• Gujarati News
  • National
  • Vadodara News Rto Rushes 500 People Have Got The Line For The Learning License Being Started 073706

RTOમાં ધસારો : ઠપ સર્વર ચાલુ થતાં લર્નિંગ લાઇસન્સ માટે 500 લોકોની લાઇન પડી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બુધવારના રોજ સર્વર ખોટકાતાં ગુરૂવારે 500 લોકો લાયસન્સ માટે અાવી પહોંચતા અારટીઅોમાં ભારે ધસારો જોવા મળ્યો હતો. અારટીઅોના પગથીયે બેસી ઉમેદવારના સ્વજનો રાહ જોતાં હતા.

ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

શહેરમાં અારટીઅો કચેરી ખાતે ગુરુવારે લર્નિંગ લાઇસન્સ સહિતનાં કામો માટે લાંબી કતારો પડી હતી. લાઇસન્સના ટેસ્ટ પહેલાંના અાઠડા જેવી સ્થિતિ નજરે પડતી હતી. અંદાજે 500 લોકો લર્નિગં લાઇસન્સ માટે ટોકન લઇ ઉભા રહ્યા હતા.

બુધવારે અારટીઅોમાં લાઇસન્સ માટે કામગીરી ખોટકાઇ હતી. સર્વરને પગલે પડેલી મુશ્કેલીથી ગુરુવારે પણ નાગરિકોને હેરાન થવું પડ્યું હતું. અેઅારટીઅો અે.અેમ. પટેલ મુજબ રોજ 350 લોકો અેપોઇન્ટમેન્ટ લે છે. હવે બે દિવસના લોકો ભેગા થતાં અમે રાત્રે 8 વાગતાં સુધી પણ અોફિસ ચાલુ રાખી તમામને અાવરી લઇશું. વેકેશનને પગલે લર્નિંગ લાઇસન્સ માટે ખૂબ ધસારો રહે છે. અારટીઅોમાં અેક તબક્કે ફ્લોર પર અને પગથિયાં પર બેસેલા લોકો નજરે પડ્યા.

અારટીઅોમાં ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ટેસ્ટ ટ્રેક પર ટેસ્ટ અાપવા માટે લાંબા દિવસો રાહ જોવી પડતી હોવાથી ટ્રાન્સપોર્ટ કમિશનર દ્વારા શનિવારે પણ ટેસ્ટ લેવા અાદેશ કર્યો છે. જોકે વડોદરા અારટીઅો દ્વારા હજુ લેખિત અાદેશ અાવવાની રાહ જોવાય છે. ટુ વ્હીલર અને ફોર વ્હીલરના સ્લોટ વધારવા પણ સૂચન થયું છે.

અન્ય સમાચારો પણ છે...