તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

RTOમાં ગત વર્ષના રૂ. 280 કરોડ સામે ચાલુ વર્ષે રૂ. 360નો ટાર્ગેટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

રાજ્ય સરકાર દ્વારા વડોદરા આરટીઓને ગત વર્ષે આપેલા રૂ. 280 કરોડના ટાર્ગેટ સામે ચાલુ નાણાકીય વર્ષે આપેલા રૂ. 360 કરોડના ટાર્ગેટને પૂરો કરવાનું અશક્ય જણાય છે. સરકાર દ્વારા એક બાજુ ટેક્સની રકમમાં અને ઓવરલોડ દંડમાં રાહત આપવાની સાથે ટાર્ગેટ વધારવાની બેવડી નીતિ સામે અધિકારીઓમાં કટવાટ જોવા મળ્યો હતો.

આરટીઓને સરકારે ગત એકાઉન્ટિંગ યર માટે રૂ. 280 કરોડનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે રૂ. 288 કરોડની રકમ સરકારમાં જમા કરાવાઇ હતી .જ્યારે આ માર્ચ મહિનામાં પૂરા થતા વર્ષ માટે રૂ. 360 સામે અત્યાર સુધી રૂ. 223 .44 કરોડ એકત્ર થયા છે. આરટીઓનાં સૂત્રો મુજબ ગત વર્ષે 1 એપ્રિલથી સરકાર દ્વારા કોમર્શિયલ વાહનના વાર્ષિક ટેક્સને બદલે વાહનની રકમના 6 ટકા ટેક્સ એક જ વખતમાં લેવાનો નિર્ણય કરાતાં ટેક્સની આવક ઘટશે. જ્યારે બીજી બાજુ ઓવર લોડ વાહન માટે છૂટછાટ અપાતાં દંડની રકમ ઘટી રહી છે.

અન્ય સમાચારો પણ છે...