટીંગ કરીને તેમને કથામાં ઉપસ્થિત રહેવા માટે પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો